જીમીયે જન સુખદાઈ, ભોજન જીમીયે જન સુખદાઈ (૧)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 6:04pm

રાગ : સારંગ

રાજભોગનો થાળ

પદ-૧

જીમીયે જન સુખદાઈ, ભોજન જીમીયે જન સુખદાઈ. ભોજન૦

ખટરસ ચાર પ્રકાર સુધારકે, ભક્તિ માત લે આઈ. ભોજન૦ ૧

પૂર્યો કનક થાળ અતિ સુંદર, કંચન પાટ બીછાઈ,

છપ્પન ભોગ છતીસહુ બિંજન, રચના કહી ન જાઈ. ભોજન૦ ૨

લડુવા બોત પ્રકાર કે નૌતમ, પૈંડા બરફી બનાઈ,

ઘેબર ખાજાં સરસ જલેબી, સૂત્રફેણી મન ભાઈ. ભોજન૦ ૩

મરકી મેસુબ સાટા ગુંજા, ગુલાબપાક ગુનદાઈ,

લુચઈ પુરી ઠોર કચોરી, બરની ન શક્યો મીઠાઈ. ભોજન૦ ૪

ઘણી પાપડ પાપડી પૂડા, માલપુવા અધિકાઈ,

સેવ સુંવારી ખીર ખાંડ ઘૃત, જીમીયે નાથ અઘાઈ. ભોજન૦ ૫

મધુ મેવા અરૂ માખન મિસરી, સિરખન બીરંજ સોહાઈ,

ભજીયાં વડાં ગુલ ગુલાબકળી ભલી, ગીનત પારકો પાઈ. ભોજન૦ ૬

કેરી આદા નીંબ મિરચી, ખારક દ્રાક્ષ તિખાઈ,

અથાનેકો અંત નહી તબ, રહ્યો કહત સંકુચાઈ. ભોનજ૦ ૭

ભાજી સુંદર સરસ બની પ્રભુ, જીમો દેઉ બતાઈ,

કાશીફળ કંકોડાં પરવર, સુરનકી સરસાઈ. ભોનજ૦ ૮

વાલોરી વૃંતાક કારેલાં, કીતની કરૂં બડાઈ,

નયાંકો અતિ સરસ રાઈતો, તુલ્ય પરી હે રાઈ. ભોજન૦ ૯

કઢી વડી અરૂ ચના તરેલકો, સ્વાદ હે સરસ સવાઈ,

બથુવા મેથી સુવા ટાંકા, ભાજી સરસ રંધાઈ. ભોજન૦ ૧૦

દાળ ભાત જીમીયે સુંદર, મીસરી ગોરસમાંઈ,

હોરે હોરે ગ્રાસ ભરો પ્રભુ, લાવું દુધ ઓટાઈ. ભોજન૦ ૧૧

અતિ આનંદ હોઈ જીમો જીવન, થાર સુનાવું ગાઈ,

પ્રેમાનંદ પનવારો જુંઠકો, દીજે પાસ બોલાઈ. ભોજન૦ ૧૨

Facebook Comments