સર્વમંગલ નામાવલિ અર્થસહિત ૬૦૧-૭૦૦

Submitted by swaminarayanworld on Wed, 01/03/2017 - 7:38pm

૬૦૧.   ૐ શ્રી કૃતદિગ્વિજયાય નમઃ :- સર્વત્ર વિચરણ કરીને સભાઓ કરીને દુરાચારી પુરૂષોને શાસ્ત્રાર્થ દ્વારા પરાજિત કરનારા.

૬૦૨.   ૐ શ્રી અક્ષયાય નમઃ :- અખૂટ પ્રતાપ ઐશ્વર્યવાળા.

૬૦૩.   ૐ શ્રી ભક્તિધર્મકૃતાનન્દાય નમઃ :- ભક્તિ અને ધર્મને આનંદ આપનારા.

૬૦૪.   ૐ શ્રી સર્વમંગલદર્શનાય નમઃ :- જેમનાં દર્શન કરવાથી સર્વનું કલ્યાણ થાય છે.

૬૦૫.   ૐ શ્રી ઉત્તમાત્મને નમઃ :- જીવાત્માઓ કરતાં અત્યંત શ્રેષ્ઠ અર્થાત્‌ પરમાત્મા.

૬૦૫.   ૐ શ્રી ઉત્તમાત્મને નમઃ :- જયાબહેનને અત્યંત પ્રિય.

૬૦૭.   ૐ શ્રી લલિતેષ્ટવરપ્રદાય નમઃ :- લલિતાબહેનને ઇચ્છિત વરદાન આપનારા.

૬૦૮.   ૐ શ્રી મુકુંદસેવાસંતુષ્ટાય નમઃ :- મુકુંદાનંદ બ્રહ્મચારીની સેવાથી સંતોષ પામેલા.

૬૦૯.   ૐ શ્રી જયાનીતપયઃપિબાય નમઃ :- જયાબહેને ઘેલા નદીથી ભરીને લાવેલા જળનું પાન કરનારા.

૬૧૦.   ૐ શ્રી નારાયણધૃતામત્રાય નમઃ :- નારાયણાનંદ બ્રહ્મચારીએ જેમની પાસે જળપાત્ર રાખ્યું છે.

૬૧૧.   ૐ શ્રી વાસુદેવત્તચંદનાય નમઃ :- વાસુદેવાનંદ વર્ણીએ લાવેલા ચંદનનો સ્વીકાર કરનારા.

૬૧૨.   ૐ શ્રી ગોપાલમંજિતામત્રાય નમઃ :- ગોપાળાનંદ બ્રહ્મચારીએ જેણે શ્રીકૃષ્ણ પૂજનનાં વાસણો માજેલા છે.

૬૧૩.   ૐ શ્રી અખંડાપ્તાર્ચનસાધનાય નમઃ :- અખંડાનંદ બ્રહ્મચારી પાસે પૂજામાં ઉપયોગી બધાં સાધનો એકત્રિત કરાવનારા.

૬૧૪.   ૐ શ્રી ઉમાનાછઆપ્તપુષ્પાદયે નમઃ :- ઉમાભાઇ અને નાથાભાઇ દ્વારા પૂજામાં ઉપયોગી પુષ્પાદિક મેળવનારા.

૬૧૫.   ૐ શ્રી જયપ્રક્ષાલિતાંબરાય નમઃ :- જયાનંદ બ્રહ્મચારી જેમનાં વસ્ત્રો ધોવે છે.

૬૧૬.   ૐ શ્રી લલિતાસંસ્કૃતાન્નાદયે નમઃ :- જેમને માટે લલિતાએ અન્ન, લોટ, શાક, વગેરે જોઇને સાફ કરીને તૈયાર કરેલ છે.

૬૧૭.   ૐ શ્રી પંચાલ્યાલિપ્તપાકભુવે નમઃ :- પંચાલીએ લીપેલું છે રસોડું જેનું.

૬૧૮.   ૐ શ્રી અવરામાર્જિતાવાસાય નમઃ :- અવરાએ (નાની બા) વાળીને સાફ કરેલ છે નિવાસ સ્થાન જેનું.

૬૧૯.   ૐ શ્રી શિવોપાનીતપાદુકાય નમઃ :- શિવરામ ભટ્ટે સમીપમાં લાવી આપેલ છે ચાખડીઓ જેમની.

