સર્વમંગલ નામાવલિ અર્થસહિત ૫૦૧-૬૦૦

Submitted by swaminarayanworld on Wed, 01/03/2017 - 7:37pm

૫૦૧.   ૐ શ્રી અનાદૃતોદ્ધતાય નમઃ :- દુરાચારી, ઉદ્ધત માણસ પ્રત્યે આદરભાવ નહિ રાખનાર.

૫૦૨.   ૐ શ્રી શિક્ષાર્થક્ષણરુપે નમઃ :- શિષ્યોને શિખામણ આપવા માટે જ તેમના પ્રત્યે થોડાક ગુસ્સે થનારા.

૫૦૩.   ૐ શ્રી નિત્યમૈત્રાય  નમઃ :- શરણાગતનું હમેશાં સર્વપ્રકારે હિત કરનારા.

૫૦૪.   ૐ શ્રી સચ્છાસ્ત્રસંગ્રહિણે નમઃ :- સત્શાસ્ત્રોનો સંગ્રહ કરનારા.

૫૦૫.   ૐ શ્રી ધર્મિપક્ષાય નમઃ :- ધર્મનિષ્ઠ માણસોનો પક્ષ રાખનારા.

૫૦૬.   ૐ શ્રી સાધુસેવિને નમઃ :- સાધુઓની સેવા કરનારા.

૫૦૭.   ૐ શ્રી પુણ્યશ્રવણકીર્તનાય નમઃ :- જેમના યશ કહેવાથી તથા સાંભળવાથી મહાન પુણ્ય થાય છે તેવા.

૫૦૮.   ૐ શ્રી પ્રણતાર્તિહરાય નમઃ :- ભાવપૂર્વક પ્રણામ કરતા અને પોતાના શરણે આવેસા ભક્તોજનોના આ લોક સંબંધી અને પરલોક સંબંધી સર્વે દુઃખ ટાળનારા.

૫૦૯.   ૐ શ્રી પૂજ્યાય નમઃ :- પૂજવા લાયક.

૫૧૦.   ૐ શ્રી વિષયાસક્તનિંદકાય નમઃ :- વિષયોમાં આસક્ત પુરૂષોને આ લોક અને પરલોકમાં અત્યન્ત દુઃખ થાય છે તેનું વર્ણન કરનાર.

૫૧૧.   ૐ શ્રી ભક્તદેહાન્તસમયદત્તદિવ્યસ્વદર્શનાય નમઃ :- પોતાના ભક્તનો મૃત્યુસમય આવે ત્યારે તે ભક્તને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન આપનારા.

૫૧૨.   ૐ શ્રી યમદૂતવિતસ્વીયાય નમઃ :- પોતાના ભક્તોને યમદૂતોથી  બચાવનારા.

૫૧૩.   ૐ શ્રી નરાકાર્તિનિવારકાય નમઃ :- તામિસ્ત્ર, રૌરવ કુંભીપાક વગેરે નરકોનાં દુઃખોથી પોતાના આશ્રિતોને બચાવનારા.

૫૧૪.   ૐ શ્રી સન્માર્ગવર્તિાશેષસ્વાશ્રિતાય નમઃ :- પોતાના સર્વે આશ્રિતોને સત્યમાર્ગમાં વર્તાવનારા.

૫૧૫.   ૐ શ્રી શીઘ્રસિદ્ધિદાય નમઃ :- તત્કાળ સિદ્ધિ આપનારા.

૫૧૬.   ૐ શ્રી અનાથરોગવૃદ્ધાર્ભભિક્ષુપોષણકારકાય નમઃ :- નિરાધાર, રોગી, વૃદ્ધ, બાળક, ભિભુક- આ બધાનું પોષણ કરનારા.

૫૧૭.   ૐ શ્રી ગૂઢાશયાય નમઃ :- પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખનારા.

૫૧૮.   ૐ શ્રી ગૂઢ મંત્રાય નમઃ :- પોતાના કર્તવ્ય વિચારને ગુપ્ત રાખનારા.

૫૧૯.   ૐ શ્રી સર્વજીવાપ્રતારકાય  નમઃ :- કોઇપણ જીવને કયારેય નહિ છેતરનારા.

