મોરે મન ભાયે રે, આલી મોરે મન ભાયે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:30pm

રાગ : વિભાસ

 

પદ - ૧

મોરે મન ભાયે રે, આલી મોરે મન ભાયે,

નંદકો દુલારો પ્યારો, મોરે મન ભાવે. ટેક

રાતે મદમાતે નેન, બોલત મધુરે બેન,

શીરપેં અમુલ નીકી, પગીઆં બનાયે. નં૦ ૧

હીમ પુંચી સોહે હાથ, ગ્વાલ બાલ લીયે સાથે,

નીરખી સલુણો નાથ, અતિ સુખ પાયે. નં૦ ૨

કેશર તીલક ભાલ, ગલ મોતીહુંકી માળ,

રસકે રસીલો લાલ, સુંદર સોહાયે. નં૦ ૩

પહેરી વસન પીત, રાજત અજબ રીત,

બ્રહ્માનંદહુંકે મીત, ચિત્ત લલચાયે. નં૦ ૪

 

પદ - ૨

સાંવરો ગુમાની દેખો, સાંવરો ગુમાની,

રસકે રસીલો છેલો, સાંવરો ગુમાની. ટેક૦

ચલત અનોખી ચાલ, ઓઢકે લીયે દુસાલ,

શીરપેં કલંગી લાલ, મોરે મન માની. રસ. ૧

સુંદર શ્રવન વામ, તીલ બીંદુ સોહે શ્યામ,

નીરખી લજીત કામ, છબી સુખ દાની. રસ. ૨

ગોરેહી સલુને ગાત, છબી બરતી ન જાત,

ચિત્તકું હરાત થાકી, મુખહુંકી બાની. રસ. ૩

નીરખી નંદકો નંદ, પર્યો ગલે પ્રેમ ફંદ,

બ્રહ્માનંદ તન ધન, કીયે કુરબાની. રસ. ૪

 

પદ - ૩

નંદકો દુલારો પ્યારો, નંદકો દુલારો,

સાંવરો સુજાન પ્યારો, નંદકો દુલારો. ટેક.

અજબ રંગીલી અંખી, પ્રફુલ સરોજ પંખી,

છેલો ગિરિધારી વન, મારી મતવારો. સાં૦ ૧

કેસર તીલક કીયે, મોતીહુંકી માલ હીયે,

મેનકો હટાવે માન, નેનકો નજારો. સાં૦ ૨

ખેલે ગોપી ગ્વાલ સંગ, રાજે પીયા નવ રંગ,

ભુષન વસન અંગ, અતિસે ઉદારો. સાં૦ ૩

બંસીકી બજાવે તાન, કુંવર છબીલો કાન,

બ્રહ્માનંદ હુકો પ્રાણ, જીવન હમારો. સાં૦ ૪

 

પદ - ૪

કુંજકો વીહારી કહાનો, કુંજકો વીહારી;

મોરે મન માન્યો કહાનો, કુંજકો વીહારી. ટેક૦

ચંદનકી કીયે ખોર, અરૂન દગન કોર;

ચલત ગયંદ ચાલ, લાલ ગિરિધારી. મો૦ ૧

છબી રંગ છાઇ જયું, કલંગી શિર લટકાઇ;

શિરપેં બનાવ પાઘ, અતિ સુખકારી. મો૦ ૨

ભાલકી વીશાલ રેખે, પ્રેમી પ્રેમહુંસે દેખે;

જનમ સુફળ લેખે, વ્રજહુંકી નારી. મો૦ ૩

અતિસે ઉદાર સુખ, સાર પ્યાર યાહી સંગ;

બ્રહ્માનંદ વારવાર, જાત બલિહારી. મો૦ ૪

Facebook Comments