જય મંગલકારી જય મંગલકારી; - શ્રી ગણપતિજીની આરતી

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 12:28am

શ્રી ગણપતિજીની આરતી

જય મંગલકારી જય મંગલકારી;

આરતી પ્રેમે ઉતારૂં (૨) ગણપતિ ભયહારી    ..જય૦ ૧ ટેક

વંદિત ચરણ સુરાસુર, ત્રિભુવન વિખ્યાતા, (૨)

કામરિપુ સુત સુંદર (૨) મનવાંછિત દાતા ...જય૦ ૧

ગૌરવરણ ગિરિજાસુત, સુંદર ગજવદના, (૨)

શોભિત શશિવર ભાલે (૨) જય જય સુખસદના .. જય૦ ૨

એકદંત અઘમોચન ઉંદર અસવારી (૨)

લંબોદર ગણનાયક (૨) વરદાયક ભારી ...જય૦ ૩

સુંદર ઉરગ વિભૂષણ, ભૂષિત સુખરાશી, (૨)

પ્રેમાનંદ બલિહારી (૨) શિવસુત અવિનાશી ...જય૦૪

Facebook Comments