જય દેવ જય દેવ (૨) જય શંકર સ્વામી (૨)

Submitted by swaminarayanworld on Thu, 09/02/2012 - 7:46pm

જય દેવ જય દેવ (૨) જય શંકર સ્વામી (૨)

કરત નીરાજન સુર મુનિ  (૨)    વૃષભેશ્વર ગામી. જય . ૧

ગૌરવરન  ત્રિલોચન ચર્માંબર ધારી (૨) ગંગાધર ગૌરિવર (૨)

    શંકર ત્રિપુરારી . જય . ૨

સર્વાંગે વર ભસ્મ રૂંડમાળ રાજે (૨) ઉરગ વિભૂષન ભૂષિત (૨)

                                              લલાટ શશિ ભ્રાજે . જય . ૩

ત્રિશુળ ડમરૂ કર વામાંગે ગૌરી (૨) પ્રેમાનંદ કહે અવનિ (૨)

                                             રહો અવિચળ જોરી. જય . ૪

 

Facebook Comments