નગર અયોધ્યાની પાસે એક ગામ છે રે (૧)

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 9:24pm

રાગ : શ્રી સહજાનંદ સ્વામિના દાજીરે

પદ - ૧

નગર અયોધ્યાની પાસે એક ગામ છે રે,

તેનું નામ શુભ છપૈયા છે સાર રે વાલાની કહુ વાતડી રે.

તેમાં વિપ્ર રહે છે ધર્મ દેવ નામના રે,

તેની ત્રિયા શુભ ભક્તિ ગુણ ભંડાર રે ... વાલાની ૧

તેને ઘેર પ્રભુ મેહેર કરી આવીયા રે,

કરવા કોટિ કોટિ જીવ ભવ પાર રે ... વાલાની ૨

રૂડી રાત ગઈ છે દસ ઘડી જાહ્યરે રે,

ત્યારે પ્રગટ્યા વાલો અક્ષરના આધાર રે ... વાલાની ૩

સર્વે માનુની મળીને મંગળ ગાય છે રે,

હરિને મોતિડે વધાવે ભરી થાળ રે ... વાલાની ૪

નારણદાસના વાલાને જાય વારણે રે,

ઘણું ઘણું જીવો ભક્તિ કેરા બાળ રે ... વાલા ૫

Facebook Comments