ગઢડા પ્રથમ – ૨૨. સ્‍મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું – એકડાનું

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 9:20pm

ગઢડા પ્રથમ – ૨૨. સ્‍મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું – એકડાનું

સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૪ ચોથને દિવસ મઘ્‍યાહ્ન સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં ને પાધને વિષે ફુલનો તોરો ખોશ્‍યો હતો, ને બે કાન ઉપર પુષ્પના ગુચ્‍છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદિના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ-દેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સાંભળો એક વાત કરીએ.” ત્‍યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્‍પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્‍યાદિક વાજીંત્ર વજાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્‍મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજીંત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામ રટણ કરવું તથા નારાયણ ધુન્‍ય કરવી ઈત્‍યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીનેજ કરવું . અને ભજન કરવા બેસે ત્‍યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્‍યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે, તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્‍યારે પણ ભગવાનના સ્‍વરૂપમાં સ્‍થ્‍િાર થાય નહિ. માટે હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વ ક્રિયાને વિષે ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્‍યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્‍યારે ભગવાનમાં વૃત્તિ સ્‍થ્‍િાર થાય.અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્‍યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્‍વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્‍યાસ ભગવાનના ભકતને કરવો,” એટલી વાત કરીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હવે કીર્તન ગાવો.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૨||