વસ્યો છે છોગલાંવાળો (૨) ?

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 12:05pm

રાગ - ગરબી

પદ - ૧

વસ્યો છે છોગલાંવાળો, મારે મન વસ્યો છે છોગલાંવાળો. ટેક.

છેલ છબીલોને અજબ રંગીલો, એનો ચપળ છે નેણાનો ચાળો. મારે ૦

જરકસી જામો ને પાઘ કસુંબી, કમર કસ્યો છે કટારો;

કાને કુંડળ કંઠે મોતિડાંની માળા, એના સુરવાળનો ઝબકારો. મારે ૦

કપુરની માળા કંઠે વિરાજે, હમકડાં બે હારો;

જમણી આંગળીએ વેઢવીંટી વિરાજે, એનોતોરો કસુંબીન્યારો. મારે ૦

હૈડા ઊપર હેમચંદ્ર બીરાજે, પાયે પાવડી ઘૂઘરીનો ઘમકારો;

અટક મટક એની ચાલ ચટક, બ્રહ્મચારી જેરામનો પ્યારો. મારે ૦

 

પદ - ૨

આવજો છોગલાં ધારી, મારે ઘેર આવજો છોગલાં ધારી. ટેક.

લાડુ જલેબીને સેવ સુંવાળી, હું તો ભાવે કરી લાવી છું ભારી. મારે૦

સુરણ પૂરણ ને ભાજી કારેલાં, પાપડ વડી વઘારી;

વૈંતાક વાલોળનાં શાક કર્યાં, મેં તો ચોળાફળી છમકારી. મારે૦

કાજુ કમોદનો ભાત કર્યો, મેં તો દાળ કરી બહુ સારી;

લીંબુ કેરીનાં લેજો અથાણાં, કઢી કરી છે કાઠિયાવાડી. મારે૦

લવિંગ સોપારી ને પાનબીડી વારી, તજ એલચી જાવંતરી સારી;

નિશદિન આવોતો ભાવેકરી ભેટું, એમ માગે જેરામ બ્રહ્મચારી. મારે૦

Facebook Comments