શ્રી જનમંગલ કથા સાર

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 6:39pm

            શ્રીસ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી શતાનંદ સ્વામીએ સત્સંગિજીવન શાસ્ત્રની રચના કરી, પછી તેમાંથી એક હજાર નામવાળું એક સર્વમંગલસ્તોત્ર બનાવ્યું, જેમાં સ્વામિનારાયણ ભગવાનનાં એક હજાર નામ છે. તેનો પાઠ કરવાથી સંપૂર્ણ સત્સંગિજીવન શાસ્ત્રના પાઠનું ફળ મળે છે. વળી સ્વામીએ વિચાર કર્યો જે, આ કળીયુગમાં માણસ આધિ, વ્યાધિ અને ઊપાધિ આ ત્રિવિધ તાપથી ઘેરાયેલો છે. મનુષ્ય જન્મમાં આળસ, નિષ્ક્રિયતા, ઊદ્વેગ અને અશાંતિ જેવા તત્ત્વોનું પ્રાધાન્ય ફેલાતું જાય છે, તે પરિસ્થિતિમાં કદાચ માનવી એક કલાક સુધી નિશ્ચિત બેસીને આ સર્વમંગળ સ્તોત્રનો પાઠ ન કરી શકે તો એક સહેલો સરળ અને

સહજ રીતે થઈ શકે એવો કોઈ ઊપાય બતાવું. આમ વિચાર કરી શતાનંદ સ્વામીએ ૧૦૮ નામવાળા જનમંગળ સ્તોત્રની રચના કરી. આ સ્તોત્ર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનાર છે. મહાભારતનું રહસ્ય જેમ વિષ્ણુસહસ્ર નામ છે, તેમ સત્સંગિજીવનનું રહસ્ય સર્વમંગળ છે. અને સર્વમંગળ સ્તોત્રનો નિચોડ આ જનમંગળ સ્તોત્ર છે.

જનમંગળ સ્તોત્ર પ્રભુના ધામમાં જવાની સીડી છે, અને ભવસાગરમાં ભૂલા પડેલા જીવાત્મા માટે નાવડી છે. હૃદયગૃહમાં પૂરાયેલા આત્માનું અજવાળું છે. જનમંગળના જપગાન કરે છે તેને કયારેય દરિદ્રપણું આવતું નથી. જે મનુષ્યો આવા સર્વહિતકારી જનમંગળના જપ કરતા નથી. પ્રભુનું ધ્યાન ધરતા નથી, દાનપુણ્ય કે સત્સંગ કરતા નથી તેમજ પૂર્ણભાવથી પ્રભુનું પૂજન અર્ચન કરતા નથી. તેઓને સુખ-સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, મિત્રાચારી કે સગા સંબંધીઓનો સદૈવ અભાવ રહે છે.

GOD NAME BRINGS HAPPINESS IN YOUR LIFE

ભગવાનનું નામ મંગળ કરનારું છે અને બ્રહ્મધામની પાંખ છે.

 

["શ્રી જનમંગલ કથા સાર" પુસ્તકમાંથી સાભાર - પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ-કચ્છ, ભારત. www.bhujmandir.org ]