૬૨૦.   ૐ શ્રી દયગોવિંદાપ્તવન્યાય નમઃ :- દયાનંદ બ્રહ્મચારી અને ગોવિંદાનંદ બ્રહ્મચારીએ વનમાંથી લાવી આપેલ દાભડો, ઘ્રો, યજ્ઞસમિધો વગેરેથી નિત્ય હોમ કરનારા.

૬૨૧.   ૐ શ્રી મયરામાવિતાંબરાય નમઃ :- મયારામ ભટ્ટે સાચવેલા છે વસ્ત્રો જેમનાં.

૬૨૨.   ૐ શ્રી પ્રયાગોાક્તપુરાણાદયે નમઃ :- હમેશાં સવાર, બપોર યથાસમય પ્રાગજી પુરાણી પુરાણોની કથા વાંચે તેને સાંભળનારા.

૬૨૩.   ૐ શ્રી નિશાનિત્યકથાદરાય નમઃ :- સંધ્યા આરતી પછી રાત્રિએ હંમેશાં નિત્યાનંદ સ્વામી ગીતાભાષ્ય વગેરે વેદાંતશાસ્ત્રોની કથા વાંચે તેને આદરપૂર્વક સાંભળનારા.

૬૨૪.   ૐ શ્રી મુક્તબ્રહ્મસ્તુતયશસે નમઃ :- મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી હંમેશાં જેમને યશનાં કીર્તનો બનાવે છે તે.

૬૨૫.   ૐ શ્રી પ્રેમગીતગુણશ્રુતયે નમઃ :- પ્રેમાનંદ સ્વામીએ જેમનાં ગુણોને સંગીત સહિત ગાન કરી શકાય તેવાં કિર્તનો બનાવ્યાં છે તે અથવા પ્રેમાનંદ સ્વામીએ સંગીત સહિત સભામાં ગાયેલાં છે, ગુણનાં કિર્તનો જેમના.

૬૨૬.   ૐ શ્રી મહાનુભાવમુદિતાય નમઃ :- મહાનુભાવાનંદ સ્વામીની સેવાથી પ્રસન્ન થયેલા.

૬૨૭.   ૐ શ્રી શુકરક્ષિતપુસ્તકાય નમઃ :- શુકાનંદ સ્વામી પાસે પુસ્તકોની જાળવણી કરાવનારા.

૬૨૮.   ૐ શ્રી આનંદકલ્પિતાવાસાય નમઃ :- આનંદાનંદ સ્વામી દ્વારા મંદિરો કરાવનારા.

૬૨૯.   ૐ શ્રી સોમસૂરાદિપાર્ષદાય નમઃ :- સોમલાખાચર, સુરાખાચર વિગેરે ક્ષત્રિય ભક્તો શસ્ત્ર ધારણ કરીને અંગ રક્ષક તરીકે શ્રીહરિની હમેશાં સેવા કરતા.

૬૩૦.   ૐ શ્રી ય્રાાર્હકારિતાત્મીયસેવનાય નમઃ :- જે જે ભક્ત જેવા ગુણવાળો હોય તે ભક્તને તેવા પ્રકારની પોતાની સેવા કરવાનું કહેનારા.

૬૩૧.   ૐ શ્રી ભક્તકામદુહે નમઃ :- ભક્તોની ઇચ્છા પૂર્ણ કરનારા.

૬૩૨.   ૐ શ્રી નિબદ્ધોત્સવપર્યાયાય નમઃ :- ઉત્સવના ક્રમની વ્યવસ્થા કરનારા.

૬૩૩.   ૐ શ્રી વિજયોત્સવતોષિતાય નમઃ :- વિજયા દશમીના ઉત્સવમાં સંતોષ પામેલા.

૬૩૪.   ૐ શ્રી અન્નકુટકૃતાનુજ્ઞાય નમઃ :- અન્નકૂટ ઉત્સવ કરવાની સંમતી આપનારા.

૬૩૫.   ૐ શ્રી મહાસંભારહારકાય નમઃ :- અન્નકૂટોત્સવમાં ઉપયોગી સામગ્રીઓ વિપુલ પ્રમાણમાં દાદાખાચર દ્વારા એકત્રિત કરાવનારા.

