હતી મારા વાલા હતી મારા વાલા (૧)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:44pm

રાગ - ગરબી

 

હતી મારા વાલા હતી મારા વાલા, કેમ કહો છો ગાય નહોતી રે;

નંદના ગોવાળિયા  તુજને ભળાઈ, કેમ કહો છો ગાય નહોતી રે. ટેક.

સોના શીંગળીએ ને રૂપાની ખરીએ, હીરની મોહોરીયે હતીરે. ૧

આંખે છે આંજળીને મોઢે છે મુંજણી, હીરા સફેદ ગાય હતી રે. ૨

ચારો રે ચરતીને પાણીલાં પીતી, નિત્ય દર્શન હું કરતી રે. ૩

હાથે છે કંકણી ને ઘુંટણમાં દોહણી, લાડે કોડે ગાય દોતી રે. ૪

સોનાની ગોળી ને રૂપાં રવાઈયો, નેત્રાં લઈ વલોતી રે. ૫

ગોકુળ જોયું વૃન્દાવન જોયું, જમનાં તીરે ગાય હતી રે. ૬

બ્રહ્માનંદનો સ્વામી શામળીયો, ઘેર લાવ્યા ગાય ગોતી રે. ૭

Facebook Comments