૫૨૦.   ૐ શ્રી ભક્તાસદ્વાસનોચ્છેત્રે નમઃ :- ભક્તોની અસત્‌ વાસનાને ટાળનારા.

૫૨૧.   ૐ શ્રી અસદાગ્રહવિવર્જિનાય નમઃ :- અસત્‌ પદાર્થનો આગ્રહ નહિ રાખનારા.

૫૨૨.   ૐ શ્રી પોષ્યવર્ગાનુવિહિતતત્સમાનમિતાશનાય નમઃ :- પોષ્ય વર્ગને ભોજન કરાવ્યા પછી જ તેમને જે ભોજન આપ્યું હોય એ જ ભોજન જરૂર પૂરતું જમનારા.

૫૨૩.   ૐ શ્રી આપત્કાલાત્યક્તનિજાય નમઃ :- આપતકાળમાં પણ પોતાના આશ્રિતનો ત્યાગ નહિ કરનારા.

૫૨૪.   ૐ શ્રી પંચકાલાર્ચિતાચ્યુતાય નમઃ :- નિત્ય પાંચ વખત વિષ્ણુનું પૂજન કરનારા.

૫૨૫.   ૐ શ્રી યોગેશ્વરાય નમઃ :- યોગ કળાની સિદ્ધિવાળા, યોગેશ્વર, યોગીઓના નિયંતા.

૫૨૬.   ૐ શ્રી મુનિપતયે નમઃ :- મુનિઓના પતિ.

૫૨૭.   ૐ શ્રી નિત્યમુક્તાય નમઃ :- નિત્યમુક્ત.

૫૨૮.   ૐ શ્રી મહામુનયે નમઃ :- મુનિઓમાં શ્રેષ્ઠ.

૫૨૯.   ૐ શ્રી બૌદ્ધાદિનાસ્તિકમતખંડનાય નમઃ :- બૌદ્ધ વગેરે નાસ્તિક મતોનું ખંડન કરનારા.

૫૩૦.   ૐ શ્રી પંડિતાર્ચિતાય નમઃ :- ધર્મનિષ્ઠ પંડિતોનું પૂજન- અર્ચન કરનારા.

૫૩૧.   ૐ શ્રી અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ :- હિંસા-રહિત યજ્ઞોની પ્રશંસા કરનારા.

૫૩૨.   ૐ શ્રી વૈષ્ણવક્રતુકારકાય નમઃ :- વિષ્ણુ ભગવાન સંબંધી યજ્ઞો કરાવનારા.

૫૩૩.   ૐ શ્રી મદ્યમાંસસુરાગંધાઘ્રાણશુદ્ધિવિધાપકાય નમઃ :- મદ્ય, માંસ, અને દારૂ એમાંથી કોઇની જરા ગંધ પણ લેવાઇ જાય તો પણ તેનું તરત પ્રાયશ્ચિત્ત કરનારા તથા શિષ્યોને પણ પ્રાયશ્ચિત્ત કરાવનારા.

૫૩૪.   ૐ શ્રી મત્તોન્મત્તખલાવાદિને નમઃ :- મત્ત, ઉન્મત્ત અને ખલ-આવા માણસો સાથે વાત નહિ કરનારા.

૫૩૫.   ૐ શ્રી પુરસ્કૃતગુણાધિકાય નમઃ :- ગુણવાન માણસને જ સર્વકાર્યમાં અગ્રતા આપનારા.

૫૩૬.   ૐ શ્રી નાનાભક્તજનાનંદાય નમઃ :- અનેક ભક્તોને આનંદ આપનારા.

૫૩૭.   ૐ શ્રી સદસદ્‌વ્યક્તિદર્શકાય નમઃ :- સાધુઓ, અસાધુઓના સ્વરૂપનું લક્ષણ વગેરેનું વિવેચન કરીને, તેનું સ્પષ્ટ જ્ઞાન શિષ્યોને આપનારા.

૫૩૮.   ૐ શ્રી ભૃગુનંદીશશાપાર્તજનરક્ષકાય નમઃ :- ભૃગુ અને નંદીશના શાપથી દુઃખી થતા લોકોનું રક્ષણ કરનારા.

૫૩૯.   ૐ શ્રી ઉત્તમાય નમઃ :- શ્રેષ્ઠ.

