(૦૭) ભક્ષ્યાભક્ષ્ય પ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:44pm

ભક્ષ્યાભક્ષ્ય પ્રકરણમ્ (૭)

 

તિરસ્કાર કરીને આપેલું અન્ન, કેશ-કીટવાળું, ખાટું થઈ ગયેલું, વાસી, ઊચ્છિષ્ટ, શ્વસ્પૃષ્ટ, પતિતાવલોકિત, રજસ્વલાસ્પૃષ્ટ, કોણ ખાશે? એમ કહીને આપેલું, અન્ય માટે બનાવેલું, ગાય દ્વારા સૂંઘેલું, કોઈપણ પક્ષીએ ઊચ્છિષ્ટ કરેલું અને જાણીને પગથી સ્પર્શ કરેલું અન્ન કયારેય ન ખાવું.૧૬૮

ધ્રુતાદિકથી સ્નેહયુકત ચિરસમય સુધી રહેલું હોય તો પણ ખાવું .ઘઉં, જવ અને દૂધથી ર્નિમિત ભોજન ચીકાશયુકત ન હોય છતાં ચિરકાલોપરાન્ત હોય તો પણ ખાવું. ૧૬૯

સંધિની, જેને વિયાયે દસ દિવસ ન થયા હોય, અવત્સા, એવી ગાયનું દૂધ ન પીવું તથા સાંઠણી, એક ખૂરીવાળી ઘોડી વગેરે જંગલી પશુ, માદા અને ઘેટીનું દૂધ કયારેય ન પીવું. ૧૭૦

દેવતાઓને બલિદાન આપવા સિદ્ધ કરેલું અન્ન, હવન સામગ્રી, શિગ્રુ, (શોભાંજન સાગ)(સરગવો) વૃક્ષનો લાલ રસ, તથા વૃક્ષનું છેદન કરીને નિકરતો રસ, વિષ્ઠા સ્થાનમાં ઊત્પન્ન થયેલ અન્ન અને કવક (બિલાડીના ટોપ) આદિનું ભોજન ન કરવું. ૧૭૧ ।

શબનું માંસ ખાનારો ગીધ, ચાતક, પોપટ, ચાંચથી ભાંગીને ખાનાર બાજ પક્ષી, સારસ, એક ખરીવાળો ઘોડો વગેરે પશુઓ, હંસ અને ગામમાં રહેતાં પક્ષીઓનું ભક્ષણ ન કરવું ૧૭૨

કૌંચ, જળ કુક્કટ્, ચક્રવાક, બગલા, બલાકા, નખથી ચીરીને ખાતા ચકોર પક્ષી,   દેવતાઓના નિમિત્ત વિનાના વૃથા કૃસર, સંયાવ, પાયસ, અપૂપ અને જલેબી વગેરેનું ભોજન ન કરવું. ૧૭૩

ગ્રામચટક- ચકલા, જંગલી કાગડો, કુરર (ક્રૌંચ) જંગલી મૂર્ગા, જાલપાદ (કલહંસ) ખંજર પક્ષી તથા અન્ય અજ્ઞાત જાતિવાળા પક્ષીઓનું ભક્ષણ ન કરવું. ૧૭૪

ચાષ તથા રકતપાદ પક્ષી, સૌન તથા વલ્લૂરમાંસ અને મત્સ્ય પણ અભક્ષ્ય છે. આ ત્રણેયનું માંસ જો જાણી જોઈને ખવાય તો ત્રણ દિવસ સુધી ઊપવાસ કરવો. ૧૭૫

ડુંગળી, ગામનું ભૂંડ, છત્રાક (બિલાડીનો ટોપ) ગ્રામકુક્કટ, લસણ, અને ગૃઞ્જન જો ખાય તો ચાંદ્રાયણ કરવું. ૧૭૬

શ્વાવિધ, પાટલા ઘો, કાચબો, શલ્લક, સસલું, એ પાંચ નખવાળા પ્રાણીઓના ભક્ષણમાં દોષ નથી. મત્સ્યમાં પણ સહિ, રોહિત, પાટીન, રાજિવ અને સશલ્ક વગેરે  દ્વિજાતિઓને માટે ભક્ષ્ય યોગ્ય હોય છે. હવે માંસભક્ષણનો વિધિ અને ત્યાગ કહે છે તે નિયમ સાંભળો.૧૭૭-૧૭૮

માંસ વિના પ્રાણસ્થિતિ કઠિન હોય, શ્રાદ્ધમાં, પ્રોક્ષણ (શ્રોત સંસ્કાર) નામક સંસ્કારમાં, બ્રાહ્મણના ભોજનમાં અથવા દેવ પિતૃ કાર્યને સિદ્ધ કરવા માંસ, અવશિષ્ટ માંસ ખાવામાં કોઈ દોષ નથી.૧૭૯

જે કોઈ પણ પ્રકારના વિધિ વિના પશુનો વધ કરનાર દુરાચારી હોય તે, પશુના શરીર ઊપર રહેલા રોમ છે તેચલા દિવસ તે ઘોર નરકમાં વાસ કરે છે. ૧૮૦

જે મનુષ્ય કયારેય પણ માંસનું ભક્ષણ કરતો નથી તેના બધાજ મનોરથો પૂર્ણ થાય છે અને તે અશવમેઘયજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે. ૧૮૧

ઈતિ ભક્ષ્યાભક્ષ્ય પ્રકરણમ્