અંતે જાવું છે ઊઠી એકલા રે, સંગે આવે ન કોઈ (૧)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 1:27pm

રાગ - પરજીઓ

પદ - ૧

અંતે જાવું છે ઊઠી એકલા રે, સંગે આવે ન કોઈ;

પંડિત રંક ને રાય કે, હાંરે લાખું લખપતિ હોય. અંતે ટેક.

કુંભ કાચો કાયા જાણવી રે,  તેનો નહિ નિરધાર;

નાશ પામે પળ એકમાં, કરીએ કોટિ પ્રકાર. અંતે૦ ૧

માત પિતા સુત નારીઓ રે, સંગે ચાલે ન કોય;

અંત સમે  તો સંગાથમાં, પુણ્ય પાપ જ હોય. અંતે૦ ૨

મોટા મોટા  તો મરી ગયા રે, છોટા મન મલકાય;

મરણ  તો સ્વપ્ને ન સાંભળે, અતિ ઊર હરખાય. અંતે૦ ૩

બાંધવને બાળી આવીને, ભાઈ સંભાળે ભાગ;

મિલ્કતનો  તે માલિક બને, એ આશ્ચર્ય અથાગ. અંતે૦ ૪

પસ્તાવો લેશ પામે નહિ રે, ઊર નહિ અફસોસ;

અવિચળ જાણી મેડ્યો રહે, ઊર એજ આલોચ. અંતે૦ ૫

નિત્ય જયાં નોબતો વાગતી રે, રૂડા રાગ સદાય;

એ સ્થળ આજ ઊજજળ પડ્યાં, જોયાં નજરે ન જાય. અંતે૦ ૬

એ જોઈને ઊદાસી અતિ રે, મન આવે છે ઊર;

આલોકમાંથી ઊઠી જવું, એ  તો જાણો જરૂર. અંતે૦ ૭

મરણ છે માથે માણસને રે, ખરેખરું ખચિત;

જગદીશાનંદનું  તે થકી, કયાંઈ ચોટ્યું ન ચિત્ત. અંતે૦ ૮

Facebook Comments