મંત્ર (૬૧) ૐ શ્રી વાગ્મિને નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 5:22pm

મંત્ર (૬૧) ૐ શ્રી વાગ્મિને નમઃ

શતાનંદસ્વામી કહે છે; હે પ્રભુ ! તમે મધુર ભાષી છો. વાગ્મિ એટલે વાણીના સ્વામી. પ્રભુ ! તમે મધુર મીઠું અને બીજાનું હિત થાય, ભલું થાય તેવું બોલનારા છો, મનુષ્યની વાણી વૈખરી હોય, પુરુષોત્તમનારાયણની વાણી પરાવાણી છે, પ્રભુના મુખમાંથી જે વાણી નિકળ ે તે પણૂત સત્યથી ઘૂંટાયેલી  નીકળે પૂર્ણતથ્યથી નીકળે. ભગવાન કેવા છે ?

કેવળ કથાકાર નથી, કેવળ પ્રવકતા નથી, કેવળ ઉપદેશક નથી, પણ વાગ્મિ છે. માનવ જે વાણી ઉચ્ચરે એમાં બીજાનું હિત થાય એવા અમુકજ શબ્દો હોય બાકી એની વાણી નિરર્થક હોય. પ્રભુની વાણી પૂર્ણ સત્યથી ભરેલી હોય, ભગવાન સાચી વાત સમજાવવામાં એવી વાણી બોલે કે વિદ્વાન પણ સમજી શકે, ને ભણેલ હોય કે અભણ હોય બધા સમજી શકે છે. સ્ત્રી હોય તો એ પણ સમજી શકે. જુઓ વચનામૃતમાં કેવી સરસ ભાષા છે, જ્ઞાન, વેદ, વેદાંત અને ઉપનિષદોથી વચનામૃત ભરપૂર છે, પણ એટલી સાદી ભાષામાં પ્રભુ બોવ્યા છે, કે ગામડાના અભણજનો પણ સમજી શકે.

પ્રભુની વાણી નિર્દોષ છે, પ્રભુ તમે વાગ્મિ છો, બ્રહ્મરસ વરસાવવા આવ્યા છો. પ્રભુ પ્રશ્ન પુછે તો વિદ્વાન વિચાર કરતો થઇ જાય. કોઇથી ઉત્તર ન થાય તો પોતે સરખી રીતે સમજાવે. ગીતાજી છે તે પણ પ્રભુની જ વાણી છે. એમાંથી પણ બ્રહ્મરસ ટપકે છે, ગીતાજી પણ અદ્‌ભુત ગ્રંથ છે, તમામ યોગીઓ, વિદ્વાનો અને સંતોએ ગીતા જ્ઞાનની ખૂબ પ્રશંસા કરે છે. પ્રભુની મીઠી મધુરી વાણીનો એ અમૃતસાગર છે.

ભગવાન મીઠું અને મધુરું બોલનારા છે, આપણને મીઠું ને મધુર બોલવાનો ઉપદેશ આપે છે, આખા જીવનનો આધાર વાણી ઉપર છે. વાણી એવી બોલવી કે પોતે આનંદમાં રહે ને બીજાને આનંદમાં રાખી શકે.

એસી વાણી બોલીએ, મનકા આપા ખોય; આવતકો શીતળ કરે, ઓરનકો સુખ હોયે.

જોતતું બોલવું, વિચારીને બોલવું, પશુ, પક્ષી, પ્રાણીમાત્રને પ્રભુએ જીભ આપી છે. પણ જો જો વિચારજો એ કેટલું બોલી શકે છે ! કૂતરાને પ્રભુએ જીભ આપી છે, પણ એ બે અક્ષર જ બોલી શકે છે...વ..ઉ . બકરાંની જીભ છે પણ ભગવાને કેટલી શક્તિ આપી, એકજ અક્ષર બોલવાની, શું બોલે ? બેં બેં બેં બેં ગાય બળદની જીભ છે પણ કેટલું બોલે ? — હાંભ — હાંભ — બેજ અક્ષર બાલી શકે, કબૂતર માત્ર એકજ અક્ષર બોલી શકે . . . . . ઘૂ . . . . ઘૂ . . . . ઘૂ . . . . જીભતો ભગવાને બધાને આપી છે, પણ શક્તિ એના પ્રમાણમાં આપી છે. બોલવાની શક્તિ વધઘટ આપી છે.