૬૩૬.   ૐ શ્રી પત્રદૂતાહૂતભક્તાય નમઃ :- અન્નકૂટોત્સવ નિમિત્તે આમંત્રણ પત્રિકાઓ લખીને ભક્તોદ્વારા તે પત્રિકાઓ ગામોગામ પહોંચાડી અને તે દિવસે અન્નકૂટોત્સવના દર્શનાર્થે ભક્તોને ગઢપુર બોલાવનારા.

૬૩૭.   ૐ શ્રી પાકશાનાવલોકનાય નમઃ :- અન્નકૂટોત્સવ દર્શનાર્થે આવનાર ભક્તોની ભોજન વ્યવસ્થા માટે બે રસોડા જુદા જુદા કરેલા એક રસોડું સ્ત્રીઓ માટે અને બીજું રસોડું પુરૂષો માટે આ બન્ને રસોડાની વ્યવસ્થાનું ચોકસાઇ પૂર્વક નિરીક્ષણ કરનારા.

૬૩૮.   ૐ શ્રી પ્રત્યુદ્‌ગતમુનિવ્રતાય નમઃ :- આમંત્રણથી બોલાવેલા સંતોના મંડળો દર્શનાર્થે આવે છે. તેનું સાંભળીને તે સંતોના મંડળોનું સન્માન કરવા પોતે સ્વયં સામે જાય અને સંતોનું યથાયોગ્ય સન્માન કરનારા.

૬૩૯.   ૐ શ્રી માનિતાખિલવૈષ્ણવાય નમઃ :- અન્નકૂટોત્સવ દર્શનાર્થે આવેલા તમામ સંત હરિભક્તોનું યથાયોગ્ય સન્માન કરીને તેમને દર્શન આપીને મળીને તેમનું બહુમાન કરનારા.

૬૪૦.   ૐ શ્રી સત્પ્રીણનાય નમઃ :- આવેલા સંતોને દર્શન, ઉપદેશ, ઉતારા ભોજન વિગેરે તેમને સાનુકુળ ક્રીયાઓ કરીને તેમને રાજી કરનારા.

૬૪૧.   ૐ શ્રી ક્ષણસ્વાપાય નમઃ :- ઉત્સવ નિમીત્તે અત્યંત પ્રવૃત્તિ હોવાથી રાત્રીએ થોડીવાર જ શયન કરીને જાગનારા.

૬૪૨.   ૐ શ્રી દીપાલીમંગલાપ્લવાય નમઃ :- દીપાવલી પર્વ નિમીત્તે પ્રાતઃકાળમાં વિધિ પૂર્વક મંગલ સ્નાન કરનારા.

૬૪૩.   ૐ શ્રી બ્રાહ્મક્ષણાશુવિહિતનૈત્યકાય નમઃ :- બ્રાહ્મમુહૂર્તમાં પોતાનું નિત્ય કર્મ ઝટપટ આટોપી લેનારા.

૬૪૪.   ૐ શ્રી અખિલધર્મવેદિને નમઃ :- વિવિધ સમયના વિવિધ પ્રકારના ધર્મોને જાણનારા હોવાથી સ્વાસ્થ્ય, અસ્વાસ્થ્ય વિપત્તિ પ્રવાસ, ઉત્સવો વિગેરે સમયોચ્ચિત ધર્મને લક્ષમાં રાખીને તે પ્રમાણે પોતે વર્તનારા અને શિષ્યોને તે રીતે રહેવાનો ઉપદેશ આપનારા.

૬૪૫.   ૐ શ્રી ચારુચક્રકપીઠસ્થાય નમઃ :- કપાસથી ભરેલ સુંદર ગોળ ચાકડા ઉપર વિરાજમાન.

૬૪૬.   ૐ શ્રી ઉત્તમક્ષ્મેશપૂજિતાય નમઃ :- એ સમયે દીપાવલી પર્વ નિમીત્તે દાદાખાચરે ઘરેણાં, વસ્ત્રો, પુષ્પહારો, ચંદન વિગેરે સામગ્રીથી પ્રેમપૂર્વક પૂજેલા.

