સર્વમંગલ નામાવલિ અર્થસહિત ૮૦૧-૯૦૦

Submitted by swaminarayanworld on Wed, 01/03/2017 - 7:43pm

૮૦૧.   ૐ શ્રી નિબદ્ધોત્સવમર્યાદાય નમઃ :- દેવના વાર્ષિક ઉત્સવો કરવાની પદ્ધતિનો ઉપદેશ આપનારા.

૮૦૨.   ૐ શ્રી ભક્તાભીષ્ટફલપ્રદાય નમઃ :- ભક્તોને મનવાંછિત ફળ આપનારા.

૮૦૩.   ૐ શ્રી વૃત્તાલયાક્ષિપદ્માર્કાય નમઃ :- સૂર્યમુખી કમળ સૂર્યને દેખીને જેવી રીતે આનંદિત - વિકસિત થાય છે. તે રીતે વૃત્તાલયવાસી ભક્તજનોનાં નેત્રોને આનંદ આપનારા.

૮૦૪.   ૐ શ્રી શિલ્પિસન્માનકારકાય નમઃ :- વૃત્તાલયનું મંદિર કરનાર કારીગરોનું સન્માન કરનારા.

૮૦૫.   ૐ શ્રી લક્ષ્મીનારાયણાદ્યર્ચાસ્થાપકાય નમઃ :- લક્ષ્મીનારાયણ આદિક દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરનારા.

૮૦૬.   ૐ શ્રી અર્ચિતભૂસુરાય નમઃ :- બ્રાહ્મણોની પૂજા કરનારા.

૮૦૭.   ૐ શ્રી મુક્તાદિષ્ટોત્પથછેદકાય નમઃ :- મુક્તાનંદ સ્વામીને અવૈદિક સિદ્ધાંતોનું ખંડન કરવા માટે વડોદરા જવાની આજ્ઞા કરનારા.

૮૦૮.   ૐ શ્રી ચિત્રાર્ચાર્ચાપ્રવર્તકાય નમઃ :- ભગવાનની મૂર્તિઓના બ્લોકો કરાવીને તે બ્લોકોને છપાવીને આશ્રિતોમાં તે મૂર્તિઓની પૂજા કરવાની પદ્ધતિ ચાલુ કરનારા.

૮૦૯.   ૐ શ્રી દ્વારિકાપ્રેષિતસુહૃદે નમઃ :- પોતાના કુડુંબીજનોને દ્વારિકાની યાત્રા કરવા મોકલનારા.

૮૧૦.   ૐ શ્રી તીર્થવાસ્યઘદર્શકાય નમઃ :- તીર્થક્ષેત્રમાં રહેનારાઓનાં પાપકર્મોનો અનુભવ કરાવનારા.

૮૧૧.   ૐ શ્રી સત્ત્રાત્રે નમઃ :- સચ્ચિદાનંદ સ્વામીની રક્ષા કરનારા.

૮૧૨.   ૐ શ્રી દ્વારિકેશાત્મને નમઃ :- દ્વારિકાધીશ સ્વરૂપે સચ્ચિદાનંદ સ્વામીને દર્શન આપનારા.

૮૧૩.   ૐ શ્રી ભક્તાપદ્દર્શનક્ષમાય નમઃ :- ભક્તજનોનાં દુઃખોને ન જોઇ શકનારા.

૮૧૪.   ૐ શ્રી સચ્ચિદાનંદવરદાય નમઃ :- સચ્ચિદાનંદ સ્વામીને વરદાન આપનારા.

૮૧૫.   ૐ શ્રી લક્ષ્મીનારાયણાત્મકાય નમઃ :- લક્ષ્મીનારાયણ સ્વરૂપે રહેલા.

૮૧૬.   ૐ શ્રી વર્ધિતક્ષેત્રમાહાત્મ્યાય નમઃ :- તીર્થક્ષેત્ર વૃત્તાલયનો મહિમા વધારનારા.

૮૧૭.   ૐ શ્રી તપ્તમુદ્રાંકિતસ્વકાય નમઃ :- પોતાના ભક્તોને છાપો લેવાની આજ્ઞા કરનારા.

૮૧૮.   ૐ શ્રી મુક્તાત્મને નમઃ :- વડોદરામાં મુક્તાનંદ સ્વામીરૂપે વિરાજમાન.

૮૧૯.   ૐ શ્રી ત્રિયુગાય નમઃ :- મુક્તાનંદ સ્વામી દ્વારા ત્રિયુગ શબ્દનો સ્પષ્ટ અર્થ કહેનારા.

