આવો પ્રીતમ પ્યારા ધર્મ દુલારા, સર્વથી સારા શ્યામ; (૧)

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 10:34pm

 

રાગ - માઢ

 

પદ - ૧

આવો  પ્રીતમ પ્યારા ધર્મ દુલારા, સર્વથી સારા શ્યામ;

છોજી આપ અમારા, નેણાનાં  તારા, નર જગ ન્યારા નામ. આવો૦

ધર્મના નંદન, છો જગ વંદન, ચંદન ચર્ચિત અંગ;

દુઃખ નિકંદન, ખળબળ ખંડન, મંડન મુક્ત ઊમંગ રે. આવો૦ ૧

શામ સોહાગીમાં, લગની લાગી, ભાંગી મહા ભ્રમજાળ;

આપ વિષે હું થયો અનુરાગી, ત્યાગી કપટ  તત્કાળ રે. આવો૦ ૨

પ્યારી  તારી છબી ગિરધારી, છે મારી જીવનદોર;

વારીજ નેણતણી બલિહારી, છો મારા ચિત્તના ચોર રે. આવો૦ ૩

અંગ ઊમંગ ઊત્તમ થયો છે જોઈ છબી નવરંગ;

રંગ અભંગ રહે સત્સંગનો, ભીતિ તણો થાય ભંગ રે. આવો૦૪

લક્ષણ ઊત્તમ લક્ષ પ્રકારે, છોજી વિચક્ષણ સુર;

ભક્ષણ કાળતણાથી  તતક્ષણ, રક્ષણ કરજો જરૂર રે. આવો૦૫

ભાળી રૂપાળી છબી મરમાળી, ટાળી ત્રિવિધના તાપ;

હે વનમાળી  તમે હદ વાળી, દીધાં પ્રજાળી પાપ રે. આવો૦૬

દાન  તમે નિજ જ્ઞાનનું દીધું, ભાન દઈ ભગવાન;

માન  તજી ગુણગાન કરું છું, ધરી ધરી  તવ ધ્યાન રે. આવો૦૭

ચંદ્રવદન સુખકંદ તમારું, વંદે સદા મુનિવૃંદ;

નંદતણા પણ નંદન  તે  તમે, કહે જગદીશાનંદ રે. આવો૦૮

Facebook Comments