શેરી ભલી પણ સાંકડી રે (૪)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 11:30am

રાગ - ગરબી

પદ - ૧

શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલાં પણ દૂર રે કેસરીયા;

એકવાર ગઢડે પધારજો રે. ટેક.

શેરીએ આવતા શોભતા રે, ઘોડલીએ અસવાર રે. કેસરિયા૦ ૧

માણેકચોકમાં મલપતા રે, ઊડે છે અબીલ ગુલાલ રે. કેસરિયા૦ ૨

ઓશરીએ ઢોલિયો ઢળાવતા રે, બેસતા બહુવાર રે. કેસરિયા૦ ૩

ગોપીનાથનાં મંદિરીયાં રે, તમ વિના સૂનાં દેખાય રે. કેસરિયા૦ ૪

સહજાનંદજી સુજાણ છો રે, બ્રહ્માનંદના રાય રે. કેસરિયા૦ ૫

 

પદ - ૨

સૂનું મુકયું તમે ગઢડું રે, કયાં ગયા ધર્મકુમાર રે શામળિયા;

સુણો કહું એક વિનતી રે....... ટેક.

ઊન્મત્ત ગંગાના નીરમાં રે, લીલા કરતા અપાર રે. શામળિયા૦ ૧

તમ વિના પુરના જનને રે, અન્ન  તે વિષતુલ્ય થાય રે. શામળિયા૦ ૨

અક્ષરઓરડીમાં પોઢતા  રે, તમ વિના સુની દેખાય રે. શામળિયા૦ ૩

રાજ માર્ગમાં ચાલતા રે, સર્વે મુનિ ચારે પાસ રે. શામળિયા૦ ૪

બ્રહ્માનંદના નાથજી રે, આવો વહેલા અવિનાશ રે. શામળિયા૦ ૫

 

પદ - ૩

સહજાનંદજી સુખરૂપ છો રે, શોભા તણા શણગાર રે;

મોહનવર દયા કરી દર્શન આપજો રે. ટેક.

પૂર્વે કહ્યું  તું ઊદ્ધવને રે, લઈશ બીજો અવતાર રે. મોહનવર૦ ૧

પુરુષોત્તમ તમે પ્રગટીરે, કર્યાં તે સહુનાં કાજ રે. મોહનવર૦ ૨

સુખસાગર ઘનશ્યામજી રે, દેતા સુખ જહાજ રે. મોહનવર૦ ૩

શ્રીજી તમે ભક્તિધર્મથી રે, ભૂપર ધર્યો અવતાર રે. મોહનવર૦ ૪

બ્રહ્માનંદ કહે મારે તમથકી રે, અંતરે સુખ અપાર રે. મોહનવર૦ ૫

 

પદ - ૪

સ્વામિનારાયણ સત્ય છો રે, પ્રગટ થયા પરબ્રહ્મ રે;

પુરુષોત્તમ અક્ષરપતિ અલબેલડા રે. ટેક.

કૌશલદેશથી આવિયા રે, આંહી રહ્યા પુરણકામ રે. પુરુ૦ ૧

સહજાનંદજી હું  તમ વિના રે, ઘેલી ફરું જગમાંય રે. પુરુ૦ ૨

મુજને સંભાળજો શામળા રે, રહેજો મારા અંતરમાંય રે. પુરુ૦ ૩

તમ વિના મારા નાથજી રે, કોઈનો નહિ મારે ભાર રે. પુરુ૦ ૪

બ્રહ્માનંદના શામળા રે, મેલોમાં ઘડી દૂર રે. પુરુ૦ ૫

Facebook Comments