જે ઊત્પતિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઊચ્ચરે

Submitted by swaminarayanworld on Tue, 11/01/2011 - 8:19pm
જે ઊત્પતિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઊચ્ચરે,
જેના રોમ સુછિદ્રમાં અણુસમાં બ્રહ્માંડ કોટી ફરે;
માયા કાળ રવિ શશિ સુરગણો આજ્ઞા ન લોપે ક્ષણ,
એવા અક્ષર ધામના અધિપતિ શ્રીસ્વામિનારાયણ. ૧
આવી અક્ષર ધામથી અવનિમાં જે દેહ ધારી થયા,
આપ્યાં સુખ અપાર ભક્ત જનને દીલે ધરીને દયા;
કીધાં ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી,
વંદુ મંગળ મુરતિ ઊર ધરી સર્વોપરી શ્રીહરિ. ૨
 
Facebook Comments