૮૨૦.   ૐ શ્રી વાદિજેત્રે નમઃ :- શાસ્ત્રાર્થ કરવા આવેલા પંડિતોને મુક્તાનંદ સ્વામી દ્વારા પરાજીત કરનારા.

૮૨૧.   ૐ શ્રી અનુયુગસંભવાય નમઃ :- (અધર્મ નાશ અને ધર્મ સ્થાપન માટે) પરમાત્મા દરેક યુગમાં અવતાર ધારણ કરે છે. તેવું મુક્તાનંદ સ્વામી દ્વારા સભામાં પ્રતિપાદન કરનારા.

૮૨૨.   ૐ શ્રી અસુરાવિદિતેશત્વાય નમઃ :- અસુરોએ જાણ્યું નથી એવા ઐશ્વર્યવાળા.

૮૨૩.   ૐ શ્રી પ્રકટેશ્વરલક્ષણાય નમઃ :- દૈવી સંપત્તિવાળા મુમુક્ષુઓને પોતાના સ્વરૂપમાં ઇશ્વરના અસાધારણ ગુણોનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારા.

૮૨૪.   ૐ શ્રી અંતઃસંશયહૃદ્વાર્તાય નમઃ :- મનના સંશયોને દૂર કરે એવી ચમત્કારિક વાર્તાઓ કરનારા.

૮૨૫.   ૐ શ્રી દુરાચારવિમોચનાય નમઃ :- દૈવી જીવોને ધર્મોપદેશ આપીને તેમને દુરાચારમાંથી મુક્ત કરનારા.

૮૨૬.   ૐ શ્રી અશસ્ત્રાય નમઃ :- ધર્મવિરોધી દુરાચારીઓના નાશ માટે પણ શસ્ત્રનો ઉપયોગ નહિ કરનારા.

૮૨૭.   ૐ શ્રી ધિષણાસ્ત્રાય નમઃ :- બુદ્ધિરૂપી શસ્ત્રથી સર્વકાર્ય કરનારા.

૮૨૮.   ૐ શ્રી આસુરાવેશકર્ષણાય નમઃ :- અસુરોના સંગદોષથી દૈવીજીવોને આસુરી સંસ્કારોના પાશ લાગ્યા હોય તે, ધર્મોપદેશ આપીને કાઢનારા.

૮૨૯.   ૐ શ્રી લડ્ડુકાદીષ્ટગણપાય નમઃ :- ભાદરવા શુદ ૪ ના દિવસે ગોળના લાડું, દુર્વા, વગેરે પૂજન સામગ્રીથી ગણપતિની પૂજા કરનારા.

૮૩૦.   ૐ શ્રી સિંદૂરાદીષ્ટમારુતયે નમઃ :- આસો વદ ૧૪ ના દિવસે સિંદૂર, વડાં વગેરે પૂજનસામગ્રીથી હનુમાનજીનું પૂજન કરનારા.

૮૩૧.   ૐ શ્રી વૃત્તાલયપ્રિયાય નમઃ :- વડતાલને અત્યંત પ્રિય માનીને ત્યાં વારંવાર પધારનારા.

૮૩૨.   ૐ શ્રી ધર્મજન્માહાર્ચિતસદિ્‌દ્વજાય નમઃ :- ધર્મદેવ પ્રાકટ્ય તિથિ કાર્તિક સુદ ૧૧ ના દિવસે ધર્મદેવ પૂજન મહોત્સવ કરીને સદ્‌ગુણ સંપન્ન બ્રાહ્મણોનું પૂજન કરનારા.

૮૩૩.   ૐ શ્રી મહાસભાસનાય નમઃ :- વડતાલમાં કા. સુદ ૧૧ ના દિવસે સંત હરિભક્તની મોટી સભા થઇ તે સભામાં સુંદર સિંહાસન પર વિરાજમાન.

૮૩૪.   ૐ શ્રી દત્તવિધ્યુપાત્તસુતદ્વયાય નમઃ :- પોતાના ભાઇશ્રી રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તે બન્નેના એક એક પુત્ર શ્રી અયોધ્યાપ્રસાદજી તથા શ્રી રઘુવિરજીને ધર્મ શાસ્ત્રોક્ત દત્તવિધાનપૂર્વક પોતાના પુત્ર તરીકે તે સભામાં જ સ્વીકારનારા.

