શોભા સાગર શ્યામ તમારી, મૂરતિ પ્યારી રે; (૪) ?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 9:17pm

રાગ – વિભાસ

પદ - ૧

શોભા સાગર શ્યામ  તમારી, મૂરતિ પ્યારી રે;

મૂરતિ પ્યારી રે, નાખું મારા, પ્રાણ વારી રે. શોભા સાગર૦ ટેક.

સુંદરતા જોઈ મુખની શશિ, સુર લજાઇ રે;

મુખ દેખાડી નવ શકયા, વસ્યા ગગન જાઇ રે. શોભા સાગર૦ ૧

સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે (૧) ?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 8:55pm

રાગ - ભૈરવ

સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે

નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણીરે-ટેક૦

મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે,

ર્તપ  તીર્થ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે. સ્વા૦ ૧

મન રે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી, (૪) ?

Submitted by swaminarayanworld on Thu, 28/07/2011 - 8:45pm

રાગ - રામગ્રી

પદ - ૧

મન રે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી,

રીઝી રહી એના રૂપમાં, ભુધરજીને ભાળી. મન૦ ૧

ભાલ તિલક કોઈ ભાતનું, કેસરનું બિરાજે,

નયણાંની શોભા જોઈને, કોટી રતિ પતિ લાજે. મન૦ ૨

અધમ ઉધ્‍ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે (૨) ?

Submitted by swaminarayanworld on Wed, 13/07/2011 - 12:57am
રાગ - ભૈરવ - પદ ૧
અધમ ઉધ્‍ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે;
ગ્રહી બાંહ્ય છોડો નહિ ગીરધર,  અવિચળ  ટેક  તમારી રે અ૦
વચનામૃત અધ્યયન - કથા પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી swaminarayanworld Mon, 11/07/2011 - 9:23am

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ - ની રવિવારની સભામાં વચનામૃત  ઉપર પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીનું વિવેચનાત્મક પ્રવચન.

 

 

 

 

 

સચિત્ર શિક્ષાપત્રી swaminarayanworld Sat, 09/07/2011 - 10:43pm