આરતી કીજે સહજાનંદ સ્વામી, નટવર રૂપ પ્રગટ બહુનામી. (૧)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 6:05pm

આરતી કીજે સહજાનંદ સ્વામી, નટવર રૂપ પ્રગટ બહુનામી. આ.ટેક. ૧

શારદ શેષ નારદ ગુન ગાવે, નિગમ નેતિ કહી પાર ન પાવે; આ. ૨

સર્વાતીત અકળ અવિનાશી, જાહી જપત મુનિ સહસ્ત્ર અઠ્યાસી; આ. ૩

માયા જીવ ઇશકે કારન, નરતન ધાર્યો પતિતજન તારન; આ. ૪

અંગોઅંગ પુષ્પ ધરે વનમાળી, હરિજનસંગ બજાવત તાળી; આ. ૫

એહિ છબી રહો નિત્ય નેનુકે આગે, મુક્તાનંદ કર જોરી કે માગે; આ. ૬

Facebook Comments