અધ્યાય - ૭ - અન્નકૂટોત્સવના નિમિત્તે ભગવાન શ્રીહરિનાં દર્શને પધારેલા મંડળધારી સંતોનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:19pm

અધ્યાય - ૭ - અન્નકૂટોત્સવના નિમિત્તે ભગવાન શ્રીહરિનાં દર્શને પધારેલા મંડળધારી સંતોનાં નામ.

અન્નકૂટોત્સવના નિમિત્તે ભગવાન શ્રીહરિનાં દર્શને પધારેલા મંડળધારી સંતોનાં નામ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ગઢપુરની આસપાસના ગામોમાં નિવાસ કરીને રહેલા સંતોને ભગવાન શ્રીહરિનાં દર્શનની અતિશય આતુરતા હોવાથી મનમાં ક્યાંય શાંતિ વળતી ન હતી, તેથી તે બારસ લગી એકાદશીની રાત્રી તેમને માટે કલ્પ સમાન લાંબી થઇ પડી.૧

આખી રાત્રી ભગવાન શ્રીહરિનાં કીર્તનોનું ગાન કરતા કરતા મહાકષ્ટથી તે રાત્રી વીતાવી અને સવારે બારસ અને ધનતેરસ ભેળાં હતાં તે પ્રાતઃકાળે સર્વે સંતો અતિ વેગથી ગઢપુર આવવા નીકળ્યા.૨

ચારે તરફથી ગઢપુરના માર્ગે ઉતાવળી ગતિએ ચાલતા સર્વે સંતો રસ્તામાં આડા આવતા કાંટા, કાંકરા, પથરા કે ખેતરના ફરતે કરેલી કાંટાની વાડને પણ ગણતા ન હતા. તેમાં કૃપાનંદમુનિ પોતાના મંડળ સાથે સર્વ કરતાં પહેલાં ગઢપુર આવ્યા, તેવી જ રીતે ત્યાગાનંદમુનિ પણ પોતાના મંડળ સાથે પધાર્યા, નિર્લોભાનંદમુનિ નામના બે મંડલેશ્વરો હતા તે પણ પોતાના મંડળની સાથે ગઢપુરમાં પધાર્યા.૩-૫

(અહીં જે જે સંતોના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તે સર્વે મંડળધારી સંતો છે અને પોતાના મંડળના પચીસ કે પચાસ જે કોઇ સંતો હોય તે સાથે જ છે એમ સમજી રાખવું, દરેક શ્લોકમાં મંડળની સાથે પધાર્યા એવો ઉલ્લેખ છે.)
આત્માનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, પરમહંસાનંદ સ્વામી, ચિન્મયાનંદ સ્વામી, વૈરાગ્યાનંદ સ્વામી, એકનામ વાળા બે અદ્ભૂતાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, જીજ્ઞાસાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, કૈવલ્યાનંદ સ્વામી, વિરક્તાનંદ સ્વામી, ચિદ્રૂપાનંદ સ્વામી, નરનારાયણાનંદ સ્વામી, શ્રીગુરુચરણરતાનંદ સ્વામી, પતિતપાવનાનંદ સ્વામી, મહાપુરુષાનંદ સ્વામી, ધીરાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, પરમચૈતન્યાનંદ સ્વામી, વિશ્વાત્માનંદ સ્વામી, બે વૈષ્ણવાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી, સૂર્યાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, કલ્યાણાનંદ સ્વામી, પુરુષોત્તમાનંદ સ્વામી, ભાગેશ્વરાનંદ સ્વામી, અરૂપાનંદ સ્વામી, અપારાનંદ સ્વામી, અમૂર્તાનંદ સ્વામી આદિ પોતાના મંડળે સહિત ઉતાવળા ગઢપુર પધાર્યા.૬-૧૪

