સર્વમંગલ નામાવલિ અર્થસહિત

Submitted by swaminarayanworld on Tue, 03/01/2017 - 8:48pm

સર્વમંગલ નામાવલિ

પ્રત્યેક નામના મહિમાયુક્ત અર્થ

પ્રકાશક :-શ્રીસ્વામિનારાયણ મંદિર, ભુજ - કચ્છ.

 

૧.      ૐ શ્રી સ્વામિને નમઃ :- સર્વ પ્રકારનાં ઐશ્વર્યોવાળા. પરમાત્માનાં ઐશ્વર્યો અનેક પ્રકારનાં છે. તેના પ્રકારો ઘણા છે. જેવા કે જગતનું સર્જન, પાલન, પોષણ, સંહાર વગેરે ક્રિયા કરવાનું સ્વતંત્ર સામર્થ્ય પણ તેમનામાં છે. વળી, ઉપાસકોને સર્વ પ્રકારના ભયથી મુક્ત કરી શાશ્વત સુખ અને ઉચ્છિત ફળ આપવાનું સામર્થ્ય પણ ધરાવે છે. આ રીતે નિત્ય, સ્વતંત્ર, અખંડ ઐશ્વર્ય પરબ્રહ્મ પરમાત્મામાં જ છે. તેથી જ પરમાત્માને સર્વ પ્રકારનાં ઐશ્વર્યથી ‘સ્વામી’ કહેલા છે.

૨.      ૐ શ્રી બ્રહ્મણે નમઃ :- સ્વતંત્ર રીતે પોતે પોતાના અપાર, અમાપ, તેજ, પ્રભાવથી જે સર્વથી શ્રેષ્ઠ હોય, જે સર્વત્ર વ્યાપીને રહે તે ‘બ્રહ્મ’ કહે છે.

૩.      ૐ શ્રી પરબ્રહ્મણે નમઃ :- અક્ષરબ્રહ્મ સર્વથી પર છે. અક્ષરબ્રહ્મથી પુરુષોત્તમ નારાયણ પર છે. અક્ષરબ્રહ્મમાં તે વ્યાપીને રહ્યા છે. અક્ષરબ્રહ્મના નિયામક છે તેથી પુરુષોત્તમ નારાયણને ‘પરબ્રહ્મ’ કહે છે.

૪.      ૐ શ્રી કૃષ્ણાય નમઃ :- પોતાના અપાર દિવ્ય સ્વરૂપ, ગુણ, વિભૂતિ વગેરેથી મુક્તોનાં ચિત્તને પોતાના સ્વરૂપમાં આકર્ષિત કરનાર હોવાથી ‘શ્રીકૃષ્ણ’ કહે છે.

૫.      ૐ શ્રી પુરષોત્તમાય નમઃ :- બદ્ધ અને મુક્ત પુરુષોથી સ્વરૂપ, સ્વભાવ, ગુણ વગેરેથી શ્રેષ્ઠ હોવાથી પુરુષોત્તમ કહે છે.

૬.      ૐ શ્રી બ્રહ્મધામ્ને નમઃ :- અક્ષર બ્રહ્મધામમાં નિત્ય નિવાસ કરીને રહેલા.

૭.      ૐ શ્રી વાસુદેવાય નમઃ :- ચેતન, અચેતન સમગ્ર જગતને પોતાના સ્વરૂપમાં ભગવાન નિવાસ આપે છે. ભગવાન પોતાના શરીરભૂત સમગ્ર જગતમાં નિવાસ કરીને રહ્યા છે અને જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયરૂપ ક્રીડા પોતે કરે છે. માટે ભગવાનને ‘વાસુદેવ’ કહ્યા છે.

૮.      ૐ શ્રી ઇશેશાય નમઃ  :- જગત સર્જનના કારણભૂત પ્રધાન પુરૂષ, વૈરાજ પુરૂષ વગેરે ઇશ્વરોના પણ નિયંતા. નિત્યમુક્તો, મુક્તો, બ્રહ્મધામ, બદ્ધ જીવાત્માઓ ઇશ્વરો વગેરે સર્વના નિયામક.

૯.      ૐ શ્રી દિવ્યવિગ્રહાય નમઃ :- સત્‌, ચિત્‌, આનંદમય, અલૌકિક શરીરવાળા, દિવ્ય મૂર્તિ.

