૮૮ વિષ્ણુના ભક્તને મોક્ષ પ્રાપ્તિનું વર્ણન તથા બીજા દેવોના ભક્તને ઐશ્વર્ય પ્રાપ્તિનું વર્ણન.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 8:39pm

અધ્યાય ૮૮

વિષ્ણુના ભક્તને મોક્ષ પ્રાપ્તિનું વર્ણન તથા બીજા દેવોના ભક્તને ઐશ્વર્ય પ્રાપ્તિનું વર્ણન.

પરીક્ષિત રાજા પૂછે છે હે મુને ! દેવ અસુર અને મનુષ્યોમાં જે લોકો શિવ કે જેમણે ભોગસુખનો તિરસ્કાર કરેલ છે તેમને ભજે છે; તેઓ ઘણું કરીને ધનવાન અને ભોગ ભોગવનારા થાય છે. અને જેઓ વિષ્ણુ કે જે લક્ષ્મીના પતિ છે તેમને ભજે છે તેઓ ધનવાન્‌ તથા ભોગ ભોગવનારા થતા નથી. આ વિષયનું કારણ જાણવાને ઇચ્છીએ છીએ. શિવ અને વિષ્ણુ કે જેઓ નિર્ધનપણા અને ધનવાનપણાને લીધે વિરુદ્ધ સ્વભાવવાળા છે તેઓને ભજનારાઓની સ્થિતિ વિરુદ્ધ થાય છે. એટલે શિવને ભજનારા ધનવાન થાય છે, એ વિષયમાં અમને મોટો સંદેહ છે.૧-૨

શુકદેવજી કહે છે પાર્વતી નામની શક્તિથી યુક્ત શિવ સર્વદા સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારના અહંકારથી યુક્ત છે. તેમાં શિવને વિષે તમોગુણ પ્રધાન છે. એ ત્રણપ્રકારના અહંકાર થકી અગિયાર ઇન્દ્રિયો અને તન્માત્રાઓ સહિત પાંચભૂતો, આ સોળ વિકારો ઉત્પન્ન થાય છે. આ વિકારોના અધિ દેવતાઓને ભજનારો પુરુષ એ અધિદેવતા દ્વારા પ્રાપ્ત થવાને શક્ય તમામ ઐશ્વર્યને પામે છે.૩-૪ સર્વના કારણપણે પ્રસિદ્ધ વિષ્ણુ તો નિર્ગુણ છે. અર્થાત સત્વાદિમિશ્ર પ્રાકૃત ગુણોથી રહિત સદા શુદ્ધ સત્વમય છે તેથી નિર્ગુણ છે, અને જ્ઞાન ઐશ્વર્યાદિ છ ભગોથી યુકત છે. પરા પ્રકૃતિ અને અપરા નામની પ્રકૃતિથી વિલક્ષણ છે, સર્વજ્ઞ છે, માટે વિષ્ણુને ભજનારા પુરુષો નિર્ગુણ થાય છે, અર્થાત પ્રાકૃત ગુણોના સંબન્ધથી રહિત થઇને મુક્ત દશાને પામે છે.૫ તમારા દાદા યુધિષ્ઠિર રાજાએ પોતાના અશ્વમેધ યજ્ઞો પૂરા થયા પછી ભગવાન પાસેથી ધર્મ સંબંધી વિષયોનું શ્રવણ કરતાં ભગવાનને આ વાત પૂછી હતી.૬ શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યોનું કલ્યાણ કરવા સારું યદુકુળમાં અવતર્યા હતા, તે શ્રીકૃષ્ણે શ્રવણ કરવાની ઇચ્છા રાખનાર યુધિષ્ઠિર રાજાને પ્રસન્ન થઇને આ પ્રમાણે ઉત્તર આપ્યો.૭

ભગવાન કહે છે જે મારો ભક્ત વિષયોને છોડી દેવાની ઇચ્છા કરતો હોય તોપણ વાસનાની પ્રબળતાથી છોડી શકતો ન હોય અને ભોગવતાં મુંઝાતો હોય, તેના ઉપર અનુગ્રહ કરવા સારું હું ધીરે ધીરે તેના ધનને હરી લઉં છું. પછી તે નિર્ધન અને બહુ જ દુઃખી જેવો જર્ણાંઈાં તેના સંબંધીઓ તેને છોડી દે છે.૮ એ ભક્ત પાછો બંધુઓના અનુગ્રહથી ધન મેળવવાના ઉદ્યોગ કરે, પણ મારા અનુગ્રહથી જ્યારે તેના ઉદ્યોગ વ્યર્થ જાય અને તેમ થતાં જ્યારે પ્રબળ વૈરાગ્ય થાય ત્યારે તે ભક્ત મારા બીજા ભક્તોની સાથે મિત્રતા કરે એટલે પછી તેના ઉપર હું પરમ અનુગ્રહ કરું છું.૯ મારો પરમ અનુગ્રહ એજ હોય છે કે ચૈતન્યમાત્ર, સત્ય, અનંત અને સૂક્ષ્મ એવું મારું પરબ્રહ્મ સ્વરૂપ તેમને હું આપું છું. આ પ્રમાણે જે મારી આરાધના કરવી બહુ જ કઠણ છે, તેથી મને છોડીને લોકો બીજા દેવતાઓને ભજે છે.૧૦ પછી બીજા દેવતાઓ કે જેઓ તરત પ્રસન્ન થાય એવા છે, તેઓની પાસેથી રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થતાં ઉદ્ધત અને મદોન્મત્ત થયેલા તે લોકો પ્રમાદમાં પડીને પોતાને વરદાન દેનારાઓને ભૂલી જાય છે એટલું જ નહીં પણ તેઓનું અપમાન કરે છે.૧૧