૫૪૦.   ૐ શ્રી વેદવિદે નમઃ :- વેદોને જાણનારા.

૫૪૧.   ૐ શ્રી શાસ્ત્રવિદે નમઃ :- શાસ્ત્રોને જાણનારા.

૫૪૨.   ૐ શ્રી વાદિદુર્જેયાય નમઃ :- શાસ્ત્રાર્થ કરવામાં કુશળ.

૫૪૩.   ૐ શ્રી હૃતસંશયાય નમઃ :- શિષ્યોના સંશયને ટાળનારા.

૫૪૪.   ૐ શ્રી ખટ્‌વાંગાત્મને નમઃ :- ખટ્‌વાંગ રાજારૂપે રહેલા.

૫૪૫.   ૐ શ્રી હૃદંભોજધ્યેયાય નમઃ :- હૃદયકમળમાં ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપ.

૫૪૬.   ૐ શ્રી ધ્યાતૃમનોહરાય નમઃ :- ધ્યાન કરનારાઓના મનને ગમે તેવા મનોહર.

૫૪૭.   ૐ શ્રી જ્યોતિઃસંસ્થાય નમઃ :- જીવના હૃદયમાં વ્યાપ્ત બ્રહ્મતેજમાં સાકાર રૂપે રહેલા.

૫૪૮.   ૐ શ્રી અતિરમ્યાંગાય નમઃ :- દર્શન કરનારના મનને રમણીય સ્વરૂપે જાણતા.

૫૪૯.   ૐ શ્રી સુરેખારુણપત્તલાય નમઃ :- ઊર્ધ્વરેખા આદિ સોળ ચિહ્નોયુક્ત, રક્ત, તેજસ્વી, સુંદર બન્ને પગનાં તળીયાં જેમનાં છે તેવા.

૫૫૦.   ૐ શ્રી ચાર્વંગુલયે નમઃ :- જેમનાં બન્ને ચરણની આંગળીઓ અનુક્રમે એક - એકથી નાની, સરખી, તેજસ્વી અને લાલ છે.

૫૫૧.   ૐ શ્રી નખેંદ્વાલિપ્રભાપહૃતહૃતમસે નમઃ :- બન્ને અંગૂઠા અને આંગળીઓના નખરૂપી ચંદ્રમાઓનાં કિરણોથી ધ્યાન કરનારાઓનાં હૃદયનાં અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા.

૫૫૨.   ૐ શ્રી પદ્મકોશાતિમૃદુલચરણાય નમઃ :- તાજાં ખીલેલાં કમળની સમાન મુલાયમ ચરણકમળવાળા.

૫૫૩.   ૐ શ્રી તુંગગુલ્ફકાય નમઃ :- જેમના બન્ને પગની ઘૂંટીઓ રમણીય અને ઊંચી છે.

૫૫૪.   ૐ શ્રી હ્રસ્વજંઘાય નમઃ :- કૂણાં કુંપળના સમાન સુવાળી અને નહિ જાડા અને નહિ પાળતા- મધ્યમસર, ગોળ સાથળ જેમના છે.

૫૫૫.   ૐ શ્રી વૃત્તજાનવે  નમઃ :- ગોળ અને સુંદર ઢીંચણ જેમના છે.

૫૫૬.   ૐ શ્રી સમોરવે  નમઃ :- હાથીની સુંઢ સમાન સાથળની ઉપરનો ભાગ જેમનો છે.

૫૫૭.   ૐ શ્રી સત્સિતાંશુકાય નમઃ :- સ્વચ્છ, પવિત્ર, શ્વેત વસ્ત્રો ધારણ કરનારા.

૫૫૮.   ૐ શ્રી ગંભીરનાભયે નમઃ :- ગોળ અને ઊંડી સુંદર નાભિ જેમની છે.

૫૫૯.   ૐ શ્રી આજાનુભુજાય નમઃ :- ઢીંચણ (ગોઠણ) સુધી લાંબા હાથવાળા એટલે આજાનબાહું.

૫૬૦.   ૐ શ્રી તતભુજાંતરાય નમઃ :- વિશાળ અને પુષ્ટ છાતીવાળા.