૧૦.    ૐ શ્રી સુવ્રતાત્મને નમઃ  :- સુવ્રતમુનિને આત્માતુલ્ય પ્રિય. સુવ્રતમુનિ ભગવાન સંબંધી જ સર્વે સંકલ્પો કરનાર તથા ભગવાન સંબંધી સર્વે ક્રિયા કરનાર અને ભગવાનને જ પોતાના આત્મા માનનાર હતા. તેથી જ ભગવાન પણ જ્ઞાનનિષ્ઠાવાળા ભક્ત સુવ્રમુનિને પોતાના હૃદય સમાન માનતા.

૧૧.    ૐ શ્રી જગન્નાથાય નમઃ :- જગતના નિયંતા :-પરમાત્મા સમગ્ર વિશ્વમાં અંતર્યામીપણે વ્યાપક રહીને જગતનું નિયમન અને પાલન કરે છે તેથી ભગવાનને ‘જગન્નાથ’ કહે છે.

૧૨.    ૐ શ્રી ઇષ્ટદાય નમઃ  :- ઇચ્છિત ફળને આપનારા.

૧૩.    ૐ શ્રી કરુણાનિધયે નમઃ :- દયાના સાગર.

૧૪.    ૐ શ્રી પ્રતાપસિંહશરણાય નમઃ :- પ્રતાપસિંહ રાજાનું રક્ષણ કરનારા.

૧૫.    ૐ શ્રી શતાનંદવરપ્રદાય નમઃ :- શતાનંદ સ્વામીને ઇચ્છિત વરદાન આપનારા.

૧૬.    ૐ શ્રી નારાયણાય નમઃ :- જીવાતમાઓના આધારરૂપ નારાયણ પોતાને શરણે આવેલા સમગ્ર ભક્તજનો ઉપર કૃપા કરીને તે ભક્તોના હિતને માટે જ બદરિકાશ્રમમાં રહીને તપ કરનારા નારાયણ ભગવાન.

૧૭.    ૐ શ્રી નરસખાય નમઃ :- નર ભગવાન જેની સેવા કરે છે તે નરસખ.

૧૮.    ૐ શ્રી બદરીશાય નમઃ :- બદરિકાશ્રમના અધીશ્વર.

૧૯.    ૐ શ્રી તપઃપ્રીયાય નમઃ :- તપ કરવામાં પ્રીતિવાળા.

૨૦.    ૐ શ્રી સ્વધર્મસ્થાય નમઃ :- પોતાના ધર્મમાં રહેલા.

૨૧.    ૐ શ્રી મુનિધ્યેયાય નમઃ :- મુનિઓને ધ્યન કરવા યોગ્ય.

૨૨.    ૐ શ્રી મહર્ષિગણપૂજિતાય નમઃ :- મહર્ષિઓના સમુદાયથી પૂજેલા.

૨૩.    ૐ શ્રી અધર્મવૈરિણે નમઃ :- અધર્મનો નાશ કરવા સમર્થ.

૨૪.    ૐ શ્રી દુર્વાસઃશપ્તધર્માદ્યનુગ્રહાય નમઃ :- દુર્વાસાથી શાપ પામેલા ધર્માદિક ઉપર કૃપા કરનારા

૨૫.    ૐ શ્રી ધર્માવતારાય નમઃ :- ધર્મદેવને માનવ અવતાર લેવાની પ્રેરણા આપનાર.

૨૬.    ૐ શ્રી ધર્માત્મને નમઃ :- ધર્મદેવે પોતાના આત્માની સમાન પ્રાણપ્રિય માનેલા.

૨૭.    ૐ શ્રી ભક્તિધર્માનુશાસનાય નમઃ :- ભક્તિ અને ધર્મને ઉપદેશ આપનારા.

૨૮.    ૐ શ્રી રામાનંદાય નમઃ :- (ઉદ્ધવ અવતાર રામશર્મા વિપ્ર) રામનંદ સ્વામીને આનંદ આપનાર.

૨૯.    ૐ શ્રી જનાનન્દાય નમઃ :- મુમુક્ષુ જીવાત્માઓને (રામાનંદસ્વામી દ્વારા) આનંદ આપનારા.

૩૦.    ૐ શ્રી ઔદ્ધવાધ્વપ્રવર્તકાય નમઃ :- ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તાવનારા.

૩૧.    ૐ શ્રી વિષ્ણુયાગપ્રિયાય નમઃ :- વિષ્ણુયાગ જેને પ્રિય છે.

૩૨.    ૐ શ્રી ભક્તિધર્મારાધિતાય નમઃ :- વૃંદાવનમાં ભક્તિ, ધર્મ અને ઋષિઓએ વિષ્ણુયાગ વડે પૂજેલા.

