દુઃખી દિવસ ને રાત શ્રીજી વિના, દુઃખી દિવસ ને રાત (૧)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 8:01pm

 

રાગ - માઢ

પદ - ૧

દુઃખી દિવસ ને રાત શ્રીજી વિના, દુઃખી દિવસ ને રાત;

સાંભળ સખી મુજ વાત, શ્રીજી વિના દુઃખી દિવસ ને રાત. ટેક.

ઘડીયો જુગ જેવી થઈ રે, દિવસ કલ્પ સમાન;

માસ પક્ષ જાતા નથી રે, મને ભાવે ન ભોજન-પાન. શ્રીજી૦ ૧

ચિત્ત મારું અતિ ચરચરે રે, આંખે આંસુડાંની ધાર;

પંથ નિહાળું પ્રેમથી રે, કયારે આવશે ધર્મકુમાર. શ્રીજી૦ ૨

અવગુણ અબળા રાંકના રે, શો સમજયા હશે શ્યામ ;

કાંતો કર્યા વશ કોઈએ રે, કાંતો ભૂલી ગયા મુજ નામ. શ્રીજી૦ ૩

બાળપણામાંથી  તજયાં રે, નિર્દય થઈને નાથ;

મહા વગડામાં મેલીયાં રે, કોઈ નહિ સંગાથ. શ્રીજી૦ ૪

કોમળ કમળાનાથ છો રે, કઠણ થયા કેમ આજ;

શ્રીજી વિના સાહેલડીરે, આપે કોણ મુને સુખસાજ. શ્રીજી૦ ૫

એક ભરોસો એહનો રે, ચાતક સરખી ટેક;

રાત દિવસ સંભારીએં રે, એના અખંડ ગુણ અનેક. શ્રીજી૦ ૬

મંગળ મૂર્તિ વિશ્વમાં રે, વિશ્વવિહારીજી લાલ;

પ્રેમ સહિત નિત્ય પાળશે રે, સમે  તે લેશે સંભાળ. શ્રીજી૦ ૭

Facebook Comments