૮૩૫.   ૐ શ્રી પુત્રવિન્યસ્તગુરુતાય નમઃ :- એ સભામાં જે તે બન્ને દત્તપુત્રોને પોતાના આશ્રિતોનું ગુરુપદ આપનાર.

૮૩૬.   ૐ શ્રી પુત્રસાત્કૃતસંશ્રિતાય નમઃ :- ‘જેને મેં આ સંપ્રદાયનું ગુરુપદ આપેલ છે, તે આ મારા બન્ને દત્તપુત્રોની આજ્ઞામાં મારા સર્વે શિષ્યોએ રહેવું’ એવો આદેશ પોતાના શિષ્યોને આપનારા.

૮૩૭.   ૐ શ્રી સદોવિભક્તદેશાદયે નમઃ :- એજ સભામાં સંપ્રદાયના અનુયાયીના (વસવાટ પ્રદેશના) ઉત્તર અને દક્ષિણ એમ બે વિભાગ કરીને બન્ને પુત્રોને તે પ્રદેશો વિભાગપૂર્વક આપનારા.

૮૩૮.   ૐ શ્રી સમાય નમઃ :- બન્ને પુત્રો પ્રત્યે સમાન દૃષ્ટિ રાખીને બન્નેને એકસરખી રીતે આપનારા.

૮૩૯.   ૐ શ્રી આચાર્યશિક્ષકાય નમઃ :- સંપ્રદાયના આચાર્ય પદે રહેલ બન્ને દત્તપુત્રોને અવશ્ય પાળવા યોગ્ય સદ્ધર્મનો ઉપદેશ આપનારા.

૮૪૦.   ૐ શ્રી ભક્તિજન્માહભક્તૌઘતર્પણાય નમઃ :- ભક્તિ દેવીની જન્મજયંતી તિથિ કાર્તિક શુદ ૧૫ ના દિવસે ‘ભક્તિ જન્મ મહોત્સવ’ કરીને ત્યાગી, ગૃહી, સર્વભક્તોને વિવિધ પકવાનો જમાડીને તૃપ્ત કરનારા.

૮૪૧.   ૐ શ્રી ચિત્રિતાધિપાય નમઃ :- રાજાઓ પણ આશ્ચર્ય પામે તેવી ક્રિયા કરનારા.

૮૪૨.   ૐ શ્રી નૃપામાત્યાર્થિતાય નમઃ :- રાજાના પ્રધાને જેની પ્રાર્થના કરી છે.

૮૪૩.   ૐ શ્રી પૌરપ્રીતાય નમઃ :- વડોદરાના નાગરિકો ઉપર પ્રસન્ન થઇને તેમને દર્શન દેવા વડોદરા જવા તૈયાર થયેલા.

૮૪૪.   ૐ શ્રી વટપુરાગમાય નમઃ :- સંત હરિભક્ત અને આચાર્યો સહિત વડોદરા પધારેલા.

૮૪૫.   ૐ શ્રી મંત્રિપ્રત્યુદ્‌ગતાય નમઃ :- વડોદરા રાજ્યના દીવાન નારૂપંત નાનાજી જેનું સન્માન કરવા માટે સામા આવ્યા છે.

૮૪૬.   ૐ શ્રી નાનાવાદ્યવાદકસંવૃતાય નમઃ :- વિવિધ વાદ્યો વગાડનારાઓનાં મંડળ વાદ્યધ્વનિ યુક્ત મંડળથી ઘેરાયેલા.

૮૪૭.   ૐ શ્રી સાલંકારગજારૂઢાય નમઃ :- શણગારેલા હાથી ઉપર વિરાજમાન.

૮૪૮.   ૐ શ્રી ચારુચામરવીજિતાય નમઃ :- જેમની ઉપર (નારૂપંત નાનાજી) સુંદર ચામર ઢોળે છે એવા.

૮૪૯.   ૐ શ્રી દૃક્પાવિતજનવ્રતાય નમઃ :- પોતાની અમૃતમય પવિત્ર દૃષ્ટિથી સમગ્ર જનસમુદાયને પવિત્ર કરનારા.

૮૫૦.   ૐ શ્રી સિંહજિન્નૃપપૂજિતાય નમઃ :- સયાજીરાવ સરકારે પૂજેલા.

૮૫૧.   ૐ શ્રી સ્વપ્રતાપપરાભૂતવિદ્વદ્વૈરિકૃતાનતયે નમઃ :- પોતાના પ્રભાવથી વિદ્વાનો અને શત્રુઓને પરાજિત કરીને તેમને પોતાના ચરણોમાં નમાવનારા.

