આજની ઘડી રે ધન્ય આજની ઘડી; મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી (૧) ?

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 11:59pm

 

રાગ - ખમાજ

 

આજની ઘડી રે ધન્ય આજની ઘડી;

મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. ટેક.

કામ ક્રોધ લોભ વિષય ન શકે નડી;

માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડી રે. ધન્ય૦ ૧

જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;

સદ્ગુરુની દૃષ્ટિ થાંતા, વસ્તુ એ જડી રે. ધન્ય૦ ૨

ચોર્યાસી ચહુ ખાણમાં, હું  તો થાકયો આથડી;

અંતર હરિશું એકતા થાંતા, દુગ્ધા દૂર પડી રે. ધન્ય૦ ૩

જ્ઞાન કૂંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઊઘડી;

લાડુ સહજાનંદ નિરખતાં, ઠરી આંખડી રે. ધન્ય૦ ૪

 

?

૧. ચંદુભાઈ રાઠોડ

૨.

૩. હરિકૃષ્ણ પટેલ

Facebook Comments