ગોપેશ્વરાનંદ સ્વામી, પદ્મધરાનંદ સ્વામી, લક્ષ્મીનારાયણાનંદ સ્વામી, રાધેશાનંદ સ્વામી, નરાનંદ સ્વામી, પરમપુરુષાનંદ સ્વામી, શ્વેતવૈકુંઠાનંદ સ્વામી, પરાનંદ સ્વામી, જગતપાવનાનંદ સ્વામી, ભક્તેશાનંદ સ્વામી, દેવેશાનંદ સ્વામી, હરિપ્રકાશાનંદ સ્વામી, હરિપ્રસાદાનંદ સ્વામી, સુધર્માનંદ સ્વામી, રાધેશ્વરાનંદ સ્વામી, સુખપ્રકાશાનંદ સ્વામી, નિર્વિઘ્નાનંદ સ્વામી, અક્ષરનિવાસાનંદ સ્વામી, ધર્મપ્રકાશાનંદ સ્વામી, નિર્દોષાનંદ સ્વામી, સુખસ્વરૂપાનંદ સ્વામી, વિશ્વનાથાનંદ સ્વામી, પરમસંતોષાનંદ સ્વામી, શુદ્ધજ્ઞાનાનંદ સ્વામી, વિજયાત્માનંદ સ્વામી, બદરીનાથાનંદ સ્વામી, પરમજ્ઞાનાનંદ સ્વામી, નિવૃત્ત્યાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, ત્રિવિક્રમાનંદ સ્વામી, ચિદાનંદ સ્વામી, નયાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, શમાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી, અચ્યુતાનંદ સ્વામી, અનંતાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, ગવેન્દ્રાનંદ સ્વામી, અનુભવાનંદ સ્વામી, આદિત્યાનંદ સ્વામી, અચલાનંદ સ્વામી, અજન્માનંદ સ્વામી, અખિલાનંદ સ્વામી, આકાશાનંદ સ્વામી, અખિલબ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી, ઁકારાનંદ સ્વામી, વીર્યાનંદ સ્વામી, વિશ્વરૂપાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, પરમાત્માનંદ સ્વામી, વેદાંતાનંદ સ્વામી, વૈકુંઠાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, તત્ત્વાનંદ સ્વામી, નિજબોધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, મુકુન્દાનંદ સ્વામી, ક્ષમાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, પુંડરિકાક્ષાનંદ સ્વામી, વિધાત્રાનંદ સ્વામી, અનાદિનિધનાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી આદિ સર્વે સંતો પોતાના મંડળે સહિત ગઢપુર પધાર્યા.૧૫-૩૪

તેવીજ રીતે અગ્રાહ્યાનંદ સ્વામી, શાશ્વતાનંદ સ્વામી, ધ્રુવાનંદ સ્વામી, અપ્રમેયાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, સ્થવિષ્ઠાનંદ સ્વામી, ઋષિકેશાનંદ સ્વામી, પ્રભુતાનંદ સ્વામી, નિયમાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, નિઃસ્વાદાનંદ સ્વામી, નિઃસ્નેહાનંદ સ્વામી, કૌશિકાનંદ સ્વામી, અષ્ટાવક્રાનંદ સ્વામી, યુક્તાનંદ સ્વામી, જગદીશાનંદ સ્વામી, પીતાંબરાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, પરમેશ્વરાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, સર્વેશ્વરાનંદ સ્વામી, ઇશ્વરાનંદ સ્વામી, સુરેશ્વરાનંદ સ્વામી, ધર્માનંદ સ્વામી, મુનીશ્વરાનંદ સ્વામી, નૃહર્યાનંદ સ્વામી, બલભદ્રાનંદ સ્વામી, પ્રકાશાનંદ સ્વામી, સિધ્ધાનંદ સ્વામી, શંકરાનંદ સ્વામી, વિશ્રામાનંદ સ્વામી, કેશવાનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી, સ્વવશાનંદ સ્વામી, દ્રષ્ટૃપ્રકાશાનંદ સ્વામી, સજ્જનાનંદ સ્વામી, માધવાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામી, પ્રભાનંદ સ્વામી, ભાસ્કરાનંદ સ્વામી, ઋષભાનંદ સ્વામી, સગુણાનંદ સ્વામી, રમેશ્વરાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી, નિર્દ્વન્દ્વાનંદ સ્વામી, વિદેહાનંદ સ્વામી, નિરાલંબાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી, નિઃસંદેહાનંદ સ્વામી, વિશ્વાસાનંદ સ્વામી, નિર્વિહારાનંદ સ્વામી, દીપ્તાનંદ સ્વામી, નિરપેક્ષાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી પણ પોતાના મંડળે સહિત ગઢપુર પધાર્યા.૩૫-૪૮