૮૫૨.   ૐ શ્રી સિંહજિત્સંશયચ્છેત્રે નમઃ :- સયાજીરાવ સરકારના સંશયો ટાળનારા.

૮૫૩.   ૐ શ્રી ભક્તરીતિપ્રદર્શકાય નમઃ :- ભગવાનની ભક્તિ કરવાની પદ્ધતિ બતાવનારા

૮૫૪.   ૐ શ્રી રઘુવીરાર્પિતસ્વીયભૂષાવિત્તનવાંશુકાય નમઃ :- વડોદરાના ભક્તોએ પોતાને અર્પણ કરેલ ઘરેણાં, પૈસા, નવાં વસ્ત્રો એ સર્વે રધુવીરજીને આપનારા.

૮૫૫.   ૐ શ્રી સર્વજીવહિતાવહાય નમઃ :- સર્વ જીવોનું હિત કરનારા.

૮૫૬.   ૐ શ્રી સર્વસચ્છાસ્ત્રરસદોહનાય નમઃ :- સર્વે સત્‌ શાસ્ત્રોમાંથી સાર ઉદ્ધૃત કરનારા.

૮૫૭.   ૐ શ્રી અનાકુલમનસે નમઃ :- સ્વસ્થ ચિત્તવાળા.

૮૫૮.   ૐ શ્રી શિક્ષાપત્રીલેખનકૃતે નમઃ :- શિક્ષાપત્રી લખનારા.

૮૫૯.   ૐ શ્રી સ્વભુવે નમઃ :- પ્રારબ્ધ કર્મને આધીન નહિ પરંતુ જીવાત્માઓનું શ્રેય થાય તેને માટે સ્વેચ્છાથી જ આ લોકમાં પ્રગટ થયેલા.

૮૬૦.   ૐ શ્રી સામાન્યધર્મવચનાય નમઃ :- શિક્ષાપત્રીમાં સર્વના સામાન્ય ધર્મો પ્રથમ લખનારા.

૮૬૧.   ૐ શ્રી વિશેષવૃષવર્ણનાય નમઃ :- દરેકના વિશેષ ધર્મો પણ લખનારા.

૮૬૨.   ૐ શ્રી નિગમાદ્યષ્ટસચ્છાસ્ત્રાતિરુચયે નમઃ :- વેદો વગેર આઠ સત્શાસ્ત્રોમાં અતિ રૂચિવાળા.

૮૬૩.   ૐ શ્રી શાસ્ત્રસારવિદે નમઃ :- સત્શાસ્ત્રોના સારને જાણનારા.

૮૬૪.   ૐ શ્રી વિશિષ્ટાદ્વૈતમતધૃતે નમઃ :- વિશિષ્ટાદ્વૈત મતને સ્વીકારનારા.

૮૬૫.   ૐ શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમઃ :- ત્રણ ગુણોથી પર, અમાયિક, નિત્ય, દિવ્યશરીર વાળા ભગવાન પુરૂષોત્તમ નારાયણ સદા સાકાર છે. તેવું શાસ્ત્રો દ્વારા પ્રતિપાદન કરનારા.

૮૬૬.   ૐ શ્રી રામાનુજકૃતગ્રંથશ્રુતિપાઠપ્રવર્તકાય નમઃ :- રામાનુજાચાર્યે રચેલા શ્રીભાષ્ય, ગીતાભાષ્ય વગેરે ગ્રંથોનું શ્રવણ, અધ્યયન કરવાની સ્વસંપ્રદાયમાં પ્રવૃત્તિ કરનારા.

૮૬૭.   ૐ શ્રી ગૃહીતવિઠ્ઠલેશોક્તવ્રતોત્સવવિધયે નમઃ :- ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ કહેલ વ્રતોત્સવની પદ્ધતિને સ્વસંપ્રદાયમાં સ્વીકારનારા.

૮૬૮.   ૐ શ્રી સુધયે નમઃ :- અતિશુદ્ધ બુદ્ધિવાળા.

૮૬૯.   ૐ શ્રી યથાધિકારસદ્ધર્મવક્ત્રે નમઃ :- શિષ્યોના અધિકારને અનુસારે જ તેઓના ધર્મો શિક્ષાપત્રીમાં કહેનારા.

૮૭૦.   ૐ શ્રી વૈદિકસમ્મતાય નમઃ :- વેદોને માનનારા વૈદિક ધર્મોની સંપ્રદાયમાં પ્રવૃત્તિ કરનારા.

