રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે, (૧)?

Submitted by swaminarayanworld on Wed, 18/04/2012 - 11:50pm

રાત્રીના ભોજનનો થાળ

રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે, રૂડી૦

ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરેધોઈ;

મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે. રૂડી૦ ૧

ઘી ઘણું જમો અલબેલા, અથાણાં પાપડ રંગ છેલા;

ચોપે શું ચોળાની કાજુ કરી વડી રે. રૂડી૦ ૨

દૂધ કઢીને દહીં જમાવી, લલિત લવિંગે શું છમકાવી;

ભુધરને જમવાને કાજે કરી કઢી રે. રૂડી૦ ૩

શીતલ જલ જમુનાનાં લાઉં, પ્રેમેથી જલ પાન કરાવું;

મનગમતા મુખવાસ લીયો હરિહેતથી રે. રૂડી૦ ૪

દયાનંદ કહે દિલમાં ધારી, પ્રસાદી આપો હિતકારી;

મોહનવરને હાથે મુજને મોજમળીરે. રૂડી૦ ૫

 

Facebook Comments