લેતા જાઓ રે સાંવરિયા બીડી પાનનકી (૧)?
મુખવાસનું પદ - ૧
લેતા જાઓ રે સાંવરિયા બીડી પાનનકી
બીડી પાનનકી,નાગર વેલનકી, લેતા જાઓ રે સાંવરિયા બીડી - ટેક૦
કાથો ચુનો વારી લવિંગ સોપારી, એલચી મંગાવું મુલતાનનકી;લેતા૦
એક એક બીડી મોરી સાસું નણંદકી; દૂસરી બીડી મોરે લાલનકી.લેતા૦
આવો શ્રીકૃષ્ણ હરિ પાટે બેસારું, બાજી ખેલાવું સારી રેનનકી. લેતા૦
પ્રેમાનંદ કહે આપો પ્રસાદી; એટલી અરજ તોરે દાસનકી. લેતા૦
Disqus
Facebook Comments