એક કપટી ન  તરે રે મહારાજ શરન આયે સબહી  તરે (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:18pm

રાગ - ધનાશ્રી

 

એક કપટી ન  તરે રે મહારાજ શરન આયે સબહી  તરે;

પાંડવ પાંચ દ્રૌપદી  તરી ગયે, ન  તરે કૌરવ સમાજ. શરન૦

નારદ શુક સનકાદિક  તરી ગયે, ન  તરે સો રાવન રાજ. શરન૦

ભક્તવિભીષણ ઊદ્ધવ  તરી ગયે, ન  તરે યવન શિરતાજ. શરન૦

ધ્રુવ પ્રહ્લાદ પરીક્ષિત  તરી ગયે, ન  તરે અધમજરાજ. શરન૦

પ્રગટ પ્રતાપસે અગણિત  તરી ગયે, અવધપ્રસાદ કહે આજ. શરન૦

Facebook Comments