ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે, જ્યાં હરિ બેસતા;

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:59pm

રાગ - સોરઠ ( વચનામૃત વડતાલ - ૧૨ )

ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે, જ્યાં હરિ બેસતા;

શ્રી યમુનાજી પૂજ્ય તટોગન નહિ પાર રે, નાવા પેસતા ....ટેક ૦

ધન્ય ધન્ય તે જશોદા માતને,  ધન્ય ધન્ય એ નંદજી તાતને

ધન્ય ધન્ય ગોવર્ધન ગાથને, ધન્ય ધન્ય તે વ્રજના સાથને ....ધન્ય ૦ ૧

ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી, ધન્ય ધન્ય એ સરખી સાહેલી

ધન્ય હરિ વળગી જેની બેલી, ધન્ય ધન્ય તે વ્રજની કૂંજગલી....ધન્ય ૦ ૨

ધન્ય ધન્ય ગોકુળની ધેનુને, ધન્ય ધન્ય વા’લાની વેણુને

ધન્ય ધન્ય કામણગારી નેણુને, ધન્ય ધન્ય કાળીની ફેનુંને ....ધન્ય ૦ ૩

ધન્ય ધન્ય કરુણાપુતના માસી, ધન્ય ધન્ય મૃત્યુની ટાળી ફાંસી

વા’લે મુક્ત પમાડયા ગોકુલવાસી, ધન્ય ધન્ય કરુણાકુબજા દાસી....ધન્ય ૦ ૪

ધન્ય ધન્ય એ ગોકુળગામને, તે તે પામ્યા હરિના ધામને

વારી જાઉં શામળાશ્યામને, ધન્ય ગ્વાલબાલ તમામને.....ધન્ય ૦ ૫

ધન્ય કંસરાયના ત્રાસ નિવાર્યા, રાજા ઉગ્રસેન શીરછત્ર ધર્યાં

વસુદેવદેવકીને જેલમુક્ત કર્યા, મહેતા નરસીને અખૂટ ભર્યા....ધન્ય ૦ ૬

 

 

Facebook Comments