જય ગણપતિ પ્યારા - આરતી ?

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:35pm

 

શ્રી ગણપતિજીની આરતી

જય ગણપતિ પ્યારા, જય ગણપતિ પ્યારા,

વિઘ્ન વિનાયક મૂર્તિ, સુખદાયક સારા. જય૦ ૧

જય જય શંભુકુમાર, શોક સદા હરતા,

દેવ વિશેષ વિચક્ષણ, રક્ષણના કરતા. જય૦ ૨

ગૌરી પુત્ર ગણેશ, વંદુ કર જોડી,

સ્મરણ કરે છે  તેનાં, દુઃખ નાખો  તોડી. જય૦ ૩

લચપચતા લાડુનું, ભોજન બહુ ભાવે,

આપ બીરાજો છો ત્યાં, સંકટ નવ આવે, જય૦ ૪

સિદ્ધિ બુદ્ધિ બેઊ, શુભ પત્નિ સંગે,

શુભ કામે વિચરો છો, અતિશય ઊછરંગે. જય૦ ૫

સુરનર મુનિવર સર્વે, સેવે છે તમને ,

મંગલકારી મૂર્તિ, આપો સુખ અમને. જય૦ ૬

જય સંકટ હર સુખકર, અરજી ઊર ધરજો,

વિશ્વ વિહારી કેરો, અભ્યુદય કરજો. જય૦ ૭

Facebook Comments