નિરન્નાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, સત્તાનંદ સ્વામી, નીલકંઠાનંદ સ્વામી, નિર્મોહાનંદ સ્વામી, ભૂધરાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભદ્રાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી, અછેદ્યાનંદ સ્વામી, માયાતિતાનંદ સ્વામી, માનદાનંદ સ્વામી, હંસાનંદ સ્વામી, પ્રદ્યુમ્નાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, પ્રતોષાનંદ સ્વામી, હરિભજનાનંદ સ્વામી, નિર્મલાનંદ સ્વામી, હયગ્રિવાનંદ સ્વામી, શાન્તાનંદ સ્વામી, નરોત્તમાનંદ સ્વામી, પ્રશાન્તાનંદ સ્વામી, નારાયણાનંદ સ્વામી, ધન્યાનંદ સ્વામી, સવિત્રાનંદ સ્વામી, સુજ્ઞાનંદ સ્વામી, ધરણીધરાનંદ સ્વામી, સત્કર્તાનંદ સ્વામી, સત્યેશ્વરાનંદ સ્વામી, જ્યોતિષાનંદ સ્વામી, પ્રબોધાનંદ સ્વામી, પ્રભવાનંદ સ્વામી, રામચંદ્રાનંદ સ્વામી, સર્વજ્ઞાનંદ સ્વામી, પદ્મનાભાનંદ સ્વામી, તાપસાનંદ સ્વામી, શૂન્યાતિતાનંદ સ્વામી, તુરીયાનંદ સ્વામી, સ્વસ્વરૂપાનંદ સ્વામી, વામનાનંદ સ્વામી, જગન્નિવાસાનંદ સ્વામી, વિવેકાનંદ સ્વામી, અક્ષયરૂપાનંદ સ્વામી, મંગલાનંદ સ્વામી, શ્વેતદ્વિપાનંદ સ્વામી, અવ્યયાનંદ સ્વામી, ગોલોકેશ્વરાનંદ સ્વામી, સુવ્રતાનંદ સ્વામી, તુરીયાતીતાનંદ સ્વામી, અભેદાનંદ સ્વામી, દૃઢવ્રતાનંદ સ્વામી, વિચારાનંદ સ્વામી, નિર્વિશેષાનંદ સ્વામી, ક્ષેમાનંદ સ્વામી, અનિરુદ્ધાનંદ સ્વામી, જિષ્ણવાનંદ સ્વામી, મધુસુદનાનંદ સ્વામી, વિષ્ણવાનંદ સ્વામી, અવ્યયાત્માનંદ સ્વામી, મુક્તિદાનંદ સ્વામી, સંશિતવ્રતાનંદ સ્વામી, વરદાનંદ સ્વામી, જ્ઞાનવલ્લભાનંદ સ્વામી, સુપૂર્ણાનંદ સ્વામી, વિશ્વધારાનંદ સ્વામી, દુર્લભાનંદ સ્વામી, ઘનશ્યામાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી આદિ સર્વે સંતો પોતપોતાના મંડળ સહિત ગઢપુર પધાર્યા. ૪૯-૬૫

તેવીજ રીતે દહરાનંદ સ્વામી, ઐશ્વર્યાનંદ સ્વામી, અવદાતાનંદ સ્વામી, અલિંગાનંદ સ્વામી, રાધાકૃષ્ણાનંદ સ્વામી, ધર્માત્માનંદ સ્વામી, હરિહયાનંદ સ્વામી, વ્રજેશાનંદ સ્વામી, બાલમુકુન્દાનંદ સ્વામી, ઉપશમાનંદ સ્વામી, સંકર્ષણાનંદ સ્વામી, શ્રીધરાનંદ સ્વામી, જનાર્દનાનંદ સ્વામી, અમૃતાનંદ સ્વામી, યજ્ઞોશ્વરાનંદ સ્વામી, ભૂતાત્માનંદ સ્વામી, પૂતાત્માનંદ સ્વામી, પુરુષાનંદ સ્વામી, પ્રધાનપુરુષેશ્વરાનંદ સ્વામી, હિરણ્યગર્ભાનંદ સ્વામી, ભાવનાનંદ સ્વામી, દુરાધર્ષાનંદ સ્વામી, પ્રભવાનંદ સ્વામી, ઇશાનાનંદ સ્વામી, ભૂગર્ભાનંદ સ્વામી, પ્રાણદાનંદ સ્વામી, કૃતજ્ઞાનંદ સ્વામી, સંવત્સરાનંદ સ્વામી, સુરેશાનંદ સ્વામી, ત્રિગુણાતિતાનંદ સ્વામી, બુદ્ધાનંદ સ્વામી, વૃષાકપ્યાનંદ સ્વામી, વસ્વાનંદ સ્વામી, વૃષકર્માનંદ સ્વામી, સમાત્માનંદ સ્વામી, સહસ્રશીર્ષાનંદ સ્વામી, સર્વગાનંદ સ્વામી, સર્વવિદાનંદ સ્વામી, સામગાનંદ સ્વામી, વિશ્વક્સેનાનંદ સ્વામી, વેદાનંદ સ્વામી, ધર્માધ્યક્ષાનંદ સ્વામી, વેદાંગાનંદ સ્વામી, લોકાધ્યક્ષાનંદ સ્વામી, ભ્રાજિષ્ણવાનંદ સ્વામી, ચતુર્વ્યુહાનંદ સ્વામી, સહિષ્ણવાનંદ સ્વામી, ચતુરાત્માનંદ સ્વામી, અનઘાનંદ સ્વામી, ચતુર્ભુજાનંદ સ્વામી, વિજયાનંદ સ્વામી, ઊર્જિતાનંદ સ્વામી, કારણાનંદ સ્વામી, ઉપેન્દ્રાનંદ સ્વામી, ધૃતાત્માનંદ સ્વામી, અતીન્દ્રિયાનંદ સ્વામી, સત્વસ્થાનંદ સ્વામી, મહાવીર્યાનંદ સ્વામી, અયોનિજાનંદ સ્વામી, સાત્વત્તાનંદ સ્વામી, મહોત્સાહાનંદ સ્વામી, વિશ્રુતાનંદ સ્વામી, અનિર્દેશ્યાનંદ સ્વામી, નિમેષાનંદ સ્વામી, મહેષ્વાસાનંદ સ્વામી, ઉદારાનંદ સ્વામી, પણ પોતપોતાના મંડળે સહિત ગઢપુર પધાર્યા. ૬૬-૮૨

