ગઢડા પ્રથમ – ૮. ઇન્‍દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્‍યાનું.

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 10:59am

ગઢડા પ્રથમ – ૮. ઇન્‍દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્‍યાનું.

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ” ઇંદ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણભગવાન અને તેના ભકતની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુઘ્‍ધ થાય છે, અને અનંતકાળનાં જે પાપ જીવને વળગ્‍યાં છે તેનો નાશ થઇ જાય છે અને જો ઇંદ્રિયોની વૃત્તિઓને સ્‍ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંત:કરણ ભ્રષ્‍ટ થાય છે અને કલ્‍યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવ્‍યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મયર્ાદાને ઉલ્‍લંધન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્‍યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્‍યાગ કરીને સાધુનો સંગકરે છે, ત્‍યારે એને દેહને વિષે જે અહંબુઘ્‍ધિ છે તે નિવૃત્તિ પામેછે. અને દેહના સંબંધીને વિષે જે મમત્‍વબુઘ્‍ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્‍યને વિષે વૈરાગ્‍ય થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૮||

તા-૨૭/૧૧/૧૮૧૯ શનિવાર