હાલરડું અતિ વાલરડું, હરિને ગાવે ગોપી હાલરડું (૧)

Submitted by swaminarayanworld on Thu, 14/04/2016 - 7:32pm

 

રાગ : ગરબી (હાલરડું)

હાલરડું અતિ વાલરડું, હરિને ગાવે ગોપી હાલરડું;

પારણીએ પુરુષોત્તમ પોઢ્યા, ભળકે છે સુંદર ભાલરડું. હરિ. ૧

વહાલે હસી વ્રજવનિતાને, અંતરમાં સુખ આલરડું. હરિ. ૨

ઘી ગોળ માંડા કારણે રે, મુખડું ફાડે પ્યારો ઠાલરડું. હરિ. ૩

બ્રહ્માનંદ કહે ચાંદલિયો લેવા, કજિઓ કરી બોલે કાલરડું. હરિ. ૪

-------------------------------------------------------------------

૧. વહાલુ, પ્રિય ૨. પરોઠું ૩. ખાલી ૪. કાલું

Facebook Comments