જમો થાળ મેવાનો શ્રીજી, ઠંડાં જળપાન કરોજી

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 10:46pm

મેવાનો થાળ

(જમો થાળ જીવન જાઉં વારી, એ રાગ.)

જમો થાળ મેવાનો શ્રીજી, ઠંડાં જળપાન કરોજી...ટેક.

સીતાફળ કેળાં સોનેરી, જામફળ પપૈયાં કેરી;

લીલી દ્રાક્ષ જમોને લ્હેરી... જમો૦ ૧

સંતરાં ચીકુ સફરજન, મોસંબી દાડમ મનરંજન;

જમો મેવા દુઃખ ભંજન... જમો૦ ૨

તરબુચ ફણસ ને  તળીયાં, મનોહર ચીભડાં મળીયાં;

કાકડી ચોળા મગફળીયાં... જમો૦ ૩

ખારેક ખજુર ખલેલાં, કરમદાં રાણું સુધારેલાં;

જમો આપ જાંબુ અલબેલા... જમો૦ ૪

પોંક ઘઉં બાજરીનો  તાજો, ઝીંઝરાં ઓળા જમી લેજો;

કૃપા કરી જોઈએ  તે કહેજો... જમો૦ ૫

ટોપરાં સાકર પતાસાં, કાજુ આલુ અંજીર લાસાં;

બદામ પીસ્તાના મુખવાસ... જમો૦ ૬

સુકા લીલા મેવા સહુ લેજો, રાજેશ્વર રાજી રાજી રહેજો;

દાસ માવ પ્રસાદી દેજો... જમો૦ ૭

Facebook Comments