૩૩.    ૐ શ્રી ઈશ્વરાય નમઃ :- સમર્થ

૩૪.    ૐ શ્રી વૃંદાવનદવે નમઃ :- વૃદાવનના ચંદ્રમા :-વૃંદાવનમાં તપ કરતા તે સર્વે ભક્તોનાં દુઃખ ટાળવાનો સંકલ્પ કરીને તેમને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન આપીને ચંદ્રમાની માફક સર્વે ભક્તોને આનંદ આપનારા.

૩૫.    ૐ શ્રી વરદાય નમઃ :- વરદાન આપનારા.

૩૬.    ૐ શ્રી મુનિસંઘહિતાવહાય નમઃ :- મુનિઓના સમૂહનું હિત કરનારા.

૩૭.    ૐ શ્રી દ્રૌણ્યર્તિહર્ત્રે નમઃ :- અશ્વત્થામા તરફથી આવેલા દુઃખને ટાળનારા.

૩૮.    ૐ શ્રી વિઘ્નેશાય નમઃ :- વિઘ્નોને દૂર કરનારા.

૩૯.    ૐ શ્રી ધર્મસંકષ્ટનાશનાય નમઃ :- ધર્મદેવનું દારિદ્રયરૂ સંકટ ટાળનારા.

૪૦.    ૐ શ્રી ભક્તિધર્માત્મજાય નમઃ :- ભક્તિધર્મના પુત્ર.

૪૧.    ૐ શ્રી ભૂમ્ને નમઃ :- અત્યંત સુખરૂપ.

૪૨.    ૐ શ્રી ભક્તિધર્મતપઃફલાય નમઃ :- ભક્તિ અને ધર્મની તપશ્ચર્યાના ફળસ્વરૂપ.

૪૩.    ૐ શ્રી સાવર્ણિગોત્રતિલકાય નમઃ :- સાવર્ણિગોત્રના પુરૂષોમાં ભૂષણરૂપ શ્રેષ્ઠ.

૪૪.    ૐ શ્રી મધ્વાદ્યનવમીજનુષે નમઃ :- ચૈત્ર સુદ નવમીના દિવસે પ્રગટ થયેલા.

૪૫.    ૐ શ્રી જનમંગલદિવ્યાંગાય નમઃ :- દેહધારીઓનું મંગળ કરનારા દિવ્ય સ્વરૂપવાળા.

૪૬.    ૐ શ્રી નરાકૃતયે નમઃ  :- માનવ આકૃતિની સમાન સુંદર શરીર ધારણ કરનારા.

૪૭.    ૐ શ્રી અલૌકિકાય નમઃ :- માનવબાળ સ્વરૂપે હોવા છતાં અસાધરણ પ્રભાવપૂર્ણ અલૌકિક જણાતા.

૪૮.    ૐ શ્રી ભૂતલાનન્દજનકાય  નમઃ :- પૃથ્વીમાં સર્વત્ર આનંદ આપનારા.

૪૯.    ૐ શ્રી દ્વિજેન્દ્રકુલભૂષણાય નમઃ :- દ્વિજકુળમાં શ્રેષ્ઠ- ધર્મદેવનાં કુળના શણગારરૂપ.

૫૦.    ૐ શ્રી રામપ્રતાપાવરજાય નમઃ :- શ્રી રામપ્રતાપજીના નાનાભાઇ.

૫૧.    ૐ શ્રી હનૂમદભિરક્ષિતાય નમઃ :- હનુમાનજી દ્વારા સર્વ પ્રકારે રક્ષિત.

૫૨.    ૐ શ્રી હરિકૃષ્ણાય નમઃ :- હરિકૃષ્ણ.

૫૩.    ૐ શ્રી હરયે નમઃ :- સર્વનાં દુઃખ ટાળનારા.

૫૪.    ૐ શ્રી કૃષ્ણાય નમઃ :- ભક્તોનાં ચિત્ત પોતા તરફ આકર્ષિત કરનારા.

૫૫.    ૐ શ્રી નીલકંઠાય નમઃ :- શંકર સમાન જ્ઞાની અને યોગી માટે નીલકંઠ

૫૬.    ૐ શ્રી વૃષાત્મજાય નમઃ :- ધર્મદેવના પુત્ર તરીકે સર્વત્ર પ્રસિદ્ધ.

૫૭.    ૐ શ્રી સ્ત્રીવૃંદલાલિતાય નમઃ :- શ્રીહરિને છપૈયાની સ્ત્રીઓએ સ્નેહપૂર્વક સતત રમાડેલા.

