તમે જમો જમો ને મારા ઠાકરિયા

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 12:22am

રાગ : બિહાગ

તમે જમો જમો ને મારા ઠાકરિયા

હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડુ સાકરીયા. તમે૦

પેંડા બરફી ખાજાં જલેબી, મરકી મેસુબને ઘેબરિયા,

શીરો પુરી કંસાર હરીસો, બીરંજ જમો કહાના કેસરિયા. તમે૦

ભજીયાં વડાં તળ્યા છે પાપડ, મીઠું જીરૂં નાખીને મરિયાં,

શાક પાક સુંદરવર જમજો, રાયતણાં સુંદર દૈથરિયાં. તમે૦

આંબા મોરનો ભાત અનોપમ, દૂધ સાકર જમો ગિરધરીયા,

વધે તે પ્રેમાનંદને આપો, ધર્મકુંવર રંગના ભરિયા. તમે૦

Facebook Comments