જમો ઘનશ્યામ પ્રીત કરીને, હું તો નિરખું પ્રેમ ધરીને, (૧) ?

Submitted by swaminarayanworld on Thu, 04/05/2017 - 9:03pm

રાગ : ગરબી

પદ-૧

જમો ઘનશ્યામ પ્રીત કરીને, હું તો નિરખું પ્રેમ ધરીને, જમો૦

ઘેબર સાટા જલેબીને ખાજાં રે, બરફી પેંડા પતાસાં ઝાઝાં રે,

ફુલવડીને ભજીયાં તાજાં. જમો૦ ૧

માલપુડા શીરો સેવૈયા રે, બીરંજ હરિસો મોતૈયા રે,

રસ રોટલી છે બળ ભૈયા. જમો૦ ૨

દુધપાક પુરી કંસાર રે, કેળાં પોળી ને સેવ છે સાર રે,

નરમ દાળ વડાં સુખકાર. જમો૦ ૩

કઢી વડી કરી હરિ પ્યારી રે, રૂડું રાયતું ભાજી છે સારી રે,

વાલોળ વંતાક મેલ્યાં વઘારી. જમો૦ ૪

પરવળ કારેલાં કંકોડાં રે, સાકરકોળાં ને ઘીસોડાં રે,

તળ્યાં સુરણ મીઠાં ઘીલોડાં. જમો૦ ૫

પાપડ કેરી આદુ અથાણું રે, ભાત ઘી સાકર દુધ ઘણું રે,

ટાઢું જળ પીજો ઘેલા તણું. જમો૦ ૬

જમી ચળુ કરી સુખ પાય રે, લીજે પાન બીડી હરિરાય રે,

મંજુકેશાનંદનો નાથ. જમો૦ ૭

Facebook Comments