વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા
વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા,
ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા ;
માટે તમારું કરુણાનિધિ સત્યનામ,
સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ. ।।૧।।
અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો,
નિત્યે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો;
ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ,
સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ. ।।૨।।
ધ્યેયં સદા પરિભવઘ્નમભિષ્ટદોહં,
તિર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ।
ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોતં
વંદે મહાપુરુષ ! તે ચરણારવિંદમ્
Disqus
Facebook Comments