સર્વમંગલ નામાવલિ અર્થસહિત ૧૦૧-૨૦૦

Submitted by swaminarayanworld on Wed, 04/01/2017 - 12:30pm

૧૦૧.   ૐ શ્રી નિઃશંકસંસ્થાય નમઃ :- ભૈરવ, ભૂત વગેરે પોતાને મારવા દોડી

આવ્યા. ભયંકર રાત્રિ હતી. છતાં પણ ભયની શંકા રાખ્યા વગર આખી રાત્રિ ધ્યાનમાં બેસી રહેનારા.

૧૦૨.   ૐ શ્રી હનુમદ્દત્તસ્વાદુફલાસયાય નમઃ :- હનુમાનજીએ આપેલાં સ્વાદુફળો જમનારા.

૧૦૩.   ૐ શ્રી પુલહાશ્રમવાસાય નમઃ :- પુલહાશ્રમમાં વસનારા.

૧૦૪.   ૐ શ્રી અર્કપ્રીણનાય નમઃ :- સૂર્યને પ્રસન્ન કરનારા.

૧૦૫.   ૐ શ્રી અર્કસમીક્ષણાય નમઃ :- સૂર્ય સામું એકાગ્રદૃષ્ટિથી સતત જોનારા.

૧૦૬.   ૐ શ્રી ઊર્ધ્વદોષણે નમઃ :- બે હાથ ઉંચા રાખીને તપ કરનારા.

૧૦૭.   ૐ શ્રી એકપાદસ્થાય નમઃ :- એક પગે ઊભા રહીને તપ કરનારા.

૧૦૮.   ૐ શ્રી વિસ્માપિતતપોધનાય નમઃ :- ત્યાંના તપસ્વીઓ પણ વિસ્મય પામે તેવું તપ કરનારા.

૧૦૯.   ૐ શ્રી કૃશાય નમઃ :- તપશ્ચર્યાને કારણે અત્યંત દૂબળા શરીરવાળા.

૧૧૦.   ૐ શ્રી મહાતપસે નમઃ :- કળિયુગમાં સામાન્ય માનવીથી ન થઇ શકે તેવું કઠિન તપ કરનારા.

૧૧૧.   ૐ શ્રી શુદ્ધાય નમઃ :- મન અને શરીરને પવિત્ર રાખનારા.

૧૧૨.   ૐ શ્રી ભક્તિધર્મનિસેવિતાય નમઃ :- ભક્તિ ધર્મ વડે સેવાયેલા.

૧૧૩.   ૐ શ્રી ગોપાલયોગિસંપ્રાપ્તસાંગયોગાય નમઃ :- ગોપાલયોગી પાસે અંગો સહિત યોગનો અભ્યાસ કરીને સમાધિસિદ્ધિ પ્રાપ્ત કરનારા.

૧૧૪.   ૐ શ્રી અતિધૈર્યવતે નમઃ :- અતિ ધીરજવાળા.

૧૧૫.   ૐ શ્રી યોગક્રિયાપટવે નમઃ :- યોગક્રિયા શીખવામાં હોશિયાર.

૧૧૬.   ૐ શ્રી કર્ત્રે નમઃ :- નિત્ય નિયમિત, નિયત સ્થાને યોગક્રિયા કરનારા. (સ્વતંત્રતાપૂર્વક જગતસર્જન વગેરે કરનારા.)

૧૧૭.   ૐ શ્રી કૃતજ્ઞાય નમઃ :- પોતાનું કામ કરનારાનું કામ આદરપૂર્વક કરી આપનારા.

૧૧૮.   ૐ શ્રી ભૂરિતીર્થકૃતયે નમઃ :- ઘણા તીર્થોની યાત્રા કરનારા.

૧૧૯.   ૐ શ્રી ભ્રહ્માત્મસંસ્થિતાયે નમઃ :- અક્ષરબ્રહ્મની સાથે પોતાના આત્માની એકતા કરી, આત્મ સ્થિતિમાં સતત રહેનારા.

૧૨૦.   ૐ શ્રી શાંતાય નમઃ :- શાંત મનવાળા, શાંત સ્વભાવવાળા.