૬૪૭.   ૐ શ્રી ભક્તસ્વેક્ષાપ્રદાનોત્કાય નમઃ :- અન્નકૂટોત્સવ દર્શનાર્થે આવેલા સર્વ ભક્તોને સ્વદર્શન દેવામાં ઉત્સાહ વાળા.

૬૪૮.   ૐ શ્રી મયરામેક્ષણસ્મિતાય નમઃ :- (આજે દીવાળી પર્વ છે માટે શ્રીહરિ આ નવાં વસ્ત્ર પહેરે એવી વિનંતી કરૂં, એમ ધારીને નવાં વસ્ત્રની પોટલી કાંખમાં રાખીને) મયારામ ભટ્ટ આવ્યા તેને જોઇને મંદ મંદ હસતા.

૬૪૯.   ૐ શ્રી ભક્તસંપ્રીણનધૃતનૂતનાંશુકભૂષણાય નમઃ :- ભક્તોને રાજી કરવા માટે જ નવી વસ્ત્રો અને ઘરેણાંઓ પહેરનારા.

૬૫૦.   ૐ શ્રી અનર્ઘ્યપીતકૌશેયપરિધાનવિચક્ષણાય નમઃ :- કીંમતી રેશમી પીતાંબર પહેરવામાં ચતુર.

૬૫૧.   ૐ શ્રી મુકુટાકૃતિબંદ્ધશોણશીર્ષપટદ્યુતયે નમઃ :- મુકુટને આકારે બાંધેલી (સોનેરી છેડાવાડી) લાલ પાઘ જેના મસ્તક ઉપર જગમગે છે.

૬૫૨.   ૐ શ્રી સસ્વર્ણબિન્દુકૌસુંભસત્કંચુકધૃતિપ્રભાય નમઃ :- સોનેરી બુટ્ટાવાળી સુંદર કસુંબી ડગલી ધારણ કરીને અતિશે શોભતા.

૬૫૩.   ૐ શ્રી સ્કંધોલ્લસદ્ધૈમપટાય નમઃ :- સોનેરી તારવાળું ચડકતું સુંદર સેલું ખભા પર ધારણ કરનારા.

૬૫૪.   ૐ શ્રી કટિબદ્ધારુણાંશુકાય નમઃ :- સુંદર લાલ વસ્ત્રોથી કેડ ઉપર ભેટ વાળીને શોભતા.

૬૫૫.   ૐ શ્રી હેમાંગદલસદ્‌બાહવે નમઃ :- જેમના બન્ને હાથ સોનાના બાજુબંધથી શોભે છે.

૬૫૬.   ૐ શ્રી કર્ણશોભિતકુંડલાય નમઃ :- કાનમાં સુંદર મકરાકૃતિ કુંડળ ધારણ કરનારા.

૬૫૭.   ૐ શ્રી કંઠલંબિતસસ્વર્ણમુક્તાહારાલિશોભનાય નમઃ :- સોનાના દોરામાં ગુંથેલા સાચા મોતીના મોટા હારો કંઠમાં ધારણ કરનારા.

૬૫૮.   ૐ શ્રી ચંચત્સુવર્ણકટકશૃંખલાયકરદ્વયાય નમઃ :- ચડકતાં સોનાનાં કડાં તથા સોનાનાં સાંકડાંથી શોભાયમાન છે બન્ને હાથ જેના એવા.

૬૫૯.   ૐ શ્રી સદ્રત્નખચિતસ્વર્ણમુદ્રિકાશોભિતાંગુલયે નમઃ :- સુંદર રત્નો જડીત સોનાની વીંટીઓથી શાોભાયમાન છે હાથની આંગળીઓ જેની.

૬૬૦.   ૐ શ્રી સત્કેસરોર્ધ્વતિલકાય નમઃ :- (જેમના વિશાળ કપાળમાં) સુગંધી કેસર મીશ્રિત ચંદનથી કરેલું ઉર્ધ્વપુંડ્ર તિલક શોભે છે.

૬૬૧.   ૐ શ્રી સરક્તાક્ષતચન્દ્રકાય નમઃ :- તિલકની વચ્ચે કંકુવાળા ચોખા સહિત કંકુનો ચાંદલો કરનારા.

૬૬૨.   ૐ શ્રી અવંતસોલ્લસત્કર્ણાય નમઃ :- ફુલોના ગુચ્છોથી શોભાયમાન છે બન્ને કાન જેના.

