નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે, (૨)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 8:53pm

રાગ : ગોડી

પદ – ૧

 

નારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે,

વાલી વાલી તાળી દોયે કર બજાયે. ના. ૧

શિવ સનકાદિક નારદ નાચે જાચ્યા બ્રહ્માયે,

તેહને ભજતાં ભાઇ શીદ લજાયે. ના. ૨

અંતર પાપ નિરંતર નામે ગાતાં ગમાયે,

બહારનાં પરજળે પાપ તાળી બજાયે. ના. ૩

સર્વે સંકટ વિકટ વામે જપો જીભયે,

નિષ્કુળાનંદ કે’ સદા સુખીયા થાયે. ના. ૪

 

પદ - ૨

નારાયણ કૈયે સ્વામિનારાયણ કૈયે,

તાળી જો રસાળી રૂડી હાથે શું લૈયે. ના. ૧

નિર્લોભી નિષ્કામી કહું નિઃસ્વાદી રૈયે,

નિઃસ્પૃહી નિરમાની વ્રત એ ગ્રહૈયે. ના. ૨

પંચ વ્રતે પુરા શુરા શિર સાટે થૈયે,

હર્તા ફર્તા ભજીયે હરિ હામ્યે શું હૈયે. ના. ૩

નરનારાયણ નામજ લેતાં જીતી જગજૈયે,

નિષ્કુળાનંદ કે’ ડંકો દન તન શિર દૈયે ના. ૪

Facebook Comments