૧૨૧.   ૐ શ્રી સિદ્ધવલ્લભપૂજિતાય નમઃ :- સિદ્ધવલ્લભ રાજાએ પૂજેલા.

૧૨૨.   ૐ શ્રી ગોપાલરક્ષકાય નમઃ :- સેવક ગોપાલદાસની રક્ષા કરનારા.

૧૨૩.   ૐ શ્રી સિદ્ધદર્પઘ્ને નમઃ :- સિદ્ધોનું અભિમાન ઉતારનારા.

૧૨૪.   ૐ શ્રી માંંત્રિકાર્ચિતાય નમઃ :- મંત્ર તંત્ર જાણનારા સિદ્ધોએ અભિમાન તજીને આદરપૂર્વક પૂજેલા.

૧૨૫.   ૐ શ્રી તૈલંગવિપ્રદોષઘ્નાય નમઃ :- તામિલ દેશના બ્રાહ્મણનો દોષ ટાળનારા.

૧૨૬.   ૐ શ્રી કૃત્યાભીષણદર્શનાય નમઃ :- દૃષ્ટિમાત્રથી જ કૃત્યાઓ. વીર કાલિકા વગેરેને બય પમાડનારા.

૧૨૭.   ૐ શ્રી પિબૈકમાનઘ્ને નમઃ :- પિબેકનું અભિમાન ટાળનારા.

૧૨૮.   ૐ શ્રી કાલભૈરવત્રાસદેક્ષણાય નમઃ :- કાળભૈરવને દૃષ્ટિમાત્રથી જ ત્રાસ આપનારા.

૧૨૯.   ૐ શ્રી જગન્નાથપુરાવાસાય નમઃ :- જગન્નાથપુરીમાં વસનારા.

૧૩૦.   ૐ શ્રી આસુરાવેશહૃદે નમઃ :- અસુરોના આવેશનો નાશ કરનારા.

૧૩૧.   ૐ શ્રી વિભવે નમઃ :- ઐશ્વર્યવાળા - વ્યાપક.

૧૩૨.   ૐ શ્રી ધાર્મિકાય નમઃ :- આ વર્ણી સ્વધર્મનું ચુસ્ત રીતે પાલન કરનારા છે તથા ધર્મના પુત્ર નારાયણના અવતારરૂપ આ વર્ણી છે તેમ સમાજમાં પ્રસિદ્ધ પામેલા હતા.

૧૩૩.   ૐ શ્રી અસુરગુર્વોઘોચ્છેદહેતવે નમઃ :- અસુર ગુરુઓના સમૂહનો નાશ થવામાં નિમિત્તરૂપ.

૧૩૪.   ૐ શ્રી અવિક્રિયાય નમઃ :- નિર્વિકારી

૧૩૫.   ૐ શ્રી સત્રધર્માર્ચિતાય નમઃ :- સત્રધર્મા રાજાએ પૂજેલા.

૧૩૬.   ૐ શ્રી કાંતાય નમઃ :- સ્વભાવે સરળ અને શારીરિક સૌંદર્યવાળા હોવાથી દર્શનીય.

૧૩૭.   ૐ શ્રી સ્વપ્રતાપક્ષિતાસુરાય નમઃ :- પોતાના પ્રતાપથી અસુરોનો નાશ કરનારા.

૧૩૮.   ૐ શ્રી નાનાતીર્થકૃતાવાસાય નમઃ :- તીર્થયાત્રા નિમિત્તે અનેક તીર્થોમાં વસનારા.

૧૩૯.   ૐ શ્રી પ્રાવૃડ્‌ભ્રાવકાશકૃતે નમઃ :- વર્ષાઋતુમાં અભ્રાવકાશ - વ્રત કરનારા.

૧૪૦.   ૐ શ્રી ગ્રીષ્મસાધિતપંચાગ્ને નમઃ :- ઉનાળામાં તડકામાં બેસીને પંચધૂણી તાપીને તપ કરનારા.

૧૪૧.   ૐ શ્રી શિશિરાંબુસ્થિતયે નમઃ :- શિયાળામાં ઠંડા પાણીના ઊંડા ઘરામાં રહીને તપ કરનારા.

