જમો થાળ જીવન જાઉં વારી (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 10:36pm

જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી. જમો૦ ૧

બેસો મેલ્યા બાજોઠીયા ઢાળી, કટોરા કંચનની થાળી;

જળે ભર્યા ચંબુ ચોખાળી. જમો૦ ૨

કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;

કાઢ્યો રસ કેરીનો ઘોળી. જમો૦ ૩

ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધપાક માલપુવા કઢી;

પુરી પોચી થઈ છે ઘીમાં ચઢી. જમો૦ ૪

અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું  તરત કરી  તાજી;

દહીં ભાત સાકર છે ઝાઝી. જમો૦ ૫

ચળુ કરો લાવું જળ ઝારી, એલચી લવિંગ સોપારી;

પાન બીડી બનાવી સારી. જમો૦ ૬

મુખવાસ મનગમતા લઈને, પ્રસાદી થાળ  તણી દઈને;

બેસો સિંહાસને રાજી થઈને. જમો૦ ૭

કમરેકસીને ફેટો, રાજેશ્વર ઓઢીને રેટો;

ભૂમાનંદના વાલા ભેટો. જમો૦ ૮

 


Facebook Comments