૫૮.    ૐ શ્રી ભક્તિનંદનાય નમઃ :- પોતાનાં માતુશ્રી ભક્તિદેવીને પોતાની બાળલીલાથી આનંદ આપનારા, ભક્તિમાતાના પુત્ર.

૫૯.    ૐ શ્રી પ્રિયદર્શનાય નમઃ :- પ્રિય છે દર્શન જેનું.

૬૦.    ૐ શ્રી હરિપ્રસાદહર્ષાબ્ધે  નમઃ :- હરિપ્રસાદ પાંડે માટે હર્ષના આનંદના સાગરરૂપ.

૬૧.    ૐ શ્રી ધર્મપત્નીસ્તનંધયાય નમઃ :- ધર્મનાં પત્નીનું, સ્વમાતા ભક્તિદેવીનું સ્તનપાન કરનારા.

૬૨.    ૐ શ્રી ક્રીડદ્‌બાલવ્રજાનંદાય નમઃ :- પોતાના સાથે રમતા બાલમિત્ર મંડળને આનંદ આપનારા.

૬૩.    ૐ શ્રી કાલીદત્તમદાનુપદે નમઃ :- કાલીદત્તના ગર્વનો નાશ કરનારા.

૬૪.    ૐ શ્રી ઇચ્છારામાગ્રજાય નમઃ :- ઇચ્છારામના મોટાભાઇ.

૬૫.    ૐ શ્રી અયોધ્યાવાસાય નમઃ :- અયોધ્યામાં વસનારા.

૬૬.    ૐ શ્રી બાલ્યમનોહરાય નમઃ :- બાળલીલાઓથી દરેકના મનને આકર્ષિત કરનારા.

૬૭.    ૐ શ્રી સરયૂનિયતસ્નાનાય નમઃ :- હમેશાં સરયૂ નદીમાં સ્નાન કરનારા.

૬૮.    ૐ શ્રી સીતારામેક્ષણોત્સુકાય નમઃ :- અયોધ્યામાં જ્યાં-જ્યાં ભગવાનનાં મંદિરો હોય ત્યાં જઇને સીતાસહિત રામચંદ્ર ભગવાનનાં ઉત્સાહપૂર્વક નિત્ય દર્શન કરનારા.

૬૯.    ૐ શ્રી પ્રદક્ષિણીકૃતાયોધ્યાય નમઃ :- સમગ્ર અયોધ્યાને તીર્થરૂપ જાણીને અયોઘ્યાની પ્રદક્ષિણા કરનારા.

૭૦.    ૐ શ્રી કરાત્તજપમાલિકાય નમઃ :- જમણા હાથમાં તુલસીની માળા રાખીને ભગવાનના મંત્રનો જપ કરનારા.

૭૧.    ૐ શ્રી દર્શનીયોર્ધ્વતિલકાય નમઃ :- વિશાળ ભાલમાં, બન્ને હાથમાં અને હૃદયમાં સુંદર મજાનું ઊર્ધ્વપુંડ્ર તિલક કરનારા.

૭૨.    ૐ શ્રી પુરાણશ્રવણાવરદાય નમઃ :- ભગવાનની કથા શ્રવણ કરનારા.

૭૩.    ૐ શ્રી વર્ણિવ્રતધરાય નમઃ :- વર્ણિવ્રત ધારણ કરનારા.

૭૪.    ૐ શ્રી દાંતાય નમઃ :- ઇન્દ્રયોનું નિયમન કરનારા - જિતેન્દ્રિય.

૭૫.    ૐ શ્રી ગુરુભક્તાય નમઃ :- ગુરુની સેવા કરનારા.

૭૬.    ૐ શ્રી ઉદારધિયે નમઃ :- અભ્યાસમાં ઉપયોગી ગ્રહણશક્તિ, તર્કશક્તિ વગેરે ગુણયુક્ત વિશાળ બુદ્ધિવાળા.

૭૭.    ૐ શ્રી અધીતાખિલસચ્છાસ્ત્રાય નમઃ :- વેદો, તેનાં અંગો, ધર્મશાસ્ત્રો પુરાણો વગેરે સર્વ સત્શાસ્ત્રોનો અભ્યાસ કરનારા.

૭૮.    ૐ શ્રી સામગાય નમઃ :- સામવેદનું નિયમિત ગાન કરનારા.

૭૯.    ૐ શ્રી નિરહંકૃતયે નમઃ :- અહંકારરહિત.