૬૬૩.   ૐ શ્રી ચલત્કૌસુમશેખરાય નમઃ :- વિવિધ રંગના વિવિધ સુગંધવાળા ફુલોથી બનાવેલા તોરાઓ જેની પાઘમાં ઝુલે છે.

૬૬૪.   ૐ શ્રી સુગંધિપુષ્પહારાલિદર્શનીયાય નમઃ :- કંઠમાં રહેલાં સુગંધી પુષ્પોના હારોની પંકતિથી દર્શનીય.

૬૬૫.   ૐ શ્રી મનોહરાય નમઃ :- સરળતા, દયા, સ્નેહ વિગેરે સ્વસ્વરૂપના સ્વભાવિક ગુણોથી તથા સૌંદર્ય, ઓજસ, વિગેરે શારીરિક રૂપ ગુણોથી વસ્ત્રો,

ઘરેણાં, પુષ્પમાળાઓ વિગેરે બાહ્ય વેશ ભૂષાઓથી દર્શન કરનારાઓના ચિત્તને સર્વપ્રકારે પોતા તરફ આકર્ષિત કરનારા.

૬૬૬.   ૐ શ્રી ગજેન્દ્રગમનાય નમઃ :- ગંભીર ગજરાજ જેમ ચાલે તેવી ગતીથી ચાલનારા.

૬૬૭.   ૐ શ્રી અર્કાંશુચંચદ્વાસસે નમઃ :- સવારના ઉગતા સૂર્યના કીરણોથી જેના વસ્ત્રો ઝગમગ થાય છે.

૬૬૮.   ૐ શ્રી સ્મિતાનનાય નમઃ :- મંદ હાસ્યથી શોભાયમાન છે મુખકમળ જેમનું.

૬૬૯.   ૐ શ્રી ઉચ્ચરમ્યાસનાસીનાય નમઃ :- સુંદર ઉંચા સિંહાસનમાં વિરાજમાન.

૬૭૦.   ૐ શ્રી મુનિમંડલમધ્યગાય નમઃ :- સંતોની સભાના મધ્યભાગમાં વિરાજમાન.

૬૭૧.   ૐ શ્રી સોમવર્મોદ્‌ધૃતછત્રાય નમઃ :- જેમને માથે સોમલાખાચરે છત્ર ધારણ કર્યું છે.

૬૭૨.   ૐ શ્રી મુકુંદધૃતનક્તકાય નમઃ :- જેમને માટે મુકુંદાનંદ વર્ણી રૂમાલ ધારીને ઉભા છે.

૬૭૩.   ૐ શ્રી અલયભૃગુજિદ્રત્નદંડચામરવીજિતાય નમઃ :- રત્નો જડીત સોનાના હાથાવાળા ચામર ધારણ કરીને અલૈયાખાચર અને ભગુજી જેમને ચામર ઢોળે છે.

૬૭૪.   ૐ શ્રી સૂરનાંજાત્તવ્યજનાય નમઃ :- સુરાખાચર નાજોજોગિયો જેમને પંખાથી પવન નાખે છે.

૬૭૫.   ૐ શ્રી જપમાલાલસત્કરાય નમઃ :- ભગવાનના નામનો જપ કરવા માટે તુલસીની માળા જેમના જમણા હાથમાં છે.

૬૭૬.   ૐ શ્રી ઉશીરચારુવ્યજનકરોત્તમકૃતાદરાય નમઃ :- સુગંધીવાળા તંતુમાંથી બનાવેલ વિંઝણાને જમણા હાથમાં રાખીને ઊભેલા દાદાખાચર આદરપૂર્વક જેમની સેવામાં હાજર છે.

૬૭૭.   ૐ શ્રી સ્વેક્ષણાનન્દિતસ્વીયાય નમઃ :- પોતાના ભક્તોને સ્વદર્શન આપીને સુખી કરનારા.

૬૭૮.   ૐ શ્રી શ્રુતકીર્તયે નમઃ :- સમાજમાં થતી પોતાની પ્રશંસાને ભિન્ન ભિન્ન પ્રદેશોમાંથી આવેલા ભક્તો પાસેથી સાંભળનારા.

૬૭૯.   ૐ શ્રી નિજાર્ચિતાય નમઃ :- પોતાના ભક્તોએ પૂજેલા.

