પોઢો પોઢો સહજાનંદ સ્વામી રે,

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 6:51pm

રાગ - ગરબી

પોઢો પોઢો સહજાનંદ સ્વામી રે,

તમારી અખિયાંમાં નીંદરા ભરાણી રે. પોઢો૦ ૧

હાંરે તમે માથેથી પાઘ ઉતારો રે,

પછી તમે બનાતની ટોપી ધારો રે-પોઢો૦ ૨

હાંરે તમે જરકસી જામો ઉતારો રે,

પછી હીરકેરી ધોતી ધારો રે-પોઢો૦ ૩

હાંરે તમે કેડનો પટકો છોડો રે,

પછી શાલ દુશાલા ઓઢો રે-પોઢો૦ ૪

હાંરે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી રે,

હું  તો જોઇ જોઇ આનંદ પામી રે-પોઢો૦ ૫

Facebook Comments