મહાશક્ત્યાનંદ સ્વામી, વિશ્વાનંદ સ્વામી, દુર્મર્ષણાનંદ સ્વામી, ધામાનંદ સ્વામી, ગુરૂત્તમાનંદ સ્વામી, ભૂષણાનંદ સ્વામી, સહસ્રાક્ષાનંદ સ્વામી, અનિલાનંદ સ્વામી, સત્યપરાક્રમાનંદ સ્વામી, નિવૃત્તાનંદ સ્વામી, સંવૃત્તાનંદ સ્વામી, સત્કૃતાનંદ સ્વામી, અસંખ્યેયાનંદ સ્વામી, વિશિષ્ટાનંદ સ્વામી, સિધ્ધાર્થાનંદ સ્વામી, સિધ્ધસંકલ્પાનંદ સ્વામી, સિધ્ધિદાનંદ સ્વામી, વર્ધનાનંદ સ્વામી, વિવિક્તાનંદ સ્વામી, શ્રુતિસાગરાનંદ સ્વામી, મહેન્દ્રાનંદ સ્વામી, બૃહદ્રુપાનંદ સ્વામી, વસુદાનંદ સ્વામી, જગન્નાથાનંદ સ્વામી, સંન્યાસાનંદ સ્વામી, પ્રકાશાત્માનંદ સ્વામી, પ્રતાપાનંદ સ્વામી, અવ્યાકતરૂપાનંદ સ્વામી, પાવનાનંદ સ્વામી, અનંતજિદાનંદ સ્વામી, ક્રોધહાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી, પ્રથિતાનંદ સ્વામી, અશોકાનંદ સ્વામી, દામોદરાનંદ સ્વામી, અકામાનંદ સ્વામી, અનુકૂલાનંદ સ્વામી, અતુલાનંદ સ્વામી, આદિદેવાનંદ સ્વામી, શ્રીગર્ભાનંદ સ્વામી, મહાભાગાનંદ સ્વામી, નિર્વાણાનંદ સ્વામી, વ્યવસાયાનંદ સ્વામી, સંતોષાનંદ સ્વામી, નંદાનંદ સ્વામી, સ્થિરાનંદ સ્વામી, વિરામાનંદ સ્વામી, નિર્મત્સરાનંદ સ્વામી, શત્રુઘ્નાનંદ સ્વામી, સુદર્શનાનંદ સ્વામી, વિશાલાનંદ સ્વામી, પરમેષ્ઠયાનંદ સ્વામી, દક્ષાનંદ સ્વામી, ધર્મયુપાનંદ સ્વામી, ઇજ્યાનંદ સ્વામી આદિ સંતો પોતાના મંડળના સંતો સાથે ગઢપુર પધાર્યા.૮૩-૯૬