૧૪૨.   ૐ શ્રી શુચયે નમઃ :- અત્યંત તેજસ્વી, મન, વાણી અને શરીર દ્વારા અસત્‌-ક્રિયા નહિ કરનારા, અતિપવિત્ર, પોતાની દૃષ્ટિ વડે બીજાને પવિત્ર કરનારા.

૧૪૩.   ૐ શ્રી નિર્માનાય નમઃ :- માનરહિત, ભગવાનના ભક્તો સાથે માન રહિત વરતનારા બીજા પાસેથી સન્માનની ઇચ્છા નહિ રાખનારા.

૧૪૪.   ૐ શ્રી નિર્મયાય નમઃ :- શરીરમાં, ભૌતિક પદાર્થોમાં. સંબંધી-સ્નેહીમાં તથા સેવકોમાં કોઇપણ જાતનું મમત્વ નહિ રાખનારા.

૧૪૫.   ૐ શ્રી અસ્નેહાય નમઃ :- ભગવાન સિવાય બીજે હેત નહીં રાખનારા.

૧૪૬.   ૐ શ્રી નિષ્કામાય નમઃ :- ભગવાન્‌- પ્રસન્નતા સિવાય કોઇપણ જાતની ઇચ્છા નહીં રાખનારા.

૧૪૭.   ૐ શ્રી નિર્જિતેન્દ્રિયાય નમઃ :- સર્વ રીતે સર્વ ઇન્દ્રિયોનું નિયમ કરીને તપ કરનારા.

૧૪૮.   ૐ શ્રી જિતનિદ્રાય નમઃ :- ધ્યાન, જપ વગેરે સત્‌-ક્રિયામાં નિદ્રા મહાન વિઘ્નરૂપ છે તે નિદ્રાને ટાળીને, જીતીને તપ કરનારા.

૧૪૯.   ૐ શ્રી જિતક્રોધાય નમઃ :- ગમે તેવા પ્રતિકૂળતાના પ્રસંગોમાં પણ ગુસ્સે નહીં થનારા.

૧૫૦.   ૐ શ્રી નિર્મદાય નમઃ :- કોઇપણ પ્રકારનો ગર્વ નહીં રાખનારા.

૧૫૧.   ૐ શ્રી નિઃસ્પૃહાય નમઃ :- ઉત્તમ વસ્તુની પણ સ્પૃહા નહિ કરનારા.

૧૫૨.   ૐ શ્રી અચલાય નમઃ :- આપત્તકાળમાં પણ સ્વધર્મનું ચુસ્ત પાલન કરનારા. ગમે તેવાં દુઃખ દેનારાઓ આવે છતાં પણ દૃઢ રહેનારા.

૧૫૩.   ૐ શ્રી કૃચ્છવ્રતિને નમઃ :- કૃચ્છ્ર, ચાંદ્રાયણ વગેરે વ્રતો કરીને તપ કરનારા.

૧૫૪.   ૐ શ્રી સત્યવાદિને નમઃ :- પોતાનું તથા બીજાનું શ્રેય થાય તેવું સત્ય બોલનારા.

૧૫૫.   ૐ શ્રી ક્ષમિણે નમઃ :- બીજાઓના અપરાધોને સહન કરનારા.

૧૫૬.   ૐ શ્રી ધર્મનિસંતાનાય નમઃ :- તપ કરવાથી અત્યંત દૂબળા શરીરમાં સર્વ નાડીઓ સ્પષ્ટ દેખાય તેવા પાતળા શરીરવાળા.

૧૫૭.   ૐ શ્રી જિતત્ર્યવસ્થાય નમઃ :- જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ - આ ત્રણ અવસ્થાથી પર તુરીય અવસ્થામાં બ્રહ્મસ્થિતિમાં રહીને તપ કરનારા.

૧૫૮.   ૐ શ્રી મેધાવિને નમઃ :- અતિ ઉત્તમ બુદ્ધિવાળા.

૧૫૯.   ૐ શ્રી દંભહીનાય નમઃ :- દંભ વગર નિષ્કપટ વર્તનારા.

૧૬૦.   ૐ શ્રી તપોધનાય નમઃ :- તપરૂપી શ્રેષ્ઠ ધનવાળા.

૧૬૧.   ૐ શ્રી  ઉપવીતિને નમઃ :- બ્રહ્મચારી હોવાથી એક જ જનોઇ પહેરનાર.

