પોઢે પ્રભુ સકલ મુનિકે શ્યામ, નરનારાયણ દિવ્ય મુરતિ; (૧)?
રાગ-બિહાગ
પોઢે પ્રભુ સકલ મુનિકે શ્યામ, નરનારાયણ દિવ્ય મુરતિ;
સ્વામિનારાયણ દિવ્ય મુરતિ, સંતનકે વિશ્રામ. પોઢે૦ ૧
અક્ષર પર આનંદ ઘન પ્રભુ, કિયો હે ભૂપર ઠામ;
જેહી મિલત જન તરત માયા, લહત અક્ષર ધામ. પોઢે૦ ૨
શારદ શેષ મહેશ મહામુનિ, જપત જેહી ગુણનામ;
જાસ પદરજ શીષ ધરી ધરી, હોવત જન નિષ્કામ. પોઢે૦ ૩
પ્રેમકે પર્યંકપર પ્રભુ, કરત સુખ આરામ;
મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ, ગાવત આઠું જામ. પોઢે૦ ૪
Disqus
Facebook Comments