સ્વામિનારાયણ ભગવાનનાં કુમકુમ પગલા - સિધ્ધપુરમાં પરચો

Submitted by Dharmesh Patel on Fri, 10/07/2009 - 2:41pm

સિધ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં કંકુ પગલાં પડયાં

સ્વામિનારાયણ ભગવાનનાં કુમકુમ પગલા - સિધ્ધપુરમાં પરચો  - ગુરૂપૂર્ણિમા ૨૦૦૯

http://www.divyabhaskar.co.in/2009/07/08/0907080337_gurupurnima_calebration_in_sidhapur.html

સિધ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં કંકુ પગલાં પડયાં

Bhaskar News, Sidhapur Wednesday, July 08, 2009 03:36 [IST] 

ગુરૂપૂર્ણિમા ના દિવસે બનેલી ઘટનાની જાણ થતાં શ્રદ્ધાળુઓ દર્શને ઊમટયા

સિધ્ધપુર શહેરમાં મંગળવારે ગુરૂપૂર્ણિમા ની વહેલી સવારે સ્વામિનારાયણ મંદિર ખાતે પગલાં પડવાની વાત વાયુવેગે પ્રસરતાં શહેર-તાલુકામાંથી દર્શન કરવા માટે શ્રદ્ધાનાં ધોડાપુર ઉમટી પડયા હતા.

સિધ્ધપુરમાં ભગવાન સ્વામિનારાયણની ૧૪૪ વર્ષ જૂની મૂર્તિ આવેલી છે.વહેરાઇના મહાડમાં ૧૪૪ વર્ષ પહેલા અહીં આચાર્ય અયોઘ્યાપ્રસાદજીના હસ્તે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યાર બાદ હરિભકતોના ધસારાના કારણે મંદિર નાનું પડતું હોવાથી હાઇવે પર નવીન મંદિર નિર્માણ કરી આચાર્ય તેજેન્દ્રપ્રસાદના સંકલ્પ આજ્ઞાની શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી એ ર૦૦૮ની સાલમાં મંદિરની પ્રતિષ્ઠા કરી હતી.

ત્યારથી મંદિરમાં સદ્ધિપુર તાલુકો, ઊઝા, કલોલ, અમદાવાદ, પાલનપુર વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે અહીં આવે છે. મંગળવારે ગુરૂપૂર્ણિમા ના દિવસે મંદિરમાં વહેલી સવારે ભકત ડાહ્યાભાઇ પટેલ દર્શન કરવા માટે આવતાં કંકુના પગલાં જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને તેમણે મહંત સ્વામી દિવ્યસ્વરૂપજીને જાણ કરતાં થોડીવારમાં વાત વાયુવેગે ચોમેર પ્રસરી જતાં સિધ્ધપુર , બિલિયા, કહોડા, કામલી, ઊઝા, ઉમરુ, રાજપુર, કુંવારા, મકતુપુર વગેરે ગામમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર દર્શન માટે ઉમટી પડયું હતું.

આ પ્રસંગે જીવરામભાઇ પટેલ, ભરતભાઇ મોદી, દશરથભાઇ પટેલ, ભાવેશ પટેલ, ડાર્. વિજય ભાવસાર, યોગેશ શેઠ તેમજ મોટી સંખ્યામાં ભકતો દ્વારા શ્રી હરિની ધૂનથી મંદિર ગજવી દીધું હતું.

સ્વામિનારાયણ મંદિરના મહંત દિવ્યસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરમાં ભગવાનના કુલ ૧૮ પગલાં પડયાં છે. જેમાં પ્રથમ ૧૧ પગલાં બાદ એક પગલું મંદિરદ્વાર પર, ભગવાનની મૂર્તિનાં પગથિયામાં ત્રણ પગલાં અને ભગવાનના સ્થાનકે ત્રણ પગલાં પડયાં છે. ગુરૂપૂર્ણિમા ના દિવસે આ ઘટનાએ ભાવિક ભકતોને ધન્ય કર્યા હતા.

 

સિધ્ધપુર મંદિર વિશે ----  મોટા આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજે  ૧૦-૧૨ વર્ષ પહેલા કહેલી વાત

 

સિધ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં કંકુ પગલાં જુઓ તસ્વીરમાં