૧૬૨.   ૐ શ્રી વલ્કવાસસે નમઃ :- વૃક્ષની છાલમાંથી બનાવેલાં વસ્ત્રો (વલ્કલ) પહેરનારા.

૧૬૩.   ૐ શ્રી તરુમૂલનિકેતનાય નમઃ :- દરેક સ્થાનમાં વૃક્ષ નીચે નિવાસ કરનારા.

૧૬૪.   ૐ શ્રી અહિંસવૃત્તયે નમઃ :- સર્વ રીતે અહિંસાપૂર્વક જીવન-નિર્વાહ કરનારા.

૧૬૫.   ૐ શ્રી તેજસ્વિને નમઃ :- અત્યંત પ્રભાવશાળી, પોતાના પ્રભાવથી અધર્મનો નાશ કરનારા, તમોગુણી જીવોનાં પણ પાપ અને અજ્ઞાનને ટાળવા સમર્થ.

૧૬૬.   ૐ શ્રી નિર્નિમેષવિલોચનાય નમઃ :- મટકારહિત નયન મડે એકધારી  સ્થિર દૃષ્ટિ રાખી જપ, તપ, કરનારા.

૧૬૭.   ૐ શ્રી ધનુર્મુક્તેષુગમનાય નમઃ :- ધનુષમાંથી છૂટેલું બાણ જેમ વેગમાં જાય તેમ ઉતાવળી ગતિથી ચાલનારા.

૧૬૮.   ૐ શ્રી બ્રહ્મદર્શિને નમઃ :- બ્રહ્મસ્વરૂપ પોતાના આત્માનો સાક્ષાત્કાર કરનારા.

૧૬૯.   ૐ શ્રી મહામતયે નમઃ :- મહાબુદ્ધિશાળી, અત્યંત જ્ઞાની.

૧૭૦.   ૐ શ્રી અયાચિતાહૃતાહારાય નમઃ :- માગ્યા વિના મળેલ ભિક્ષા જમનારા, સ્વેચ્છાથી કોઇ ફળફૂલ લાવીને પોતા પાસે મૂકે તે જમનારા, જમવા માટે કોઇ પણ પાસે કંઇ પણ વસ્તુ નહિ માગનારા.

૧૭૧.   ૐ શ્રી નિદ્‌ર્વન્દ્વાય નમઃ :- પોતે આત્મનિષ્ઠ હોવાથી રાગ, દ્વેષ, સુખ, દુઃખ શોક, મોહ આ બધાં દ્વન્દ્વોથી રહિત.

૧૭૨.   ૐ શ્રી નિષ્પરિગ્રહાય નમઃ :- ભાગ્ય પદાર્થનો સંગ્રહ નહિ કરનારા.

૧૭૩.   ૐ શ્રી વાય્વાહારાય નમઃ :- માત્ર વાયુ ભક્ષણ કરીને જ રહેનારા.

૧૭૪.   ૐ શ્રી જલાહારાય નમઃ :- કયારેક માત્ર જળપાન કરીને જ રહેનારા.

૧૭૫.   ૐ શ્રી મિતાહારાય નમઃ :- કયારેક બહુ થોડો આહાર કરનારા.

૧૭૬.   ૐ શ્રી અક્ષતાંગકાય નમઃ :- કોઇ દિવસ ક્યારેય પણ જેને શરીરમાં કાંઇપણ લાગેલ નથી, સર્વાંગ સંપૂર્ણ.

૧૭૭.   ૐ શ્રીજ્ઞાનિને નમઃ :- પ્રતિકૂળ સંયોગોમાં પણ પોતાના આત્મ-સ્વરૂપને ક્ષણવાર નહિ ભૂલનાર, સતત આત્માનુસંધાન રાખનારા. સર્વ પ્રકારના જ્ઞાનવાળા.

૧૭૭.   ૐ શ્રીજ્ઞાનિને નમઃ :- હમેશાં આત્મ-પરમાત્માનું ધ્યન કરનારા.

૧૭૯.   ૐ શ્રી જિતસ્વાદાય નમઃ :- રસાસ્વાદને જીતનારા, દેહ ટકાવવા માટે જ જે મળે તે જમનારા.