મહામખાનંદ સ્વામી, વિમુક્તાનંદ સ્વામી, સુમુખાનંદ સ્વામી, સૂક્ષ્માનંદ સ્વામી, જિતક્રોધાનંદ સ્વામી, બ્રહ્મણ્યાનંદ સ્વામી, મનોહરાનંદ સ્વામી, દર્પહાનંદ સ્વામી, ભક્તવત્સલાનંદ સ્વામી, શુભાંગાનંદ સ્વામી, જ્ઞાનગમ્યાનંદ સ્વામી, શાંતિદાનંદ સ્વામી, પુરાતનાનંદ સ્વામી, સત્કીર્ત્યાનંદ સ્વામી, સત્યસંધાનંદ સ્વામી, વિશોકાનંદ સ્વામી, પ્રમોદાનંદ સ્વામી, નંદનાનંદ સ્વામી, સત્યધર્માનંદ સ્વામી, સદ્ગત્યાનંદ સ્વામી, ગદાધરાનંદ સ્વામી, પુણ્યાનંદ સ્વામી, ચક્રધરાનંદ સ્વામી, દુર્જ્યાનંદ સ્વામી, સનાતનાનંદ સ્વામી, કુમુદાનંદ સ્વામી, છિન્નસંશયાનંદ સ્વામી, વિશુદ્ધાત્માનંદ સ્વામી, અક્ષોભ્યાનંદ સ્વામી, ત્રિલોકેશાનંદ સ્વામી, સુલભાનંદ સ્વામી, ત્રિલોકેશાત્માનંદ સ્વામી, યોગીશાનંદ સ્વામી, આદિત્યવર્ણાનંદ સ્વામી, વિશુધ્ધાનંદ સ્વામી, ધનંજ્યાનંદ સ્વામી, શુદ્ધાનંદ સ્વામી, પુણ્યકીર્ત્યાનંદ સ્વામી, સુનેત્રાનંદ સ્વામી, ભૂતાવાસાનંદ સ્વામી, સદ્ભૂત્યાનંદ સ્વામી, શુદ્ધાત્માનંદ સ્વામી, વિદ્યાનંદ સ્વામી, દિવ્યમૂર્ત્યાનંદ સ્વામી, શરણ્યાનંદ સ્વામી, લોકનાથાનંદ સ્વામી, સાક્ષ્યાનંદ સ્વામી, મહાકર્માનંદ સ્વામી, સુહૃદાનંદ સ્વામી, ચતુર્વેદાનંદ સ્વામી, સત્ત્વાનંદ સ્વામી, ઇશ્વરેશ્વરાનંદ સ્વામી, ઉદ્ભવાનંદ સ્વામી, મહાભૂતાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, યજ્ઞાનંદ સ્વામી, પરમપ્રકાશાનંદ સ્વામી, યોગેશ્વરાનંદ સ્વામી, હર્યાનંદ સ્વામી, વિશ્વચૈતન્યાનંદ સ્વામી, શ્રેત્રજ્ઞાનંદ સ્વામી, તદ્રૂપાનંદ સ્વામી, સત્યાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, શ્રીનિવાસાનંદ સ્વામી, સદ્ધર્માનંદ સ્વામી, ભક્તેશ્વરાનંદ સ્વામી, ઇશાનંદ સ્વામી, રાસેશ્વરાનંદ સ્વામી, ભાવાનંદ સ્વામી, હિરણ્યમયાનંદ સ્વામી, તથા ભૂમાનંદ સ્વામી આદિ સર્વે સંતો પોતપોતાનાં મંડળના સંતોએ સહિત તત્કાળ દુર્ગપુર પધાર્યા.૯૭-૧૧૫

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પોતપોતાના મંડળે સહિત કૃપાનંદ સ્વામી આદિ ચારસો છવીસ મંડળધારી સંતો ગઢપુર પધાર્યા. અને તે સિવાય હજારો નરનારીઓ પણ અન્નકૂટનો ઉત્સવ કરવા દુર્ગપુર પ્રત્યે પધાર્યા.૧૧૬

ગઢપુર આવતા સંતો અને ભક્તજનોને માર્ગમાં અતિશય મંગળને સૂચવતાં અનેક શુભ શુકનો થતાં હતાં. તે જોઇ ભગવાન શ્રીહરિનાં સાક્ષાત્ દર્શનનો અવસર આપણને હમણાં જ પ્રાપ્ત થશે. એમ માની બહુજ હર્ષ પામવા લાગ્યા.૧૧૭

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં શ્રીહરિનાં દર્શને સંતોનાં મંડળો પધાર્યાં એ નામે સાતમો અધ્યાય પૂર્ણ થયો. --૭--