સારસિદ્ધિ કડવું - ૧૩

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 9:12pm

રાગ :- ધન્યાશ્રી

 

તીવ્રવૈરાગ્યની ધાર છે તિખીજી, નથી કે’વાતું એ વાતને શીખીજી।

કાળજ કંપે છે દિશ એની દેખીજી, મોટપ્ય એની નથી જાતિ લેખીજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

લેખી ન જાયે લેશ એની, મોટપ તે માનો સહિ ।

વણ અંગે એ વારતા, બરોબર કે’તાં બેસે નહિ ।।ર।।

પણ જેના પંડયમાં એ પ્રગટે, રટે નિરંતર તે રામ ।

અંતર ઉંડા ઉતરી, સમરે છે સુંદર શ્યામ ।।૩।।

વસ્તી વન ભવનનું, ભીતર રહ્યું નથી ભાન ।

વીસરી ગઈ છે વાત બીજી, રે’તાં ર્મૂૃિતમાં ગુલતાન ।।૪।।

વર્ણ આશ્રમ જાતનું, નથી જાણ પણું જરાય ।

નામ રૂપ રંક ભૂપ, નથી મનાતું મનમાંય ।।પ।।

કવિ કોવિદ પંડિત પણું, પરઠતાં પણ પરઠાય નહિ ।

તે તીવ્ર વૈરાગ્યે નાખ્યું ત્રોડી, એક હરિર્મૂિતમાં રહી ।।૬।।

હાણ વૃદ્ધિને હાર્યા જિત્યા, ખાટ્યા ખોયાનું નથી ખરૂં ।

હરિ ર્મૂિતમાં વૃત્તિ વળગી, તેણે વિસરી ગયું પરૂં ।।૭।।

જેમ ચઢે ઉંચે કોઇ અંબરે, તેતો ભૂમિ આકાર ભાળે નહિ ।

તે શુભાશુભ સહુ પર છે, અસત્ય સત્ય કોઈ કાળે નહિ ।।૮।।

જે વસ્તુતાએ વસ્તુ નથી, તે વસ્તુ કેવી કે’વાય ।

એમ તીવ્ર વૈરાગ્યવાનને, એમ સે’જે વરતે છે સદાય ।।૯।।

તીવ્ર વૈરાગ્ય તેણે કરીને, જગતસુખ જોયામાં નથી આવતું ।

નિષ્કુલાનંદ નાથ મૂર્તિ વિના, બીજું ભૂલ્યેપણ નથી ભાવતું ।।૧૦।। કડવું ।।૧૩।।