જય શિક્ષાપત્રી, જય શિક્ષા પત્રી. (૧)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 6:41pm

 

આરતી

 

જય શિક્ષાપત્રી, જય શિક્ષા પત્રી.

ભક્તજનોના હૃદયે શુભ શાંતિ કર્ત્રિ... ૧

શ્રી પુરુષોત્તમ પ્રભુના, મુખમાંથી ઝરતી (૨)

શ્રવણ કરે તે જનનાં દુઃખ સઘળાં હરતી જય... ૨

શ્રી સત્સંગિ જીવન ગ્રંથમહી વસતી (૨)

પ્રકટી પત્રી રૂપે, ભુવન ભુવન ધસતી જય... ૩

ત્યાગી ગૃહી દેશિકના શુભ ધર્મો કહેતી (૨)

ભક્તિ જ્ઞાન વૈરાગ્યનાં, મધુર ઝરણાં વહેતી જય...૪

પ્રકટ પ્રભુ સ્વરૂપે રહી, જનનાં અઘહરતી (૨)

વાચન શ્રવણ પૂજનથી, મન પાવન કરતી જય... ૫

આ અવસર શ્રીહરિએ, કરુણા બહુ કીધી (૨)

ચક્ર સુદર્શન સરિખી, નિજ પત્રી દીધી જય... ૬

સમય સમય જે ત્હારાં, શ્રવણ મનન કરશે (૨)

વર્ણી કહે તે સઘળાં, ભવસાગર તરશે જય... ૭

Facebook Comments