રે નરતનુ પાયાનેક નવીન હોઈ (૪)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:43pm

 

રાગઃ ધોળ

 

પદ - ૧

રે નરતનુ પાયાનેક નવીન હોઈ;

ગાફલ જનમ ગુમાયા રે, નરતનુ પાયા. ટેક.

વિષય કાજ તજીલાજ લોકમેં, ભુવન ભુવન ભટકાયા;

માયા માયા કરીકરી મૂરખ, અંતર નેન અંજાયારે. નરતનુ૦ ૧

ફોગટ ફેલ મેલ અતિ મનમેં, ધન હીત જગમેં ધાયા;

નારી નેહ ગેહમ ગરજુ, વૈકુંઠપતિ વીસરાયા રે. નરતનુ૦ ૨

ના હરિ ભજયા ભવ દુઃખ ના ભાગ્યા, લાલચ મેં લપટાયા;

સંતસમાગમ કબહુ ન કીના, રોગ અસાધ રહાયારે. નરતનુ૦ ૩

ભજન સાર કીરતાર ભુલ્યા, જુઠ ન સાચ જનાયા;

દેવાનંદ કહે ઐસે નરકું, ભવકા અંત ન આયારે. નરતનુ૦ ૪

 

પદ - ૨

રે અજબ  તમાસા આ દુનિયા કા, દોઈ પલમેં નાશ પમાસા રે. અજ૦

જુઠ બાજીગર ખેલ બનાવત, જુઠા ભેદ જનાસા;

પછનકા પારેવા કરકે, લેકર લોક રીઝાસા રે. અજબ૦ ૧

પ્રભુ પદ પંકજ  પ્રીત કરત નાહિ, મન માયા મેં વાસા;

શીર પર કાળખડા નહિ સુજત,  તાકું નહી  તપાસા રે. અજબ૦ ૨

અરવ ખરવ લું માયા મેલી, ઓર મીલનકી આસા;

એક અઘોલી સંગ ન આવત, અંતે નરક નીવાસા રે. અજબ૦ ૩

દેખ વીચારી સયાને દીલમેં, હરિ ભજીલે અધિક હુલાસા;

દેવાનંદ કહે કોઈ નહીં  તેરા, હો રહેના હરિદાસા રે. અજબ૦ ૪

 

પદ - ૩

રે કપટી  તેરા કોન સગાહે સોઈ, માનત મેરામેરા રે. કપટી૦ ટેક.

સગાં કુટુંબી સ્વારથકે લોભી, ફોગટ દેવત ફેરા;

ખાવત પીવત લેવત દેવત, અંતર આગ જરેરા રે. કપટી૦ ૧

શ્વાસ ગયો  તન નાસ ભયો જબ, દરપત દૂર ખસેરા;

માતપીતા જુવતી મીલ રોવત, કોઈ ચલત  નહી ભેરા રે. કપટી૦ ૨

કાયા જારીકે ખાખ કરત હે, જંગલ મેં દેવત ડેરા;

પીછે પૈસા ખાતર પામર, ઘર ઘર લરત ધનેરા રે. કપટી૦ ૩

સંત સગા ભવ સાગર તારન, હરન અંતર અંધેરા;

દેવાનંદ કહે આ દુનીયામ, સાચા મીત સગેરા રે. કપટી૦ ૪

 

પદ - ૪

રે દરદ મીટાયા મેરા દીલકા, મોયે ઔષધ અમૃત પાયા રે. દરદ૦ ટેક.

વૈદ મીલ્યા વ્રજરાજ વિહારી, નાડી દેખન આયા;

જ્ઞાન ધ્યાનકી ગોળી દીની, રંચ ન રોગ રહાયા રે. દરદ૦ ૧

ગયા રોગ મન ભયા નીરોગી, દીલ ગીરિધર દરસાયા;

હરિકૃષ્ણ પરિબ્રહ્મ પુરાતન, ભાવ સહિત મન ભાયા રે. દરદ૦ ૨

મીટ્યા વિષયકા દાગ મનોરથ, મૂળ મરમ સમજાયા;

જનમ મરણકા ઝગડા ચુકયા, અંતર અલખ લખાયા રે. દરદ૦ ૩

યોગ ભક્તિ ત્યાગ વૈરાગ્યકા, ચારુ ચુરણ બનાયા;

દેવાનંદ કહે દયાકરી કરીકે, ચરિ હરિ આપ બતાયા રે. દરદ૦ ૪

Facebook Comments