૫૬૧.   ૐ શ્રી કંઠલંબિતહારાલયે  નમઃ :- વિવિધ પુષ્પના હારોથી શોભાયમાન છે ડોક જેમની.

૫૬૨.   ૐ શ્રી કંબુકંઠાય નમઃ :- શંખમાં જેમ ત્રણ આંકા હોય તેમ કંઠમાં મધ્યભાગમાં ત્રણ રેખાઓ જેમને છે.

૫૬૩.   ૐ શ્રી અરુણાધરાય નમઃ:- સુંદર લાલ પરવાળા સમાન અધરોષ્ઠ જેમનો છે.

૫૬૪.   ૐ શ્રી પ્રફુલ્લપદ્મવદનાય નમઃ :- ખીલેલા કમળ સમાન સુંદર મુખારવિંદવાળા.

૫૬૫.   ૐ શ્રી કુંદદંતાય નમઃ :- મોગરાની કળીઓ સમાન દંતપંક્તિ જેમની છે.

૫૬૬.   ૐ શ્રી મિતસ્મિતાય નમઃ :- મંદ સ્મિત હાસ્યવાળા.

૫૬૭.   ૐ શ્રી તિલપુષ્પાભનાસાંતશ્યામબિંદવે નમઃ :- તલના પુષ્પ  સમાન સુંદર નાસિકાના જમણા ભાગમાં શ્યામ બિન્દુનું ચિહ્ન જેમને છે.

૫૬૮.   ૐ શ્રી સમશ્રવસે નમઃ :- એકસરખા સુંદર બન્ને કાન જેમના છે.

૫૬૯.   ૐ શ્રી વામશ્રવોતરશ્યામબિંદવે નમઃ :- ડાબા કાનના મધ્યભાગમાં શ્યામબિંદુનું ચિહ્ન જેમને છે.

૫૭૦.   ૐ શ્રી પદ્મલેક્ષણાય નમઃ :- ખીલેલા લાલ કમળની પાંખડી સમાન સુંદર નેત્રવાળા.

૫૭૧.   ૐ શ્રી વિશાલભાલતિલકાય નમઃ :- વિશાળ ઉચ્ચ કમાળમાં ચાંદલા સહિત ઊર્ધ્વપુંડ્રતિલક કરનારા.

૫૭૧.   ૐ શ્રી વિશાલભાલતિલકાય નમઃ :- સૂક્ષ્મ, વાંકડિયા, સ્નિગ્ધ મસ્તકના કેશ જેમના છે.

૫૭૩.   ૐ શ્રી શિરઃપટલત્પુષ્પાપીજરાજયે નમઃ :- પુષ્પથી બનાવેલા તોરાઓ હારબંધ જેમની પાઘમાં શોભી રહ્યા છે.

૫૭૪.   ૐ શ્રી સ્વભક્તદૃશે નમઃ :- પોતાના ભક્તોને દયીપૂર્ણ મીઠી દૃષ્ટિથી જોનારા.

૫૭૫.   ૐ શ્રી અવતારિણે નમઃ :- સર્વ અવતારો ધારણ કરનારા.

૫૭૬.   ૐ શ્રી ભયત્રાત્રે નમઃ :- ભયથી રક્ષા કરનારા.

૫૭૭.   ૐ શ્રી અભયરાજવરપ્રદાય નમઃ :- અભયરાજા ને (એભલ ખાચર) ને વરદાન આપનારા.

૫૭૮.   ૐ શ્રી કૃતદુર્ગપુરાવાસાય નમઃ :- ગઢપુરમાં નિવાસ કરીને રહેલા.

૫૭૯.   ૐ શ્રી ક્રોધયંત્રે નમઃ :- ક્રોધનું નિયમન કરનારા.

૫૮૦.   ૐ શ્રી અદ્‌ભૂતક્રિયાય નમઃ :- આશ્ચર્ય કારક ક્રિયા કરનારા.

૫૮૧.   ૐ શ્રી નાનાદેશપ્રેષિતસ્વભક્તનાશિતદુષ્ક્રિયાય નમઃ :- પોતે ગઢપુરમાં  જ રહ્યા. અને સંતોને ધર્મપ્રચાર માટે જુદા જુદા પ્રદેશોમાં મોકલ્યા. સંતો દ્વારા ધર્મોપદેશ આપાવીને માનવસમાજમાંથી દુરાચાર નાબુદ કરનારા.