ઉંડાણમાંથી વિચાર કરજો ! માનવ કેટલા શબ્દ બોલે છે, બાવન અક્ષરની બારાખડી છે . . . . ક. . . . ખ. . . . વગેરે. . . . સાવ નાની જીભ છે. છતાં બાવન અક્ષર બોલી શકે છે. વળી A B C D ના ૨૬ અક્ષર બોલી શકે છે, દુનિયાના જેટલા શબ્દ છે. તે બધા શબ્દ જીભમાંથી નીકળે છે, આટલી શક્તિ ભગવાને માનવને આપી છે, એનો આપણને સદ્‌ ઉપયોગ કરવો જોઇએ. મધુર અને મીઠું બોલવું જોઇએ, ભજન કીર્તન ગાવાં જોઇએ.

-: વાણી ઘીની જેમ વાપરો :-

વિચારીને બોલો, ઘીને તમે શું ધૂળમાં રેડો છો ? નથી રેડતાં. તેમ વાણીને ધૂળમાં ન રેડો, ગંદી ગંદી ગાળો શું કામ બોલો છો ? ઘણા માણસોની ટેવ હોય છે, વાતની વાતમાં ગાળ બોલે, વળી મનમાં એમ માને કે હું કેવો ડાહ્યો, હોશિયાર અને ભણેલો છું, ખોટી બડાઇ ન માર ! તારા કરતા જનાવર સારાં છે, ખરાબ ગાળો તો નથી બોલતાં . . . . આપણાં મીરાંબાઇ ગાય છે.

બોલમાં બોલમાં બોલમાં રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં;

સાકર શેરડીનો રસ તજીને, કડવો લીંબડો ઘોળમાં રે . રાધા.

કળવા લીબડા જેવું શા માટે બોલે છે ? ભગવાને જીભ આપી છે તો સારું સાકર જેવું મધુર બોલ. જે માણસ વાણીનો દુરુપયોગ કરે છે. ફાવે તેવું બોલે છે, સત્તા ને મદથી બીજાને દબાવીને હેરાન કરે છે, તે મર્યા પછી જમપુરીમાં જાય છે. અને યમદૂતો એના મોઢામાં લોખંડનો ધગધગતો ગરમ રસ રેડે છે. ચીપિયાથી જીભ ખેંચે છે, ત્યારે જીવાત્મા રડે છે, અને આક્રંદ કરે છે. પાપ ભોગવ્યા વગર છૂટકો નથી. ભગવાનની સજા આકરી છે. માટે ચેતીને ચાલજો સંસારમમાં, એક દિન જાવું હરિના ધામમાં.

એકની વાણી લાખ લે, એકની લાકડિયું ખાય, એક વિદેશ ગયો વિસરે નહિ, એક પાસે બેઠોય ન પોસાય.

એક માણસ એવો હોય, એ બોલે ને જગત ડોલે. એક માણસ એવો હોય એને બોલતાં જ ન આવડે છતાં પણ ઝગડા કરે, વાતને બાફી નાખે, પછી માર જ પડે ને ! એક માણસ એવો હોય કે આપણાથી હજારો ગાઉ દૂર હોય તો પણ એ વિસરે નહિ, યાદ કરીએ. એક માણસ એવો હોય કે બાજુમાં બેસે તો પણ એમ થાય કે, ઊઠી જાય તો ઠીક. સ્વામિનારાયણ ભગવાન વાણીનો વિવેક સમજાવે છે.

વાણીનો વિવેકથી ઉપયોગ કરજો, ગાળ બોલો તો તમે સારા લાગો એવું નથી. ગાળ બોલો ને જગતમાં તમારો પ્રભાવ પડે એવું નથી.

જે આબરૂદાર જણાય સારો, કરે ન કોઇ જનને તુકારો;  જે ઢેઢ ને વાઘરી જેવી જાત, તે તો તુંકારાથી જ કરે વાત.

ગંદુ બોલનારો હલકો ગણાય છે. તુચ્છ ગણાય છે. એના ખાનદાન ઉપર જબરદસ્ત ધક્કો લાગે છે, ગાળ બોલે એનું મોઢું બગડે છે, આબરૂ ઘટે છે. અને ખરાબ છાપ જગતમાં પડે છે.

શતાનંદ સ્વામી કહે છે; તમે જરૂર પૂરતું બોલવાવાળા છો, શાસ્ત્ર પ્રમાણે બોલો છો ! તમારી વાણીમાં અમૃત ઝરે છે. તમારામાં અદ્‌ભુત ગુણ છે. માટે તમારું નામ વાગ્મિ છે.