શુકદેવજી કહે છે હે પરીક્ષિત રાજા ! બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેદેવ થાઉં છું, માટે તારા દેહને તું વૃથા પીડા કરે છે.’’૨૦ મહાપાપી વૃકાસુરે સદાશિવ પાસેથી લોકોને ત્રાસ આપે એવું વરદાન માગ્યું કે ‘‘હું જેની ઉપર હાથ મૂકું તે મરી જવો જોઇએ.’’૨૧ હે રાજા ! આ વચન સાંભળી જાણે ઉદાસ થયેલા હોય એવા શંકરે, સર્પને જેમ દૂધ આપે તેમ હસીને તે દૈત્યને “તથાસ્તુ’’ એમ બોલીને તેવું વરદાન આપ્યું.૨૨ આવું વરદાન પામીને તે દૈત્યને પાર્વતીનું હરણ કરવાની ઇચ્છા થઇ. પછી તે વરદાનની પરીક્ષા લેવા સારુ તે દૈત્યે મહાદેવને માથે જ પોતાનો હાથ મૂકવાની ઇચ્છા કરી. મહાદેવ પોતાના આપેલા વરદાનથી પોતે ભય પામ્યા. દૈત્ય શિવની પછવાડે દોડતાં ત્રાસ પામેલા મહાદેવ પૃથ્વીના અંત સુધી ભાગ્યા અને દિશાઓમાં ઉત્તરાદિકોર પણ ગયા.૨૩-૨૪ કોઇ ઉપાય નહીં જાણવામાં આવતાં સર્વે મોટા દેવતાઓ ચુપ થઇ રહ્યા. પછી અંધકારથી પર, સુપ્રકાશિત, શાંત, સર્વને અભય આપનારા નારાયણ જ્યાં રહ્યા છે એવા શ્વેતદ્વીપમાં ગયા કે ત્યાં ગયેલાને પાછો ભવનો ફેરો હોતો નથી.૨૫-૨૬ મહાદેવનું એ દુઃખ જોઇ, કષ્ટને દૂર કરનાર ભગવાન પોતાની યોગમાયાથી બટુક થઇને દૂરથી તે દૈત્યની સામે આવ્યા.૨૭ મેખળા, મૃગચર્મ, દંડ અને માળાને ધરનાર, તેજથી અગ્નિની પેઠે પ્રકાશતા અને જેના હાથમાં દર્ભ હતા એવા એ બટુકે નમ્રતાથી દૈત્યનું અભિવાદન કરી આ પ્રમાણે કહ્યું.૨૮