૧૮૦.   ૐ શ્રી પ્રત્યાહારહઠાય નમઃ :- ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી તે ‘પ્રત્યાહાર.’ ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળીને આત્મસ્વરૂપમાં રાખવાનો સતત આગ્રહ રાખનારા.

૧૮૧.   ૐ શ્રી અસ્મયાય નમઃ :- મન, ઇન્દ્રિયોને સ્વાધીન રાખવા યોગસિદ્ધિ, જ્ઞાન, તપ વગેરે અસાધારણ બ્રહ્મસંપત્તિ હોવા છતાં ગર્વરહિત નમ્રતાવાળા.

૧૮૨.   ૐ શ્રી પાવનાય નમઃ :- તપઃપૂર્ણ બ્રહ્મતેજ હોવાથી સ્વદૃષ્ટિથી જ વન્ય પ્રાણીઓને પવિત્ર કરનારા.

૧૮૩.   ૐ શ્રી તૈર્થિકગુરવે નમઃ :- તીર્થ યાત્રિકોના ગુરુ.

૧૮૪.   ૐ શ્રી વર્ણિરાજાય નમઃ :- બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ. વનમાં એકલા રહીને કોઇના સહવાસમાં બંધાયા વગર દૃઢપણે બ્રહ્મચર્યનું પાલન કરનારા.

૧૮૫.   ૐ શ્રી દયાકરાય નમઃ :- દયાના અખૂટ ભંડારરૂપ.

૧૮૬.   ૐ શ્રી જટિને નમઃ :- માથાના સ્વાભાવિક વાળની નાની જટા રાખનારા.

૧૮૭.   ૐ શ્રી કૌપીનવસનાય નમઃ :- કોપીનરૂપ વસ્ત્ર પહેરનારા.

૧૮૮.   ૐ શ્રી શાલગ્રામતૃષાહરાય નમઃ :- શાલિગ્રામને જળપાન કરાવી તૃપ્ત કરનારા.

૧૮૯.   ૐ શ્રી શિવાપ્તસક્તવે નમઃ :- શંકર અને પાર્વતીજીએ આપેલ સાથવો શાલિગ્રામને ધરીને જમનારા.

૧૯૦.   ૐ શ્રી અક્ષોભ્યાય નમઃ :- ક્ષોભ રહિત. (વિપરીત સંજોગોમાં પણ સ્વધર્મપાલનથી ચલાયમાન નહિ થનારા.)

૧૯૧.   ૐ શ્રી નિઃસંગાય નમઃ :- અસંગી. (ગ્રામ્યવાર્તા ન સંભળાય એ હેતુથી કોઇનો સંગ નહિ કરનારા.)

૧૯૨.   ૐ શ્રી અધ્યાત્મવિત્તમાય નમઃ :- અધ્યાત્મતત્ત્વોને જાણનારાઓમાં શ્રેષ્ઠ.

૧૯૩.   ૐ શ્રી સદાસમાધયે નમઃ :- હમેશાં નિયમિત સમાધિનો અભ્યાસ કરનારા.

૧૯૪.   ૐ શ્રી આનંદિને નમઃ :- સ્વયં આનંદસ્વરૂપ અને બીજાને આનંદ આપનારા.

૧૯૫.   ૐ શ્રી નિર્દોષાય નમઃ :- દોષરહિત.

૧૯૬.   ૐ શ્રી દોષનાશનાય નમઃ :- દોષોને નાશ કરાવનારા.

૧૯૭.   ૐ શ્રી કાંતારગતયે નમઃ :- અત્યંત ગાઢ વનમાય ઇચ્છા મુજબ વિચરનારા.

૧૯૮.   ૐ શ્રી એકાકિને નમઃ :- બીજાની સહાયતા નહિ લેનારા.

૧૯૯.   ૐ શ્રી સર્વાસાધુગુણાલયાય નમઃ :- કલ્યાણકારી સર્વ સદ્‌ગુણોના સ્થાનરૂપ.

૨૦૦.   ૐ શ્રી તૈર્થિકાય નમઃ :- તીર્થમાં પાળવા યોગ્ય નિયમોનું પાલન કરીને તીર્થયાત્રા કરનારા.