જોઈ મૂરતિ મનોહર તારી, માવારે મારાં નેણાં લોભાણાં (૨)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 7:47pm

 

રાગ - પરજ

પદ-૧

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં...ટેક.

મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી...માવા૦ ૧

હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાંની ધારી...માવા૦ ૨

અતિ રે શોભે છે છાતી ઉપડતી, ચાલ જગતથી ન્યારી...માવા૦ ૩

બ્રહ્માનંદ કહે એ છબી ઉપર, સરવસ નાખું વારી...માવા૦ ૪

 

( ઘણી જગ્યાએ નીચે પ્રમાણેનાં શબ્દો પણ જોવા મળે છે )

જોઈ મુરતિ મનોહર  તારી, માવારે મારાં નેણાં લોભાણાં - ટેક૦

પાઘડલી ઊપર શોભે છે, નવલ કલંગી અતી સારી. માવારે૦ ૧

હેત કરીને હૈડા ઊપર રાખું, પહેરાવું મોતીની માળા ભારી. માવા૦ ૨

અતિ શોભે છે છાતી ઊપડતી, ચાલ જગતથી ન્યારી. માવા૦ ૩

બ્રહ્માનંદ કહે સરસવ લઈને,  તમપર નાખું વારી. માવારે૦ ૪

 

પદ - ૨

તારી લાવણ્યમાં લેવાણી, વા’લારે મારા નવલ વિહારી - ટેક૦

મુરતિ મનોહર જોઈને  તારી, ભૂલી હું ભરવું પાણી. વા’લા૦ ૧

પુરણચંદ્ર સરીખું મુખડું, ભ્રકુટિમાં ભરમાણી. વા’લા૦ ૨

છોગલિયે ચકચૂર થઈ છું, ડોલરીયા વ્રજદાણી. વા’લા૦ ૩

બ્રહ્માનંદ કહે જોઈ તારાં નેણાં, વેણાંમાં વધાણી. વા’લા૦ ૪

Facebook Comments