૮૭૧.   ૐ શ્રી શિક્ષાપત્રીસ્થાપિતસ્વમાહાત્મ્યાય નમઃ :- શિક્ષાપત્રીમાં પોતાનું ઐશ્વર્ય સ્થાપન કરનારા.

૮૭૨.   ૐ શ્રી પાઠસિદ્ધિદાય નમઃ :- શિક્ષાપત્રીનો પાઠ કરનારને ચારેય પુરૂષાર્થની સિદ્ધિ આપનારા.

૮૭૩.   ૐ શ્રી સદ્ધર્માતિપ્રવૃત્તીચ્છવે  નમઃ :- સતધર્મ - (ભગવાનની ભક્તિએ સહિત ધર્મ) ની પ્રવૃત્તિ સ્વસંપ્રદાયમાં અતિશય થાય તેવી ઇચ્છા રાખનારા.

૮૭૪.   ૐ શ્રી શિક્ષાપત્રીપ્રવર્તકાય નમઃ :- સ્વસંપ્રદાયમાં સર્વત્ર શિક્ષાપત્રીની પ્રવૃત્તિ કરનારા.

૮૭૫.   ૐ શ્રી પ્રમોદિતાશ્રિતજનાય નમઃ :- અમદાવાદના ભક્તોને સ્વદર્શન આપીને રાજી કરનારા.

૮૭૬.   ૐ શ્રી નરનારાયણેક્ષણાય નમઃ :- અમદાવાદમાં શ્રી નરનારાયણદેવનાં દર્શન કરનારા.

૮૭૭.   ૐ શ્રી મહાદોલોત્સવાય નમઃ :- ૧૮૮૨ ના ફાગણ વદ ૧ ના દિવસે નરનારાયણ જયંતી નિમિત્તે અમદાવાદમાં ફૂલદોલનો મોટો ઉત્સવ કરનારા.

૮૭૮.   ૐ શ્રી અયોધ્યાપ્રસાદાર્પિતસદ્ધસવે નમઃ :- ફૂલદોલ ઉત્સવમાં પોતાને ભેટરૂપે મળેલ ઘરેણાં, રૂપિયા, વસ્ત્રો, વગેરે વસ્તુઓ અયોધ્યાપ્રસાદજીને આપી દેનારા.

૮૭૯.   ૐ શ્રી ધૌરેયસ્થાપિતશ્રીમદ્‌રાધામદનમોહનાય નમઃ :- ભાલદેશમાં આવેલા ધોલેરા ગામમાં સં. ૧૮૮૨ ના વૈ. શુદ ૧૩ ના દિવસે ‘મદનમોહન’ મહારાજની મૂર્તિ પધરાવનારા.

૮૮૦.   ૐ શ્રી પુત્રોપદિષ્ટશ્રીકૃષ્ણમંત્રદીક્ષાવિધિક્રમાય નમઃ :- પોતાને શરણે આવેલા મુમુક્ષુઓને ભગવાન શ્રીકૃષ્ણનો મંત્ર આપીને તેને સંપ્રદાયની દીક્ષા આપવાનો વિધિ સંપ્રદાયના આચાર્યપદે રહેલા પોતાના દત્તપુત્રોને શિખવાડનારા.

૮૮૧.   ૐ શ્રી પ્રોક્તદીક્ષિતસદ્ધર્માય નમઃ :- સંપ્રદાયની દીક્ષા લઈને સંપ્રદાયના આશ્રિત બનેલ ભક્તોને પાળવા યોગ્ય સદ્ધર્મનો ઉપદેશ આપનારા.

૮૮૨.   ૐ શ્રી કૃષ્ણપૂજાવિધાપકાય નમઃ :- સંપ્રદાયના આશ્રિતોએ સંપ્રદાયના આચાર્ય પાસેથી શ્રીકૃષ્ણ ભગવાનની ચિત્રપ્રતિમા મેળવીને તે ચિત્ર પ્રતિમાની નિત્યપૂજા અવશ્ય કરવી તથા ભગવાનની માનસીપૂજા અવશ્ય કરવી, તેવી શિષ્યોને આજ્ઞા આપનારા તથા તેવી પૂજાની સંપ્રદાયમાં પ્રવૃત્તિ કરાવનારા.

૮૮૩.   ૐ શ્રી પ્રોક્તાપરાધનિર્હારાય નમઃ :- ભગવાનની પૂજા કરતા જો કાંઇ અપરાધ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરાવનારા.