૮૦.    ૐ શ્રી પ્રસૂપદિષ્ટસાગાત્મભક્તાય નમઃ :- (પોતાની માતા ભક્તિદેવીને) અંગે સહિત પોતાની નિષ્કામ ભક્તિનો ઉપદેશ આપનારા.

૮૧.    ૐ શ્રી અજ્ઞાનહારકાય નમઃ :- (ભક્તિમાતાનું) અજ્ઞાન ટાળનારા.

૮૨.    ૐ શ્રી પિતૃપ્રત્તાત્મવિજ્ઞાનાય નમઃ :- પોતાના પિતા ધર્મદેવને સ્વસ્વરૂપનું જ્ઞાન આપનારા.

૮૩.    ૐ શ્રી પિતૃદિવ્યગતિપ્રદાય નમઃ :- પિતાને દિવ્યગતિ આપનારા.

૮૪.    ૐ શ્રી નિરાશાય નમઃ :- સ્ત્રી, ધન વગેરે પદાર્થના સુખની આશા રહિત.

૮૫.    ૐ શ્રી તીવ્રવૈરાગ્યાય નમઃ :- ગમે તેવા સુંદર, સમૃદ્ધ, પદાર્થો પ્રાપ્ત થાય તો પણ તે પદાર્થોમાં કયારેય પણ આસક્ત ન થાય તેવા ઉત્તમ વૈરાગ્યવાળા.

૮૬.    ૐ શ્રી નસંત્યક્તગૃહબાંધવાય નમઃ :- ઘર, ભાઇઓ, કુટુંબ વગેરેનો સર્વ રીતે ત્યાગ કરનારા.

૮૭.    ૐ શ્રી વર્ણિવેષાય નમઃ :- બ્રહ્મચારીનો વેષ ધારણ કરનારા.

૮૮.    ૐ શ્રી મહાસત્ત્વાય નમઃ :- અત્યંત ધૈર્યવાળા. પોતે કરેલા નિર્ણયમાં અત્યંત મક્કમ.

૮૯.    ૐ શ્રી સ્વજનજ્ઞાતનિર્ગમાય નમઃ :- પોતાનાં સંબંધીઓને ખબર ન પડે તે રીતે ઘેરથી ચાલી નીકળેલા.

૯૦.    ૐ શ્રી અંસલંબિતસચ્છાસ્ત્રસારોદ્ધારાલ્પપુસ્તકાય નમઃ :- સત્શાસ્ત્રોના સારરૂપ નાના પુસ્તકનાગુટકાને ખભા ઉપર રાખનારા.

૯૧.    ૐ શ્રી ગણેશસ્મરણાય નમઃ :- વનવાસ જવામાં તથા તપશ્ચર્યા કરવામાં રોઇ વિલંબ ન આવે તે માટે તેમણે ભગવાન શ્રીગણેશનું સ્મરણ કર્યું હતું.

૯૨.    ૐ શ્રી તીર્ણસરય્વે નમઃ :- સરયૂ નદીને તરીને સામે કાંઠે જનારા.

૯૩.    ૐ શ્રી દૈત્યમોહનાય નમઃ :- દૈત્ય મોહ પામે તેવી ચેષ્ટા કરનારા.

૯૪.    ૐ શ્રી વનવાસરુચે નમઃ :- વનમાં વસવાની જ ઇચ્છાવાળા.

૯૫.    ૐ શ્રી શ્રાદ્ધાય નમઃ :- ગુરુનાં, વેદોનાં, સત્‌-શાસ્ત્રોનાં વચનો સત્ય છે તેવો દૃઢ નિશ્ચય રાખનારા.

૯૬.    ૐ શ્રી વિપ્રેન્દ્રાય નમઃ :- બ્રહ્મચારીમાં શ્રેષ્ઠ.

૯૭.    ૐ શ્રી નૈષ્ઠિકાગ્રણ્યે નમઃ :- નૈષ્ઠિક બ્રહ્મચારીમાં અગ્રગણ્ય.

૯૮.    ૐ શ્રી હિમાદ્રિસાનુચરણાય નમઃ :- હિમાલયમાં શિખરોમાં વિચરણ કરનારા.

૯૯.    ૐ શ્રી નિર્ભયાય નમઃ :- વનમાં વાઘ, સિંહ, અજગર વગેરે પ્રાણી મળે તો પણ ભય નહિ પામનારા.

૧૦૦.   ૐ શ્રી ભીતભૈરવાય નમઃ :- કાળભૈરવને પણ ભય પમાડનારા.