૬૮૦.   ૐ શ્રી વિપ્રસાત્કૃતવિત્તૌઘાય નમઃ :- પૂજામાં આવેલું સર્વ દ્રવ્ય બ્રાહ્મણોને દાનમાં આપનારા.

૬૮૧.   ૐ શ્રી દાનશૂરાય નમઃ :- દાન આપવામાં શૂરવીર.

૬૮૨.   ૐ શ્રી નિરેષણાય નમઃ :- એષણાઓ રહિત.

૬૮૩.   ૐ શ્રી ઉન્મત્તગંગાપ્લવનાય નમઃ :- ઘેલા નદીમાં સ્નાન કરનારા.

૬૮૪.   ૐ શ્રી દીપાવલિમહોત્સવાય નમઃ :- રાત્રિએ દીપમંડળની રચના કરીને મોટો ઉત્સવ કરનારા.

૬૮૫.   ૐ શ્રી નિત્યકર્માદરાય નમઃ :- સંધ્યા, વંદવ દેવપૂજન વગેરે પોતાના નિત્ય નિયમો આદરપૂર્વક કરનારા.

૬૮૬.   ૐ શ્રી નૂત્નવસનાય નમઃ :- નવાં વસ્ત્રો પહેરનારા.

૬૮૭.   ૐ શ્રી દીનવત્સલાય નમઃ :- નિઃસહાય ગરીબ જીવો પ્રત્યે સ્નેહ રાખનારા.

૬૮૮.   ૐ શ્રી સદર્ચિતાય નમઃ :- સાધુઓએ પૂજેલા.

૬૮૯.   ૐ શ્રી અન્નકૂટેક્ષાય નમઃ :- અન્નકૂટનાં દર્શન કરનારા.

૬૯૦.   ૐ શ્રી રમારંજનભોજનાય નમઃ :- રમાને રાજી કરવા માટે ભોજન કરનારા.

૬૯૧.   ૐ શ્રી સદાશનાય નમઃ :- પોતાના ત્યાગી ભક્તોને સારી રીતે જમાડીને તૃપ્ત કરનારા.

૬૯૨.   ૐ શ્રી બદ્ધકટયે નમઃ :- વર્ણીઓ, સંતો, પાર્ષદોને પીરસવા જવું હોય ત્યારે એક ખેસને ખભા ઉપર આડશોળે નાખીને તે ખેસવળે કેડને મજબૂત રીતે બાંધનારા.

૬૯૩.   ૐ શ્રી સ્વભક્તપરિવેષણાય નમઃ :- પોતાના ભક્તોને જમાડવા માટે પોતાના હાથથી વારંવાર પીરસનારા.

૬૯૪.   ૐ શ્રી ભક્તભુક્તીક્ષણાનંદાય નમઃ :- જમીને ખૂબજ સંતુષ્ટ થયેલા ભક્તોને જોઈને આનંદિત થયેલા.

૬૯૫.   ૐ શ્રી સદાનંદાય નમઃ :- સદાય આનંદમાં રહેનારા, સાધુઓને આનંદ આપનારા.

૬૯૬.   ૐ શ્રી મહાશયાય નમઃ :- વિશાળ ભાવનાવાળા.

૬૯૭.   ૐ શ્રી સત્સંગદીપકાય નમઃ :- દીવો જેમ સ્વપ્રકાશથી સર્વ વસ્તુઓને પ્રકાશિત કરે છે તેવી રીતે સત્‌ એટલે શું?તેનો સંગ એટલે શું ? સત્‌ પદાર્થનો સંગ કેવી રીતે કરવો ? સત્સંગી કોને કહેવાય ? આ બધી બાબતોનું જ્ઞાન ઉપદેશ દ્વારા આશ્રિતોને કહેનારા.

૬૯૮.   ૐ શ્રી ભક્તશિક્ષાદક્ષાય નમઃ :- ભક્તોને ધર્મોપદેશ આપવામાં ચતુર.

૬૯૯.   ૐ શ્રી ઉરુક્રમાય નમઃ :- અત્યંત ઉતાવળી ગતિથી ચાલનારા.

૭૦૦.   ૐ શ્રી ધર્મરક્ષકરાય નમઃ :- ધર્મની રક્ષા કરનારા.