૮૮૪.   ૐ શ્રી ક્ષમાસારાય નમઃ :- ક્ષમાના સાગર.

૮૮૫.   ૐ શ્રી સદર્ચનાય નમઃ :- સાધુઓનું પૂજન કરનારા.

૮૮૬.   ૐ શ્રી સ્ત્રાચાર્યપત્નીશિષ્યત્વસ્થાપકાય નમઃ :- સંપ્રદાયની દીક્ષા લેવાની ઇચ્છા રાખનારી મુમુક્ષુ મહિલાઓને સાંપ્રદાયિક દીક્ષા આચાર્ય પત્નીએ જ આપવી તેવી આજ્ઞા કરનારા.

૮૮૭.   ૐ શ્રી શિષ્યશાસનાય નમઃ :- આચાર્ય પત્ની દ્વારા દીક્ષિત સ્ત્રીઓને આચાર્ય પત્નીએ જ ઉપદેશ આપવો. તેવી આજ્ઞા કરનારા.

૮૮૮.   ૐ શ્રી પુત્રદત્તમહાદીક્ષાય નમઃ :- આચાર્યપદે નિયુક્ત કરેલા પોતાના દત્તપુત્રોને સંપ્રદાયની મહાદીક્ષા પોતે જ આપનારા.

૮૮૯.   ૐ શ્રી પુત્રદીક્ષિતપૂરુષાય નમઃ :- આચાર્ય દ્વારા મુમુક્ષુઓને સંપ્રદાયની દીક્ષા અપાવનારા.

૮૯૦.   ૐ શ્રી સ્નુષાદીક્ષિતયોષાય નમઃ :- આચાર્ય પત્ની દ્વારા મુમુક્ષુ મહિલાઓને દીક્ષા અપાવનારા.

૮૯૧.   ૐ શ્રી શ્રીરાધાકૃષ્ણેષ્ટદેવતાય નમઃ :- શ્રી રાધિકા સહિત શ્રીકૃષ્ણ ભગવાનને ઇષ્ટદેવ માનનારા.

૮૯૨.   ૐ શ્રી સત્સંગિધ્યેયસન્મૂર્તયે નમઃ :- સત્સંગીઓને ધ્યાન કરવા યોગ્ય સુંદર સત્ય સ્વરૂપ.

૮૯૩.   ૐ શ્રી એકાન્તિપરાયણાય નમઃ :- એકાન્તિક ભક્તોને પ્રાપ્ય સ્વરૂપ.

૮૯૪.   ૐ શ્રી પુત્રપ્રોક્તાબ્દિકાશેષવ્રતોત્સવવિધિક્રમાય નમઃ :- પોતાના બન્ને દત્તપુત્રોને (બન્ને ધર્માચાર્યોને) વર્ષના દરેક મહિનામાં આવતા વ્રતો અને ઉત્સવોનો વિધિ સ્પષ્ટ રીતે ક્રમપૂર્વક કહેનારા.

૮૯૫.   ૐ શ્રી ગોપાલપ્રશ્નસંહૃષ્ટાય નમઃ :- ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નથી હર્ષ પામેલા. ‘ત્યાગીઓએ કયા કયા ધર્મો પાળવાના હોય છે -- આવો પ્રશ્ન ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યો. તે પ્રશ્નનો ઉત્તર હર્ષપૂર્વક સ્પષ્ટ રીતે આપનારા.

૮૯૬.   ૐ શ્રી ત્યાગિધર્મોપદેશકાય નમઃ :- ત્યાગીઓને પાળવા યોગ્ય સદ્ધર્મનો ઉપદેશ આપનારા.

૮૯૭.   ૐ શ્રી લોભોન્મૂલનઘીદાત્રે નમઃ :- લોભરૂપી દોષ ટાળવાની સમજણ આપનારા.

૮૯૮.   ૐ શ્રી કામોત્ખનનયુક્તિદાય નમઃ :- કામરૂપી દોષ ટાળવાની યુક્તિઓ શીખવનારા.

૮૯૯.   ૐ શ્રી દુર્જેયરસજિદ્‌બોધાય નમઃ :- રસાસ્વાદ ટાળવો એ મુશ્કેલ છે તે ટાળવાનો ઉપાય બતાવનારા.

૯૦૦.   ૐ શ્રી નિઃસ્નેહત્વવિધાપકાય નમઃ :- દેહ અને દેહના સંબંધીઓમાં સ્નેહ રહે નહિ તેવી સમજણ આપનારા.