(૧૨) ગ્રહશાંતિપ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:56pm

ગ્રહશાંતિપ્રકરણમ્ (૧૨)

સમૃદ્ધિ અને શાંતિની ઈચ્છાવાળાએ અથવા વૃષ્ટિ, આયુષ્ય વૃદ્ધિ અને પુષ્ટિની ઈચ્છાવાળાએ અથવા અદષ્ટ ઊપાયથી શત્રુઓને પીડિત કરવાની ઈચ્છાવાળા પુરૂષે ગ્રહયજ્ઞ કરવો. ૨૯૫

સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ નવ ગ્રહો છે. ૨૯૬

સૂર્યાદિક ગ્રહોની ર્મૂતિઓ અનુક્રમે તાંબુ, સ્ફટિક, લાલ ચંદન, ચાંદી, લોખંડ, સીસુ વગેરે ધાતુઓમાંથી બનાવવી જોઈએ. અને ઊપરોકત ધાતુમાંથી ર્નિમિત ર્મૂતિઓ ન મળે તો, તે તે રંગોથી વસ્ત્ર ઊપર અથવા મંડલમાં ચંદનાદિક ગન્ધ વડે બનાવવી. ગ્રહના રંગને અનુસારે તે તે રંગનું પુષ્પ અને વસ્ત્ર આપવું. અને ગન્ધ, બલિ, ધૂપ અને ગુગળ આપવું જોઈએ અને પ્રત્યેક દેવતાને માટે મંત્ર સહિત ચરૂ બનાવીને હોમ કરવો જોઈએ. ૨૯૭-૨૯૮-૨૯૯

‘આકૃષ્ણેન’, ‘ઈમં દેવા’, ‘અગ્નિમૂર્ધા’, ‘દિવઃકકુત્’, ‘ઊદબુધ્યસ્વેતિ’, ‘બૃહસ્પતેઅતિયદર્ય’, ‘અન્નાતપરિસ્ત્રુત’, ‘શંનોદેવી’ અને ‘કાંડાત્કેતુકૃણ્વન્’ આ અનુક્રમે નવ દેવતાઓના નવ મંત્રો છે. ૩૦૦-૩૦૧

આકડો, ખાખરો, ખદિર, અંઘેડો, પીપળો, ઊદુમ્બર, ખીજડો, દુર્વા અને કુશ એ અનુક્રમે નવ ગ્રહોના સમિધ્ કહ્યા છે. ૩૦૨

સૂર્યાદિ પ્રત્યેક ગ્રહો માટે એકસો આઠ, એકસો આઠ અથવા આઠ્ઠાવીસ, અઠ્ઠાવીશ સમિધો મધ અને ઘી, અથવા દહીં દૂધમાં ભીંજવીને હોમ કરવો. ૩૦૩

ગોળમિશ્રિત ભાત, ખીર, હવિષ્ય, દૂધ સાથે સાઠી ડાંગરનો ભાત, દહીં ભાત, ઘી ભાત, તલયુકત ભાત અનેક રંગોવાળો ભાત આ સર્વ ભોજન ગ્રહોના અનુક્રમથી જ્ઞાની પુરૂષે બ્રાહ્મણોને યથાશકિત આપવું અથવા પોતાના લાભને અનુસારે વિપ્રોનો સત્કાર કરીને વિધિપૂર્વક તે ભોજન આપવું. ૩૦૪-૩૦૫

દૂઝણી ગાય, શંખ, બળદ, સોનું પીળા રંગનું વસ્ત્ર, ઘોડો, કાળા રંગની ગાય, લોખંડનાં શસ્ત્ર અને આ સર્વે અનુકેરમે બ્રાહ્મણોને દક્ષિણમાં આપવાં. ૩૦૬

જે પુરૂષને જે ગ્રહ પ્રતિકૂળ હોય તે પુરૂષે તે ગ્રહની વિધિપૂર્વક પૂજા કરવી. બ્રહ્માએ ગ્રહેને વર આપ્યો છે કે તમારી પૂજા જયારે કોઈ કરશે, ત્યારે પૂજા કરનારાને તમે પ્રસન્ન અને સુખી કરશો. ૩૦૭

કલ્યાણ, રાજાઓની પ્રગતિ અને પતન તથા સંસારનું અસ્તિત્વ અને વિનાશ ગ્રહોને આધીન છે, માટે આ ગ્રહ સર્વથી વિશેષ પૂજા છે. ૩૦૮

ઈતિ ગ્રહશાંતિપ્રકરણમ્