૫૮૨.   ૐ શ્રી અસુરક્લિષ્ટસત્સંગસાંત્વનાય નમઃ :- અસુરોથી કષ્ટ પામેલા સંતોના મંડળોને આશ્વાસન આપનારા.

૫૮૩.   ૐ શ્રી સાધુવલ્લભાય નમઃ :- સાધુઓને અતિ વહાલા, સંતો સાથે હેત રાખનારા.

૫૮૪.   ૐ શ્રી સદ્દદ્રોહિગુરુપાલશિક્ષકક્ષ્મેરાજ્યદાય નમઃ :- સંતોને દુઃખ દેનારા જે ગુરુઓ હોય અથવા રાજાઓ હોય તેઓને શિક્ષા કરે એવા રાજાને પૃથ્વીનું રાજ્ય આપાવનારા.

૫૮૫.   ૐ શ્રી ગર્વેન્દ્રાર્ચિતપાદામ્બજાય નમઃ :- અંગ્રેજ ગવર્નરે જેમના ચરણકમળની પૂજા કરી છે.

૫૮૬.   ૐ શ્રી ગવેન્દ્રવરદાય નમઃ :- ગવર્નરને વરદાન આપનારા.

૫૮૭.   ૐ શ્રી અનઘાય નમઃ :- પાપરહિત, નિષ્પાપ.

૫૮૮.   ૐ શ્રી ભક્તત્રાત્રે નમઃ :- ભક્તોનું રક્ષણ કરનારા.

૫૮૯.   ૐ શ્રી ઉદ્ધવસ્વામિસંપ્રદાયપ્રકાશકાય નમઃ :- ઉદ્ધવ અવતાર. રામનંદ સ્વામીએ પ્રવર્તાવેલ ભક્તિમાર્ગને પ્રકાશિત કરનારા.

૫૯૦.   ૐ શ્રી વિપ્રપ્રશંસનાય નમઃ :- બ્રાહ્મણોની પ્રશંસા કરનારા.

૫૯૧.   ૐ શ્રી તીર્થવિધિબોધકાય નમઃ :- તીર્થયાત્રિકોને યાત્રામાં પાળવાના નિયમોનો બોધ આપનારા.

૫૯૨.   ૐ શ્રી આર્તિહૃતે નમઃ :- ભક્તોનાં દુઃખોને ટાળનારા.

૫૯૩.   ૐ શ્રી વિપ્રસંતપર્ણાય નમઃ :- વડનગર અને વિસનગરના સર્વે બ્રાહ્મણોને અઢી મહીના સુધી નિત્ય જમાડીને દાન દક્ષિણા આપીને તૃપ્ત કરનારા.

૫૯૪.   ૐ શ્રી નાનાવ્રતવક્ત્રે નમઃ :- તે ગામોમાં કૃચ્છ ચાન્દ્રાયણ વગેરે વ્રતો કરવાનો શિષ્યોને આદેશ આપનાર તથા વ્રતો કેવી રીતે કરવા તેની વિગત સમજાવનારા.

૫૯૫.   ૐ શ્રી મહાયશસે નમઃ :- સર્વત્ર યશસ્વી તરીકે પ્રસિદ્ધ.

૫૯૬.   ૐ શ્રી કૌલોચ્છિદે નમઃ :- કુલાર્ણાવ શાસ્ત્રના સિદ્ધાંતનું ખંડન કરનારા.

૫૯૭.   ૐ શ્રી વિજયાય નમઃ :- સર્વત્ર પંડિતો સાથે શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરનારા.

૫૯૮.   ૐ શ્રી વર્ણ્યવિષ્ણુયાગમહોત્સવાય નમઃ :- રાજાઓ અને શ્રીમંતો આશ્ચર્યપૂર્વક પ્રશંસા કરે તેવા વિષ્ણુયાગ મહોત્સવ કરનારા.

૫૯૯.   ૐ શ્રી ભક્તિગમ્યાય નમઃ :- નિષ્કામ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય તેવા.

૬૦૦.   ૐ શ્રી ભક્તવશાય નમઃ :- ભક્તોને આધિન.