પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ  તાતનું નામ રે (૧) ♫

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:04pm

રાગઃ ધોળ

 

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ  તાતનું નામ રે. ૧

કૌશલ દેશમાં ધર્યો અવતાર રે, નોમ અજવાળી રૂડો ચૈત્ર માસ રે. ૨

તેડાવો જોશીને પુછાવો નામ રે, નામ ધર્યું રૂડું શ્રીઘનશ્યામ રે. ૩

મુખડું શોભે અતિ બાલુડે વેશ રે, સુંદર ભુરા માથે નાના નાના કેશ રે.

હરખે ઝુલાવે માતા દુધસાકર પાય રે, માતાને મન જાણે વહેલા મોટા થાયરે.

રડતા રમાડતાં પારણીયે પોઢાડે રે, રેશમની દોરી લઈ હચકાવે રે. ૬

પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે, પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાવે રે. ૭

હસમુખ પાટડિયા

ચંદુભાઈ રાઠોડ

Facebook Comments