અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યાં હે આજ (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 9:03pm

રાગ : ગોડી

પદ - ૧

(પ્રગટ પ્રણામ હરિને એ ઢાળ)

અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યાં હે આજ; ટેક

જામે પ્રગટ મીલે પરમાનંદ, સરી ગયે સબ કાજ. અવસર૦ ૧

દેવ વાંછિત પાયે નર દેહ, ભવજળ તરવેકો ઝાઝ;

તામે સદગુરુ મીલે મેહરમી, ભલો બન્યો હે સમાજ. અવસર૦ ૨

અબકી વેર સો ફેર ન આવે, જામે મીલે મહારાજ;

મનુષ્ય દેહકો લાહો જ લીનો, ભલી રીતે રહી લાજ. અવસર૦ ૩

ધન્ય સતસંગ ધન્ય સદ્ગુરૂ, ધન્ય ધન્ય અવસર આજ;

નિષ્કુલાનંદ આનંદ પદ પાયે, ગુરૂ મીલે ગિરધર રાજ. અવસર૦ ૪

 

પદ - ૨

ચેત ચેત મન મંદ, હો અવસર ચેત ચેત મન મંદ; ટેક૦

કર વિચાર ઉર વારવાર, સદ્ગુરૂ સહજાનંદ. હો અવ૦ ૧

અપાર સંસાર પાર ઉતરવા, હરવા ભવ દુઃખ દ્વંદ્વ;

રહે અવિનાશી ચરણ ઉપાસી, મીટે ચોરાશીનો ફંદ. હો અવ૦ ૨

આરે સંસાર પસાર નટબાજી, ભાજી જાય ઘડી ગ્રંદ;

માત તાત સુત ભ્રાત ને ભગિની, મળ્યું કુટુંબ ઠમ વૃંદ. હો અવ૦ ૩

સમજ સમજ જીવત લીધું લુંટી, ફૂટી નયન થયો અંધ;

હજીરે સમજ મન ભજ ભવતારણ, કહે જો નિષ્કુળાનંદ. હો અવ૦ ૪

 

પદ - ૩

અવસર એળ્યે ન ખોયે, હો મનવા અવસર એળ્યે ન ખોયે, ટેક.

જો તું પામ્યો મનુષ્યનું દેહ, એહ વિચાર કરી જોયે, હો મનવા૦. ૧

હો સચેત નચિંત ખેલ ખેલો, મેલો જીવન મરણ દોયે;

હોઇ સનમુખ સુખદુઃખ સહી, લઇ વેષ ન વગોયે. હો મનવા૦. ૨

ભાગી અભાગી ભરે પગ પાછા, કાચા કાયર ન કોયે;

નહિ જીવત હત નિમત નિગમે, ખોયે બેઠો વિધ્ય દોયે. હો મનવા૦. ૩

મારી કટારી પે’રી જો કેશરીયાં નિસરિયા નર જોયે;

નિષ્કુળાનંદ ન ફરે નર પાછા, સાચા શુરા સંત સોયે. હો મનવા૦. ૪

Facebook Comments