ભગવાન કહે છે હે શકુનિના પુત્ર ! તમે અવશ્ય થાકી રહેલા જણાઓ છો.  આટલા દૂર પ્રદેશમાં શા માટે આવ્યા છો ? થોડીવાર વિસામો લો, કેમકે આ દેહ શાપ તથા અનુગ્રહ કરવામાં સમર્થ છે. તેઓમાં શિવ અને બ્રહ્મા એ બે દેવ પ્રસન્ન પણ તરત થાય છે અને શાપ પણ તરત આપે છે, અને વિષ્ણુ તો તરત પ્રસન્ન પણ થતા નથી અને તરત શાપ પણ આપતા નથી.૧૨ સદાશિવ વૃકાસુરને વરદાન આપીને પોતે સંકટ પામ્યા હતા, એ જૂનો ઇતિહાસ આ વિષયમાં ઉદાહરણ રૂપે કહું છું.૧૩ શકુનિના દીકરા દુર્બુદ્ધિવાળા વૃકાસુરે માર્ગમાં નારદજીને જોઇને તેમને પૂછ્યું કે ત્રણ દેવમાં તરત પ્રસન્ન થાય એવા કયા દેવ છે ?૧૪ નારદજીએ કહ્યું કે તું સદાશિવને શરણે જા કે જે સદાશિવ થોડા ગુણથી તરત પ્રસન્ન થાય છે અને થોડા દોષથી તરત રીસ કરે છે, આમ કરીશ તો તને તરત સિદ્ધિ મળશે.૧૫ રાવણ અને બાણાસુર સદાશિવની બંદિજનની પેઠે સ્તુતિ કરતા હતા, તેમના પર પ્રસન્ન થઇને સદાશિવે ભારે ઐશ્વર્ય આપ્યું હતું, પણ તેમાંથી પોતાને જ ભારે સંકટ પ્રાપ્ત થયું હતું.’’૧૬ આ પ્રમાણે નારદજીના કહેતાં તે વૃકાસુર કેદારક્ષેત્રમાં સદાશિવ ઉપર તપ કરવા લાગ્યો. મહાદેવને પ્રસન્ન કરવા સારુ પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને અગ્નિમાં હોમવા લાગ્યો.૧૭ આમ કરતાં સાત દિવસ થયા તો પણ મહાદેવ દર્શન નહિ દેતાં વૃકાસુરે કાયર થઇને પોતાનું માથું પોતાના હથિયારથી કાપી નાખવા માંડ્યું.૧૮ તે સમયમાં મહા દયાળુ સદાશિવે અગ્નિમાંથી દેહધારી અગ્નિની પેઠે નીકળીને, વૃકાસુરને પોતાના હાથથી તેના બે હાથ પકડીને વાર્યો. મહાદેવનો સ્પર્શ થતાં વૃકાસુરનો દેહ પાછો સાજો થઇ ગયો.૧૯ મહાદેવે તે વૃકાસુરને કહ્યું કે ‘‘હે ભક્ત ! વરદાન માગ, જે તને જોઈતું હોય તે આપીશ. અહો ! ! ! હું મારા શરણાગતો ઉપર જળના અભિષેકથી પણ પ્રસન્ન સર્વ મનોરથોને આપનાર છે માટે તેને બહુ પરિશ્રમ નહીં દેવો જોઇએ.૨૯ હે સમર્થ ! તમારું ધારેલું અમને સાંભળવા યોગ્ય હોય તો તે કહો. કેમકે બીજાઓની સંમતિ અને સહાયતા લેવાથી પુરુષના સ્વાર્થ સિદ્ધ થાય છે.૩૦

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે જાણે અમૃત વરસતુ હોય એવાં વચનથી ભગવાને પૂછતાં જેનો પરિશ્રમ મટી ગયો છે, એવા વૃકાસુરે પોતે પ્રથમ કરેલી સર્વે વાત કહી દેખાડી.૩૧

ભગવાન કહે છે જો એમ હોય તો અમે મહાદેવના વચનને સાચું માનતા નથી; કેમકે મહાદેવ તો દક્ષના શાપને લીધે પિશાચપણું પામેલ છે અને પ્રેત તથા પિશાચોનો રાજા છે.૩૨ હે દાનવોના ઇંદ્ર ! એ જગતના ગુરુ કહેવાતા મહાદેવ ઉપર તમને વિશ્વાસ હોય તો તમે પોતાના માથા ઉપર હાથ મૂકીને વચનની પરીક્ષા કરો.૩૩ હે દાનવોમાં ઉત્તમ ! જો કોઇ રીતે પણ મહાદેવનું વચન ખોટું જણાય તો એ ખોટું બોલનારને મારી નાખજો કે જેથી ફરીવાર ખોટું ન બોલે.૩૪

શુકદેવજી કહે છે આ પ્રમાણે વિચિત્ર અને સુકોમળ ભગવાનનાં વચનોથી  જેની બુદ્ધિ ફરી ગઇ, એવા દુર્બુદ્ધિ વૃકાસુરે ભૂલ ખાઇને પોતાનો હાથ પોતાના માથા ઉપર મૂક્યો.૩૫ મૂકતાં જ જાણે વજ્ર વાગ્યું હોય તેમ માથું ફાટી પડતાં તે દૈત્ય પડીને મરી ગયો. દેવતાઓ ‘‘જય જય, નમો નમઃ, સારું થયું સારું થયું’’ એમ કહેવા લાગ્યા.૩૬ પાપી વૃકાસુર મરણ પામતા દેવ, ઋષિ, પિતૃ અને ગંધર્વો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. આવી રીતે ભગવાને સદાશિવને સંકટમાંથી છોડાવ્યા.૩૭ કષ્ટથી મૂકાએલા સદાશિવની પાસે આવીને ભગવાને કહ્યું કે ‘‘અહો ! ! હે મહાદેવ ! એ પાપી પોતાના પાપથી જ મરી ગયો. હે ઇશ્વર ! કોઇ જીવ બીજા મહાત્માઓનો અપરાધ કરે તો તેનું કલ્યાણ થાય નહીં, ત્યારે આપ કે જે જગતના ગુરુ અને ઇશ્વર છો તેના અપરાધ કરનારનું તો કેમ જ કલ્યાણ થાય.!૩૮-૩૯ આ પ્રમાણે વાણી કે મનથી ન પહોંચાય એવી શક્તિઓના સમુદ્રરૂપ અને માયાથી પર સાક્ષાત પરમાત્મા ભગવાને સદાશિવને કષ્ટથી છોડાવ્યાની કથાને જે પુરુષ કહે અથવા સાંભળે તે પુરુષ જન્મ મરણથી તથા શત્રુઓથી પણ છૂટે છે.૪૦

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અઠ્યાશીમો અધ્યાય સંપૂર્ણ.