અલોલોલોલોલો હાલ ખમા તુને રે, ઘણું ઘનશ્યામને હાલો ગૌ (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:28pm

રાગ પારણું

પદ ૧

અલોલોલોલોલો હાલ ખમા તુને રે, ઘણું ઘનશ્યામને હાલો ગૌ. ટે.

પ્રિતમજીનું પારણું શોભે. હિરા હેમ જડૌ;

સાવ સોનાનાં મોર બિરાજે, જોઈને મન લોભે. અલોલો. ૧

પારણીયામાં પ્રિતમ પોઢ્યા, મુખે મંદ હસૌ;

પ્રેમવતી અતિ પ્રિત કરીને, હીરની દોરી હલૌ. અલોલો. ૨

હેતે હરિને હિંચકો નાખી, હુંસે હાલો ગૌ;

ભુધરજીનાં ભાંમણાં લઈને, તન ધન વારી જૌ. અલોલો. ૩

માવને રૂડા મેવા જમાડું, દૂધને સાકર પૌઆ કાજુ;

કન્યા મારા કોડીલાને, પ્રિત કરી પરણૌ. અલોલો. ૪

શાંમળો સોહન, અસુર મોહન, સંતોને સુખ દૌ;

મોહન મારા રૂદીયામાંહી, અહોનીશ તમે રૌ. અલોલો. ૫

છપૈયા શહેરની સુંદરી આવી, લાડને લાડ લડૌ;

ખમા ખમા ઘણું જીવો, કહી મુખે ચુંબન લૌ. અલોલો. ૬

કાલીદત્ત દૈત્યને માર્યો, કૃત્યા સૌ નશૌ;

શરણે આવ્યાં અમે તમારે, તેને ઊદ્ધારી લૌ. અલોલો. ૭

દરશન સારુ શિવજી આવ્યા, જટા જુટ બનૌ;

વાઘાંબર ઓઢીને ઊભા, ડુમ ડુમડાક બજૌ. અલોલો. ૮

ભુધર જોવા બ્રહ્મા આવ્યા, વાહન હંસ બેસૌ;

નારદ નાચે વિણા લઈને, તુંબરું તાન બજૌ. અલોલો. ૯

હેત કરી જે હાલો ગાશે, તેનાં પાપ નશૌ;

બદ્રિનાથ શ્યામને ઊપર, પ્રાણ વારી વારી જૌ. અલોલો. ૧૦

Facebook Comments